ભાદર નદીના પુલ પરથી કાર નીચે ખાબકતા ભયાનક અકસ્માત, ચાર લાશ બહાર કઢાઈ

Rajkot Accident News : રાજકોટ જિલ્લાના ધોરાજી નજીક ગમખ્વાર અકસ્માતમાં ચારના કમકમાટીભર્યાં મોત નિપજ્યાં છ. ધોરાજી ભાદર-2 નદીના પુલ ઉપરથી કાર નદીમાં નીચે ખાબકી હતી. જોકે, હાલ પોલીસ તપાસ કરી રહી છે કારમાં કોણ સવાર હતું, અને કાર ક્યાંથી આવી રહી હતી અને ક્યાંથી જઈ રહી હતી.

1/8
image

પ્રાપ્ત માહિતી અનુસાર, કાર ઉપલેટાથી ધોરાજી તરફ આવી રહી હતી એ દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો. I20 કાર ચાલક સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા કાર ડીવાઈડર તોડી પુલ નીચે ખાબકી હતી.

2/8
image

પુલ પરથી કાર નીચે ખાબકતા પાણીમાં ગરકાવ થઈ હતી. કારના પાણીમાં ડુબવાના દ્રશ્યો અત્યંત ભયાવહ બની રહ્યા હતા.

3/8
image

કારમાં સવાર ચાર લોકોના મોત નિપજ્યા છે. કારમાં એક પુરુષ અને ત્રણ મહિલા સવાર હતા. કારમાં સવાર ચારે વ્યકિતનાં મોત નપજતા અરેરાટી સર્જાઈ હતી.   

4/8
image

તરવૈયાઓની મદદથી લાશોને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે ધોરાજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. ધોરાજી પોલીસ ઘટના સ્થળે દોડી આવી કાર્યવાહી હાથ ધરી હતી. 

5/8
image

હાલ કાર કોની છે, કારમાં કોણ કોણ હતુ, તેઓ ક્યાંથી આવી રહ્યા હતા અને ક્યા જઈ રહ્યા હતા તે દિશામાં તપાસ શરૂ કરાઈ છે.   

6/8
image

7/8
image

8/8
image