Best selling cars: આ કારે જાન્યુઆરીનો બદલો ફેબ્રુઆરીમાં લીધો, બલેનો પાસેથી છિનવી લીધો નંબર-1 નો તાજ!

Top-3 Best Selling Cars: જાન્યુઆરી 2024 દરમિયાન મારૂતિ સુઝુકી બલેનો બેસ્ટ સેલિંગ કાર રહી હતી અને મારૂતિ વેગનઆર થર્ડ બેસ્ટ સેલિંગ કાર હતી. પરંતુ ફેબ્રુઆરી 2024 માં પાસા પલટાઇ ગયા છે. 

Best selling cars: આ કારે જાન્યુઆરીનો બદલો ફેબ્રુઆરીમાં લીધો, બલેનો પાસેથી છિનવી લીધો નંબર-1 નો તાજ!

Top Selling Car- Maruti Wagon R: જાન્યુઆરી 2024 દરમિયાન મારુતિ સુઝુકી બલેનો બેસ્ટ સેલિંગ કાર રહી હતી અને મારૂતિ વેગનઆર થર્ડ બેસ્ટ સેલિંગ કાર હતી. પરંતુ ફેબ્રુઆરી 2024 માં પાસ પલટાઇ ગયા. વેગનઆર ટોપ સેલિંગ કાર બની ગઇ અને બલેનો ત્રીજા નંબર  પર (વેચાણના મામલે) આવી ગઇ છે. આ બંને વચ્ચે ટાટા પંચ સતત બીજા નંબર પર બનેલી છે. પંચ જાન્યુઆરીમાં પણ સેકન્ડ બેસ્ટ સેલિંગ કાર હતી અને ફેબ્રુઆરીમાં પણ સેકન્ડ બેસ્ટ સેલિંગ કાર રહી છે. 

જાન્યુઆરી 2024 માં બલેનો 19,630 યૂનિટ્સના વેચાણ સાથે બેસ્ટ સેલિંગ કાર હતી. વર્ષના આધાર પર તેનું વેચાણ 20% વધ્યું છે. તો બીજી તરફ બીજા નંબર પર ટાટા પંચ રહી હતી, જેના 17,978 યૂનિટ્સ વેચાયા હતા. તેના વેચાણમાં 50% ટકાનો વાર્ષિક ગ્રોથ થયો હતો. ત્યારબાદ ત્રીજા નંબર પર મારૂતિ વેગનઆર રહી હતી, જેનું વેચાણ વાર્ષિક આધાર પર 13 ટકા ઘટ્યું અને 17,756 યૂનિટ્સ પર આવી ગયું હતું. 

ફેબ્રુઆરી 2024ની ટોપ-3 બેસ્ટ સેલિંગ કાર
જાન્યુઆરી 2024માં ત્રીજી બેસ્ટ સેલિંગ કાર રહી મારૂતિ વેગનઆર ફેબ્રુઆરી 2024માં સૌથી વધુ વેચાતી કાર બની હતી. તેનું વેચાણ 19,412 યુનિટ હતું. વાર્ષિક ધોરણે તેના વેચાણમાં 15%ની વૃદ્ધિ નોંધવામાં આવી હતી. આ પછી ટાટા પંચ બીજા સ્થાને હતું. પંચે 18,438 યૂનિટ્સનું વેચાણ કર્યું હતું અને તેની વાર્ષિક વૃદ્ધિ 65% હતી.

જાન્યુઆરી 2024ની બેસ્ટ સેલિંગ કાર રહી મારૂતિ બલેનો ફેબ્રુઆરી 2024માં ત્રીજા સ્થાને આવી ગઇ છે. કુલ 17,517 યુનિટ્સનું વેચાણ થયું હતું. વાર્ષિક ધોરણે તેના વેચાણમાં 6%નો ઘટાડો થયો છે.

ઇન શોર્ટ ફેબ્રુઆરી 2024 માં 19,412 યુનિટના વેચાણ સાથે Maruti Wagon R પ્રથમ ક્રમે 18,438 યુનિટના વેચાણ સાથે Tata Punch બીજા ક્રમે અને 17,517 યુનિટના વેચાણ સાથે Maruti Baleno ત્રીજા સ્થાને છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news