Puja ke Niyam: આરતી પછી શા માટે બોલવામાં આવે છે કર્પૂરગૌરં મંત્ર ? જાણો કારણ

Puja ke Niyam: જ્યારે પણ આરતી થાય છે તો તેના પછી કર્પૂરગૌરં મંત્ર બોલવામાં આવે છે. દરેક જગ્યાએ આવું થાય છે પરંતુ શું તમે જાણો છો કે આ મંત્ર આરતી પછી શા માટે બોલવાનો હોય છે ? આ મંત્ર બોલવાથી પૂજા કરનારને શું લાભ થાય છે ? ચાલો આજે તમને જણાવીએ.

Puja ke Niyam: આરતી પછી શા માટે બોલવામાં આવે છે કર્પૂરગૌરં મંત્ર ? જાણો કારણ

Puja ke Niyam: હિન્દુ ધર્મના તમામ દેવી દેવતાઓની પૂજા પછી આરતી કરવાનું વિધાન છે. એવું કહેવાય છે કે આરતી કરવાથી દેવી-દેવતાઓની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે અને પૂજા કર્યાનું પૂર્ણ ફળ મળે છે. જ્યારે આરતી કરવામાં આવે છે તો સંપૂર્ણ વાતાવરણમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. સાથે જ જ્યારે પણ આરતી થાય છે તો તેના પછી કર્પૂરગૌરં મંત્ર બોલવામાં આવે છે. દરેક જગ્યાએ આવું થાય છે પરંતુ શું તમે જાણો છો કે આ મંત્ર આરતી પછી શા માટે બોલવાનો હોય છે ?

કર્પૂરગૌરં મંત્રનો સંબંધ શિવજી સાથે છે તેને શિવ મંત્ર પણ કહેવાય છે. આ મંત્રમાં શિવજીના દિવ્ય સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે. આ મંત્રથી શિવજીને પ્રાર્થના કરવામાં આવે છે કે, મનમાંથી મૃત્યુનો ભય દૂર કરી જીવનને સુખમય બનાવે.

શક્તિશાળી શિવ મંત્ર

કર્પૂરગૌરં કરુણાવતારં સંસારસારં ભુજગેન્દ્રહારમ્
સદા બસન્તં હૃદયારબિન્દે ભવં ભવાનીસહિતં નમામિ

હિન્દુ ધર્મમાં કોઈ પણ દેવી દેવતાની પૂજા થાય કે પછી ઘરમાં કોઈ પૂજા કે અનુષ્ઠાન થાય તો સૌથી પહેલા ગણેશજીની આરાધના કરવાનું વિધાન છે. તેવી જ રીતે પૂજા કર્યા પછી આરતી કરી અને કર્પૂરગૌરં મંત્ર બોલવાનો નિયમ છે. 

આ મંત્ર વિશે કહેવાય છે કે જ્યારે શિવજી અને માતા પાર્વતીના લગ્ન થઈ રહ્યા હતા ત્યારે આ સ્તુતિ ભગવાન વિષ્ણુએ ગાઈ હતી. તેથી તેનું મહત્વ વધી જાય છે. પૂજા કર્યા પછી આરતી કરી આ મંત્રનો જાપ કરવાથી શિવજી અને ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને પૂજા કરનાર વ્યક્તિને તેની પૂજાનું શુભ ફળ પ્રાપ્ત થાય છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news