Raw Banana: પાકા નહી કાચા કેળા પણ છે સ્વાસ્થ્યનો ખજાનો, 5 રીતે પહોંચે છે ફાયદો

Raw Banana Benefits: કેળા એક ખૂબ જ પૌષ્ટિક ફળ છે જેમાં અનેક પ્રકારના પોષક તત્વો મળી આવે છે. આ એક સામાન્ય ફળ છે જેને ખરીદવા માટે તમારે વધારે પૈસા ખર્ચવા પડતા નથી, પરંતુ શું તમે કાચું કેળું ખાધુ છે, તે થોડું વિચિત્ર લાગશે, પરંતુ તમે તેને ચિપ્સ અથવા શાકભાજીની જેમ ખાઈ શકો છો. ભારતના પ્રખ્યાત ન્યુટ્રિશન એક્સપર્ટ નિખિલ વત્સે જણાવ્યું કે જો તમે નિયમિતપણે કાચા કેળા ખાઓ તો સ્વાસ્થ્યને શું ફાયદો થઈ શકે છે.

એન્ટીઑકિસડન્ટ્સથી ભરપૂર

1/5
image

કાચા કેળા એન્ટીઑકિસડન્ટ્સ (Antioxidants) થી ભરપૂરછે જે ફ્રી રેડિકલ (Free Radicals) સામે લડવામાં મદદ કરે છે, જેનાથી (Cancer) કેન્સર અને ઓક્સિડેટીવ નુકસાન જેવા રોગોનું જોખમ ઘટી જાય છે.   

ડાયાબિટીસમાં અસરકારક

2/5
image

કાચા કેળા ઓછા મીઠા હોય છે કારણ કે તેમાં પીળા કેળા કરતા ઓછી ખાંડ હોય છે. આ સિવાય કાચા કેળામાં વધુ પ્રતિરોધક સ્ટાર્ચ પણ હોય છે જે હેલ્ધી બ્લડ સુગર લેવલને જાળવી રાખવામાં મદદ કરી શકે છે. કાચા લીલા કેળામાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ લગભગ 30 હોય છે જે ડાયાબિટીસના દર્દીઓ માટે સારું છે.

પાચન બરાબર થશે

3/5
image

કાચા કેળામાં બાઉન્ડ ફિનોલિક્સ (Bound Phenolics) પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે જે પ્રીબાયોટિક અસર ધરાવે છે. તેનાથી સારા બેક્ટેરિયા આપણા પેટ અને નાના આંતરડામાં પહોંચે છે અને પાચનને સુધારવામાં મદદ કરે છે.

હૃદયના સ્વાસ્થ્યમાં સુધારો થશે

4/5
image

કાચા કેળામાં આવા પોષક તત્વો મળી આવે છે જે હૃદયના સ્વાસ્થ્ય માટે ઉત્તમ માનવામાં આવે છે. પાકેલા કેળાની જેમ, તેમાં પોટેશિયમ (Potassium) પણ હોય છે જે બ્લડ પ્રેશર (Blood Pressure) જાળવી શકે છે અને હૃદયની લય (Heart Rhythm) ને પણ નિયંત્રિત કરી શકે છે.

વજન ઘટશે

5/5
image

આપણામાંના ઘણા વજન ઘટાડવાનો પ્રયાસ કરે છે, પરંતુ સફળતા પ્રાપ્ત કરતા નથી. એવામાં જો તમે કાચા ઘેલા ખાશો તો તમને ભરપૂર પ્રમાણમાં ફાઈબર મળશે અને તમને ઓછી કેલરી પણ મળશે. તેનાથી ભૂખ ઓછી લાગે છે, તમે ઓછું ખાઓ છો અને ધીમે ધીમે વજન ઘટે છે.

Disclaimer: પ્રિય વાચક, અમારા સમાચાર વાંચવા બદલ આભાર. આ સમાચાર ફક્ત તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યા છે. અમે આ લખવા માટે ઘરેલું ઉપચાર અને સામાન્ય માહિતીની મદદ લીધી છે. જો તમે ક્યાંય પણ તમારા સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ વાંચો છો, તો તેને અપનાવતા પહેલા ચોક્કસપણે ડૉક્ટરની સલાહ લો.