Banana Storage Tips: ફ્રિજ વિના પણ કેળાને દિવસો સુધી રાખી શકો છો ફ્રેશ, આ રીતે કરવા સ્ટોર

Banana Storage Tips: કેળા એવું ફળ છે જેને મોટાભાગના લોકો ખાવાનું પસંદ કરે છે. કેળાનો ઉપયોગ અન્ય ફળની સરખામણીમાં સૌથી વધુ થતો હોય છે. કેળા ડઝનમાં મળે છે તેથી ઘણી વખત એવું થાય છે કે શરૂઆતના દિવસોમાં કેળા સારા રહે છે પરંતુ જેમ જેમ દિવસો પસાર થાય તેમ કેળા કાળા પડવા લાગે છે.  કેળાની તાસીર ઠંડી હોય છે તેથી તેને ફ્રિજમાં રાખવા પણ યોગ્ય નથી. તેથી કેળાને રસોડામાં જ આ ટીપ્સ ફોલો કરી સ્ટોર કરવા. આમ કરવાથી તે દિવસો સુધી ખરાબ નહીં થાય.

પ્લાસ્ટિક બાંધો

1/5
image

કેળા ને લાંબા સમય સુધી ફ્રેશ રાખવા માટે કેળાની ઉપરનો જે ભાગ હોય તેની ચારે તરફ પ્લાસ્ટિકની સેલોટેપ કે પ્લાસ્ટિકને રેપ કરીને રાખી દો. આ રીતે કેળા રાખશો તો દિવસો સુધી તે કાળા નહીં પડે.

હેંગ કરીને રાખો

2/5
image

કેળા ખરાબ ન થઈ જાય તે માટે વેપારીઓ પણ તેને લટકાવીને રાખતા હોય છે. તમારે ઘરે પણ બસ આ જ કામ કરવાનું છે. કેળાના ગુચ્છા ને દોરી વડે બાંધીને રસોડામાં ટાંગીને રાખો તેનાથી કેળા લાંબા દિવસો સુધી ખરાબ નથી થતા.

વિટામિન સી ટેબ્લેટ

3/5
image

જો તમે કેળાને તાજા રાખવા માંગો છો તો બજારમાંથી વિટામીન સીની ટેબલેટ લઈ આવો અને એક ગ્લાસ પાણીમાં તેને પલાળી દો. હવે કેળાને એક એક કરીને આ પાણીમાં પલાળીને રાખી દો. 

વેક્સ પેપર

4/5
image

કેળાને ઘણા દિવસો સુધી ફ્રેશ રાખવા હોય તો વેક્સ પેપરનો ઉપયોગ કરી શકાય છે. વેક્સ પેપરમાં કેળા વીંટીને અથવા તો કેળા ઉપર વેક્સ પેપર ઢાંકીને રાખવાથી કેળા ઝડપથી ખરાબ થતા નથી.

5/5
image