MI vs LSG: આકાશ મઢવાલની પાંચ વિકેટ, મુંબઈનો 81 રને વિજય, , લખનઉની સફર સમાપ્ત

MI vs LSG, IPL 2023: પાંચ વખતની આઈપીએલ ચેમ્પિયન્સ મુંબઈ ઈન્ડિયન્સે ઘાતક પ્રદર્શન કરતા ક્વોલીફાયર-2માં એન્ટ્રી કરી લીધી છે. મુંબઈએ ચેન્નઈના ચેપોકમાં રમાયેલી એલિમિનેટર મેચમાં લખનઉને પરાજય આપ્યો છે. 

MI vs LSG: આકાશ મઢવાલની પાંચ વિકેટ, મુંબઈનો 81 રને વિજય, , લખનઉની સફર સમાપ્ત

ચેન્નઈઃ આકાશ મઢવાલની ઘાતક બોલિંગ અને સૂર્યકુમાર યાદવ તથા કેમરૂન ગ્રીનની શાનદાર ભાગીદારીની મદદથી મુંબઈ ઈન્ડિયન્સે એલિમિનેટર મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સને 81 રને પરાજય આપી ક્વોલીફાયર-2માં એન્ટ્રી કરી લીધી છે. આ હાર સાથે લખનઉની આઈપીએલ-2023માં સફર સમાપ્ત થઈ ગઈ છે, જ્યારે મુંબઈ ઈન્ડિયન્સ શુક્રવારે અમદાવાદમાં ક્વોલીફાયર-2 મુકાબલામાં ગુજરાત ટાઈટન્સ સામે ટકરાશે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા મુંબઈએ 20 ઓવરમાં 8 વિકેટે 182 રન ફટકાર્યા હતા, જેના જવાબમાં લખનઉ 16.3 ઓવરમાં 101 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. 

હવે ક્લોલીફાયર-2માં ગુજરાત અને મુંબઈની ટક્કર
મુંબઈ ઈન્ડિયન્સે લખનઉ સુપર જાયન્ટ્સને હરાવી ક્વોલીફાયર-2માં એન્ટ્રી કરી લીધી છે. હવે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શુક્રવારે ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે ફાઇનલની ટિકિટ મેળવવા માટે જંગ રમાશે. હાર્દિક પંડ્યા અને રોહિતની ટીમ આ મેચમાં જીત મેળવીને રવિવારે રમાનારી ફાઇનલમાં જગ્યા બનાવવા માટે પ્રયાસ કરશે. 

મુંબઈની ઈનિંગનો રોમાંચ
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી મુંબઈને 30 રને પ્રથમ ઝટકો લાગ્યો હતો. કેપ્ટન રોહિત શર્મા 11 રન બનાવી નવીન ઉલ હકનો શિકાર બન્યો હતો. તો યશ ઠાકુરે ઈશાન કિશન (15) ને પેવેલિયન મોકલી આપ્યો હતો. મુંબઈ તરફતી કેમરૂન ગ્રીને 23 બોલમાં 6 ફોર અને એક સિક્સ સાથે સૌથી વધુ 41 રન ફટકાર્યા હતા. સૂર્યકુમાર યાદવે 20 બોલમાં બે ફોર અને બે સિક્સ સાથે 33 રન બનાવ્યા હતા. 

તિલક વર્મા 22 બોલમાં 2 સિક્સ સાથે 26 રન બનાવી આઉટ થયો હતો. ટિમ ડેવિડે 13 રન અને નેહલ વઢેરાએ 12 બોલમાં 22 રન બનાવ્યા હતા. લખનઉ તરફથી નવીન ઉલ હકે 38 રન આપી ચાર વિકેટ લીધી હતી. આ સિવાય યશ ઠાકુરને ત્રણ અને મોહસિન ખાનને એક સફળતા મળી હતી. 

લખનઉની ખરાબ શરૂઆત
મુંબઈએ આપેલા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી લખનઉ સુપર જાયન્ટ્સે બીજી ઓવરમાં પ્રેરક માંકડ (3) ની વિકેટ ગુમાવી હતી. ત્યારબાદ કાયલ મેયર્સ 18 રન બનાવી ક્રિસ જોર્ડનનો શિકાર બન્યો હતો. કૃણાલ પંડ્યા 8 રન બનાવી આઉટ થયો હતો. 

લખનઉ તરફથી માર્કસ સ્ટોયનિસે સૌથી વધુ 40 રન ફટકાર્યા હતા. સ્ટોયનિસે 27 બોલની ઈનિંગમાં પાંચ ફોર અને એક સિક્સ ફટકારી હતી. નિકોલન પૂરન 0 રન બનાવી આઉટ થયો હતો. દીપક હુડ્ડા 15 રન બનાવી રનઆઉટ થયો હતો. કૃષ્ણપ્પા ગૌતમે 2 રનનું યોગદાન આપ્યું હતું. 

મુંબઈ તરફથી આકાશ મઢવાલે 3.3 ઓવરમાં 5 રન આપી પાંચ વિકેટ ઝડપી હતી. આ સિવાય જોર્ડન અને પીયુષ ચાવલાને એક-એક સફળતા મળી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news