'ફોનમાં મારી અંગત માહિતી છે, તે લીકના થાય એ ની ચિંતા છે' ફોન ચોરાતા ગાંગુલીની પોલીસ ફરિયાદ

Sourav Ganguly: ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન અને બીસીસીઆઈના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીના ઘરે થઈ ચોરી. ચોર સૌરવ ગાંગુલીનો 1.6 લાખનો ફોન લઈને ફરાર. ફોનમાં અંગત માહિતી હોવાનું ખુદ દાદાએ કબુલ્યું. બેંક અકાઉન્ટ સાથે લિંક છે ગાંગુલીનો ફોન નંબર.

'ફોનમાં મારી અંગત માહિતી છે, તે લીકના થાય એ ની ચિંતા છે' ફોન ચોરાતા ગાંગુલીની પોલીસ ફરિયાદ

Sourav Ganguly: ફરી એકવાર ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીનું નામ ચર્ચામાં આવ્યું છે. જોકે, આ વખતે ચર્ચા ક્રિકેટના મેદાનની કે રાજકીય પીચની નથી. આ વખતે ચર્ચાનું કારણ છે ચોરી. સૌરવ ગાંગુલીના ઘરેથી ફોન ચોરાઈ જતા હોહા થઈ ગઈ. સમગ્ર મામલે સૌરવ ગાંગુલીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યુંકે, “મારો  મોબાઈલ ફોન કોલકાતામાં મારા નિવાસસ્થાનેથી ચોરાઈ ગયો છે.” સૌરવ ગાંગુલીએ ગઈકાલે પોલીસમાં ચોરીની ફરિયાદ નોંધાવી હતી. ગાંગુલીના મોબાઈલની કિંમત 1.6 લાખ રૂપિયા છે.

દાદાએ પોલીસ સામે વ્યક્ત કરી ચિંતાઃ
સૌરવ ગાંગુલીએ પોલીસ સમક્ષ પોતાની ચિંતા વ્યક્ત કરતા કહ્યું, “ફોનમાં કેટલીક અંગત માહિતી છે અને અધિકારીઓને વિનંતી કરું છું કે તેનો દુરુપયોગ ન થવો જોઈએ.” જ્યારે ચોરી થઈ ત્યારે ગાંગુલી ઘરથી દૂર હતો. તેણે ધ્યાન દોર્યું કે તેણે ગઈકાલે ફોન ઘરની ચોક્કસ જગ્યાએ છોડી દીધો હતો અને ત્યારથી તે ગાયબ હતો. સૌરવ ગાંગુલીના ઘરેથી ફોન ચોરીની ઘટના એકાએક ચર્ચામાં આવી. પૂર્વ કેપ્ટનને મહત્વની માહિતી લીક થવાનો ડર ચલાવી રહ્યો છે. પોલીસે કેસ નોંધ્યો અને ફોન પરત મેળવવા તપાસ હાથ ધરી છે.

પૂર્વ ભારતીય કેપ્ટન અને BCCI પ્રમુખ સૌરવ ગાંગુલી હાલ આ પ્રકારે એક મોટી મુશ્કેલીમાં ફસાઈ ગયા છે. ગાંગુલીનો મોબાઈલ ફોન તેના ઘરેથી ગુમ થઈ ગયો છે. ઉલ્લેખનીય છેકે, હાલ સૌરવ ગાંગુલીના ઘરે પેઈન્ટિંગનું કામ ચાલી રહ્યું છે. એમાંથી જ કોઈ ગડમથલમાં ફોન ચોરાઈ ગયો હોઈ શકે છે. પોલીસ ગાંગુલીના ઘરમાં કામ કરતા લોકોની પૂછપરછ કરે તેવી શક્યતા છે.

ગઈકાલે ગાંગુલીએ ઠાકુરપુર પોલીસ સ્ટેશનના સ્ટેશન ઈન્ચાર્જને પત્ર લખીને માહિતી આપી હતી કે તેના ઘરેથી મોબાઈલ ફોન ગુમ થઈ ગયો છે. તેણે છેલ્લે સવારે 11:30 વાગ્યાની આસપાસ તેનો ફોન ચેક કર્યો હતો. આ પછી ઘણી વખત શોધ કરવા છતાં તેનો ફોન મળ્યો ન હતો. ગાંગુલીએ પોલીસને ફોનને ટ્રેસ કરવા અને ફોનનો ડેટા કોઈપણ સંજોગોમાં જાહેર ન થાય તેની ખાતરી કરવા વિનંતી કરી છે. ગાંગુલીને એ વાતની પણ ચિંતા સતાવી રહી છેકે, તેના ફોનમાં મોટા મોટા લોકોના ફોન નંબર છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news