Mukesh Ambani ની આ કંપનીને થયો રેકોર્ડબ્રેક નફો, દલાલ સ્ટ્રીટ પર દોડ્યો શેર

Jio Financial Share Price: કંપની દ્વારા શેરબજારને આપવામાં આવેલી માહિતીમાં કહેવામાં આવ્યું છે કે સપ્ટેમ્બરમાં પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં નફો બમણો થઈને 668.18 કરોડ રૂપિયા થઈ ગયો છે. અગાઉ જૂનમાં પૂરા થયેલા ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો રૂ. 331.92 કરોડ હતો.

1/5
image

મુકેશ અંબાણીની ફાઇનાન્શિયલ સર્વિસ કંપની Jio Financial Services Limited રેકોર્ડ નફો કર્યા બાદ તેના શેરમાં વધારો જોવા મળી રહ્યો છે. સોમવારે સવારે રૂ. 224.85 પર બંધ થયેલ Jio ફાઇનાન્સિયલ સર્વિસિસનો શેર મંગળવારે સવારે રૂ. 232 પર ખૂલ્યો હતો.

2/5
image

શરૂઆતી ટ્રેડિંગ સેશન દરમિયાન શેર પણ રૂ. 233.50ની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટર (જુલાઈ-સપ્ટેમ્બર)માં નફો બમણો કર્યા બાદ Jio ફાઈનાન્શિયલના શેરમાં વધારો નોંધવામાં આવ્યો છે. શરૂઆતી ઉછાળા બાદ પ્રોફિટ બુકિંગના કારણે કંપનીના શેરમાં ઘટાડાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. ઈન્ટ્રાડે રૂ. 233.50ના સ્તરે પહોંચ્યા બાદ શેર ઘટીને રૂ.226ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે.

3/5
image

કંપનીએ શેરબજારને આપેલી માહિતીમાં જણાવવામાં આવ્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષના સપ્ટેમ્બરમાં પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં તે બમણું થઈને 668.18 કરોડ રૂપિયા થઈ ગયું છે. અગાઉ જૂનમાં પૂરા થયેલા ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો રૂ. 331.92 કરોડ હતો. આ હિસાબે સપ્ટેમ્બર ક્વાર્ટરનો નફો બમણાથી વધુ છે.

4/5
image

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડથી અલગ થઈને માર્કેટમાં લિસ્ટ થયા બાદ કંપનીનું આ પ્રથમ નાણાકીય પરિણામ છે. જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસની આવક સપ્ટેમ્બર 2023ના અંતે પૂરા થયેલા ક્વાર્ટરમાં વધીને રૂ. 608.04 કરોડ થઈ હતી, જે જૂન ક્વાર્ટરમાં રૂ. 414.13 કરોડ હતી. આને રૂ. 216.85 કરોડની ડિવિડન્ડ આવકથી મદદ મળી હતી.

5/5
image

કંપનીએ અગાઉ કહ્યું હતું કે તે સંપૂર્ણ નાણાકીય સેવા કંપની બનવાનું લક્ષ્ય ધરાવે છે. તેણે પહેલેથી જ એસેટ મેનેજમેન્ટ કંપની શરૂ કરવાની યોજના જાહેર કરી છે. કંપની આગામી સમયમાં વીમા ક્ષેત્રમાં પણ બિઝનેસ શરૂ કરવાની યોજના ધરાવે છે. તાજેતરમાં શેરબજારમાં લિસ્ટ થયેલા આ સ્ટોકનું 52 સપ્તાહનું રેકોર્ડ સ્તર રૂ. 278.20 છે અને નીચું સ્તર રૂ. 205.15 છે.