આ જન્મતિથિવાળા લોકોને શનિદેવ રંકથી બનાવી દે છે રાજા, જીવનમાં ખુબ મેળવે છે ધન-સંપત્તિ

અંકશાસ્ત્રમાં દરેક વ્યક્તિની જન્મતારીખથી તેનું ભાગ્ય જાણી શકાય છે. અંક શાસ્ત્ર અનુસાર મૂળાંક 8 સાથે જોડાયેલા લોકો ભાગ્યથી વધુ કર્મ પર વિશ્વાસ કરે છે. 
 

આ જન્મતિથિવાળા લોકોને શનિદેવ રંકથી બનાવી દે છે રાજા, જીવનમાં ખુબ મેળવે છે ધન-સંપત્તિ

નવી દિલ્હીઃ અંક શાસ્ત્ર અનુસાર જ્યારે કોઈ વ્યક્તિનો જન્મ થાય છે તો જે જન્મતિથિમાં તેનો જન્મ થાય છે, તે જન્મતિથિથી તેનો પ્રભાવ તે વ્યક્તિ પર જીવનભર પડે છે. કારણ કે જન્મતિથિથી વ્યક્તિના મૂળાંકનું નિર્માણ થાય છે અને આ મૂળાંકનો સંબંધ કોઈને કોઈ ગ્રહ સાથે હોય છે. અહીં અમે મૂળાંક 8 વિશે વાત કરીશું. જેનો સંબંધ શનિ દેવ સાથે છે. મતલબ જે વ્યક્તિઓનો જન્મ મહિનાની 8, 17 કે 26 તારીખે થાય છે તે લોકોનો મૂળાંક 8 થાય છે. જે લોકો પર મૂળાંક 8નો પ્રભાવ હોય છે, તે લોકો ભાગ્યથી વધુ કર્મ પર વિશ્વાસ રાખે છે. સાથે તે લોકો પર શનિ દેવની વિશેષ કૃપા રહે છે. આવો જાણીએ મૂળાંક 8 સાથે જોડાયેલી રસપ્રદ જાણકારી..

શનિ દેવ રંકથી બનાવી દે છે રાજા
અંક શાસ્ત્ર અનુસાર જે લોકોનો મૂળાંક 8 હોય છે. તે લોકો પર શનિદેવની વિશેષ કૃપા હોય છે. સાથે તે લોકો ધનવાન હોય છે અને ખુબ સંપત્તિ હોય છે. તો આ લોકોનું ભાગ્ય 30 વર્ષ બાદ ચમકે છે. એટલે કે 30 વર્ષ બાદ આ લોકો ખુબ પ્રગતિ કરે છે. કારણ કે શનિ દેવ વ્યક્તિને મહેનતનું ફળ આપે છે. તો આ મૂળાંક સાથે જોડાયેલ વ્યક્તિ ભૌતિક સુખનો ઉપભોગ ઓછો કરે છે. એટલે કે આવા લોકો સાદુ જીવન અને ઉચ્ચ વિચારવાળા હોય છે. તો આ લોકો કોઈ વાતના ઊંડાણ સુધી જાય છે, ત્યારે તે કોઈ નિષ્કર્ષ પર નિકળે છે. આ લોકો જે કાર્ય કરે છે તેને ચુપચાર કોઈને જણાવ્યા વગર પૂર્ણ કરે છે. 

ભાગ્યથી વધુ કર્મ પર વિશ્વાસ કરે છે
મૂળાંક 8 સાથે જોડાયેલ વ્યક્તિ ભાગ્યથી વધુ કર્મ પર વિશ્વાસ રાખે છે. સાથે આ લોકો જે કામ હાથમાં તે તે કોઈને જણાવ્યા વગર પૂરુ કરે છે. આ લોકો મહેનતી અને કર્મઠ હોય છે. આ લોકો ચાપલૂસી કરવાનું પસંદ કરતા નથી. સાથે આ લોકો પોતાની શક્તિઓનો ઓછો પ્રયોગ કરે છે. 

આ ક્ષેત્રમાં મેળવે છે નામના
મૂળાંક 8 સાથે જોડાયેલા લોકો પેટ્રોલ, ઓઈલ, લોખંડ અને ખનિજ પદાર્થથી જોડાયેલો વેપાર કરે તો સારી સફળતા મેળવે છે. સાથે નોકરીની વાત કરીએ તો આ લોકો એન્જિનિયર, ઈલેક્ટ્રોનિક્સ, ઓટોમોબાઇલ, તેલ, પેટ્રોલ પંપ, રિયલ એસ્ટેટ, કંસ્ટ્રક્શનથી સંબંધિત કરિયરની પસંદગી કરે તો સારી સફળતા મળી શકે છે. 

Zee 24 kalakના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news