IND vs BAN: આજે દિલ્હીમાં પ્રથમ ટી-20, શિવમ દુબે કરી શકે છે પર્દાપણ

ભારતીય ટીમ આજે સાંજે બાંગ્લાદેશ વિરુદ્ધ 3 ટી20 મેચોની સિરીઝની પ્રથમ મેચ રમવા ઉતરશી તો ફેન્સની નજર અહીં ઓલરાઉન્ડર ખેલાડી શિવમ દુબે પર પણ હશે. કેપ્ટન રોહિત શર્માએ સંકેત આપ્યા છે, જેથી લાગી રહ્યું છે કે, મુંબઈનો આ ખેલાડી આજે પર્દાપણ કરી શકે છે. 

IND vs BAN: આજે દિલ્હીમાં પ્રથમ ટી-20, શિવમ દુબે કરી શકે છે પર્દાપણ

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયા આગામી વર્ષો ઓસ્ટ્રેલિયામાં રમાનારા ટી20 વિશ્વકપ માટે કમર કસી રહી છે. વિશ્વ કપની તૈયારીમાં લાગેલી ટીમ ઈન્ડિયા આજે રાજધાની દિલ્હીના ફિરોઝશાહ કોટલા મેદાન પર બાંગ્લાદેશ વિરુદ્ધ ટી20 મુકાબલામાં ઉતરશે. આ સિરીઝમાં નિયમિત કેપ્ટન વિરાટ કોહલી આરામ પર છે અને તેવામાં તેના સ્થાને રોહિત શર્મા ટીમની કમાન સંભાળી રહ્યો છે. ભારતીય ટીમ વિશ્વ કપ માટે કેટલાક યુવા ખેલાડીઓને અજમાવવા ઈચ્છે છે અને આજે આશા કરવામાં આવી રહી છે કે મુંબઈના ઓલરાઉન્ડર ખેલાડી શિવમ દુબેને પર્દાપણની તક મળી શકે છે. 

ડોમેસ્ટિક ક્રિકેટમાં શાનદાર રમી રહ્યો છે દુબે
ડોમેસ્ટિક ક્રિકેટમાં દુબે સતત પોતાના પ્રદર્શનથી પ્રભાવિત કરી રહ્યો હતો અને આખરે પસંદગીકારોએ જ્યારે બાંગ્લાદેશ વિરુદ્ધ ટીમ પસંદ કરી તો તે શિવમને ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી આપવાથી ન રોકી શક્યા. કોટલા મેચની પૂર્વ સંધ્યા પર કેપ્ટન રોહિત શર્માએ પણ સ્પષ્ટ સંકેત આપ્યો કે તે પોતાની ટીમમાં સામેલ બે યુવા ક્રિકેટરો શિવમ દુબે અને વિકેટકીપર બેટ્સમેન સંજૂ સેમનસમાથી કોઈ એકને તક જરૂર આપશે. 

કેપ્ટન રોહિતનો સંકેત- દુબેને મળશે તક
રોહિતના આ સંકેતો બાદ એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે, પ્રથમ મેચની પ્લેઇંગ ઇલેવનમાં તે શિવમ દુબેને તક આપશે. કારણ કે રોહિતે યુવા વિકેટકીપર રિષભ પંતની ખુબ પ્રશંસા કરી હતી. તેવામાં સ્પષ્ટ છે કે 4 વર્ષ બાદ ટીમ ઈન્ડિયામાં વાપસી કરનાર બીજા વિકેટકીપર બેટ્સમેન સંજૂ સેમસને હજુ પોતાની બીજી ટી20 મેચ રમવા માટે રાહ જોવી પડશે. દુબેની વાત કરીએ તો મુંબઈનો આ 26 વર્ષીય ખેલાડી બોલ અને બેટ બંન્નેથી સારૂ પ્રદર્શન આપવામાં માહિર છે. દુબે મીડિયમ પેસ બોલિંગ અને નિચલા ક્રમમાં આવીને વિસ્ફોટક બેટિંગ કરે છે. હાલમાં વિજય હજારે ટ્રોફીની એક મેચમાં તેણે કર્ણાટક વિરુદ્ધ માત્ર 67 બોલની ઈનિંગમાં 118 રન ફટકાર્યા હતા. આ ઈનિગંમાં તેણે 7 ચોગ્ગા અને 10 છગ્ગા ફટકાર્યા હતા. આ સિવાય દુબેએ ટૂર્નામેન્ટમાં પાંચ વિકેટ પણ પોતાના નામે કરી હતી. 

ટી20 વિશ્વકપ પહેલા મિડલ ઓર્ડર બેટિંગ પર ટીમ ઈન્ડિયાનું ફોકસ
રોહિતનું માનવું છે કે આગામી વર્ષો રમાનારા ટી20 વિશ્વકપ પહેલા મજબૂત મધ્યમક્રમ તૈયાર કરવા માટે વિકલ્પોની કમી નથી. આ સાથે કેપ્ટને પોતાની ટીમમાં યુવાઓમાં સુરક્ષાનો ભાવ જગાવવા માટે તે પણ સ્પષ્ટ કર્યું કે, તે સતત ફેરફાર કરવાની નીતિની વિરુદ્ધ છે. એટલે કે રોહિતે જણાવી દીધું કે, ટીમમાં પોતાની જગ્યા પાક્કી કરવાનું વિચારી રહેલા યુવાઓને તેના નેતૃત્વમાં પોતાની પ્રતિભા દેખાડવાની ભરપૂર તક મળશે. 

મિડલ ઓર્ડર ટીમ ઈન્ડિયાની ચેલેન્જ
રોહિતે કહ્યું, 'અમારી પાસે ઘણા વિકલ્પ છે. યુવા ખેલાડીઓને આત્મવિશ્વાસ હાસિલ કરવા માટે વધુ મેચ આપવી પડશે. થોડા વર્ષ પહેલા ટીમ સંતુલિત હતી, જેથી યુવાઓ પાસે વધુ તક ન હતી. આ સિવાય 4, 5, 6 અને 7 નંબર વચ્ચે ઘણા ફેરફાર થતાં રહ્યાં છે. તેથી અમારા માટે તે ખેલાડીઓને અજમાવવાનો સર્વશ્રેષ્ઠ સમય છે. ઘણા ખેલાડી છે જે આ ભૂમિકા નિભાવી શકે છે. છેલ્લા ઘણા સમયછી ટીમ ઈન્ડિયાનું મિડલ ઓર્ડર તેના માટે પડકાર રહ્યું છે.'

કોઈ મોટા ચહેરા ટીમમાં નહીં તો યુવા દેખાડશે દમ
આ સમયે ટીમની સાથે કેપ્ટન વિરાટ કોહલી સિવાય જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, હાર્દિક પંડ્યા અને રવિન્દ્ર જાડેજા નથી. તેવામાં મનીષ પાંડે, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, રિષભ પંત, દીપક ચહર અને શાર્દુલ ઠાકુર જેવા ખેલાડીઓ પોતાની જગ્યા સ્થાયી કરવાનો સંપૂર્ણ પ્રયત્ન કરશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news