IPL 2022: લખનઉને 62 રને પરાજય આપી ગુજરાત ટાઈટન્સ પ્લેઓફમાં, રાશિદની 4 વિકેટ

ગુજરાત ટાઈટન્સ આઈપીએલના પ્લેઓફમાં પહોંચી ગઈ છે. ગુજરાતે 9મી જીત સાથે 18 પોઈન્ટ મેળવી પ્લેઓફમાં પ્રવેશ કરી લીધો છે. આ સીઝનમાં પ્રથમવાર ઉતરેલી ગુજરાતે ધમાકેદાર પ્રદર્શન કર્યુ છે. 

IPL 2022: લખનઉને 62 રને પરાજય આપી ગુજરાત ટાઈટન્સ પ્લેઓફમાં, રાશિદની 4 વિકેટ

પુણેઃ ગુજરાત ટાઈટન્સ આઈપીએલ-2022ના પ્લેઓફમાં પહોંચનારી પ્રથમ ટીમ બની ગઈ છે. ગુજરાતે લખનઉ સુપર જાયન્ટ્સને 62 રને પરાજય આપી પ્લેઓફમાં દબદબાભેર પ્રવેશ કર્યો છે. ગુજરાતે કુલ 9મી જીત મેળવી છે અને તેના 18 પોઈન્ટ થઈ ગયા છે. ટોસ જીતી પ્રથમ બેટિંગ કરતા ગુજરાતે 20 ઓવરમાં 4 વિકેટે 144 રન બનાવ્યા હતા. જેના જવાબમાં લખનઉએ 13.5 ઓવરમાં 82 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. 

ગુજરાતે પાવરપ્લેમાં ત્રણ વિકેટ ઝડપી
ગુજરાતે આપેલા સામાન્ય લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી લખનઉનો ધબડકો થયો હતો. ડિ કોક 11 રન બનાવી યસ દયાલનો શિકાર બન્યો હતો. કેપ્ટન રાહુલ માત્ર 8 રન બનાવી શમીની ઓવરમાં આઉટ થયો હતો. કરણ શર્મા 4 બોલમાં ચાર રન બનાવી યશ યયાલની ઓવરમાં આઉટ થયો હતો. લખનઉએ પાવરપ્લેમાં 3 વિકેટે 37 રન બનાવ્યા હતા. 

રાશિદ ખાનની ચાર વિકેટ
પાવરપ્લે બાદ રાશિદ ખાને શાનદાર બોલિંગ કરી લખનઉના ચાર બેટરોને પેવેલિયન પરત મોકલી આપ્યા હતા. રાશિદ ખાને કૃણાલ પંડ્યા, જેસન બોલ્ડર, દીપક હુડ્ડા અને આવેશ ખાનને આઉટ કર્યા હતા. લખનઉ તરફથી સૌથી વધુ રન દીપક હુડ્ડાએ બનાવ્યા હતા. હુડ્ડા 26 બોલમાં 27 રન બનાવી આઉટ થયો હતો. 

ગુજરાત તરફથી રાશિદ ખાને 24 રન આપી ચાર વિકેટ ઝડપી હતી. આ સિવાય યશ દયાલ, આર સાંઈ કિશોરેને બે-બે તથા શમીને એક વિકેટ મળી હતી. 

ગુજરાતની ખરાબ શરૂઆત
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ગુજરાત ટાઈટન્સે 8 રન પર પ્રથમ વિકેટ ગુમાવી હતી. રિદ્ધિમાન સાહા માત્ર 5 રન બનાવી મોહસિન ખાનનો શિકાર બન્યો હતો. ત્યારબાદ મેથ્યૂ વેડ 10 રન બનાવી આવેશ ખાનની ઓવરમાં આઉટ થયો હતો. ગુજરાતે પાવરપ્લેમાં 2 વિકેટે માત્ર 35 રન બનાવ્યા હતા. 

શુભમન ગિલની અડધી સદી
ગુજરાત ટાઈટન્સ તરફથી રાશિદ ખાને સૌથી વધુ રન બનાવ્યા હતા. ગિલ 49 બોલમાં 63 રન બનાવી અણનમ રહ્યો હતો. ગિલે પોતાની ઈનિંગમાં સાત ચોગ્ગા ફટકાર્યા હતા. હાર્દિક પંડ્યા માત્ર 11 રન બનાવી આવેશ ખાનની ઓવરમાં ડિ કોકના હાથે કેચઆઉટ થયો હતો. ડેવિડ મિલર 24 બોલમાં 26 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. રાહુલ તેવતિયા 16 બોલમાં ચાર ચોગ્ગા સાથે 22 રન બનાવી અણનમ રહ્યો હતો. 

લખનઉ તરફથી આવેશ ખાને 4 ઓવરમાં 26 રન બનાવી બે વિકેટ ઝડપી હતી. મોહસિન ખાને એક બોલમાં 4 ઓવરમાં 18 રન આપી એક વિકેટ લીધી હતી. તો હોલ્ડરને એક સફળતા મળી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news