ભક્તોની અનોખી યાત્રા! વિશ્વ કલ્યાણના સંદેશા સાથે જામનગરથી 6 શ્રદ્ધાળુઓ બાઈક પર અમરનાથની યાત્રાએ રવાના

મુસ્તાક દલ/જામનગર: અમરનાથ યાત્રાને લઈને ભોલે બાબાની ભક્તિ પણ અનોખી હોય છે. ત્યારે વિશ્વ કલ્યાણ અર્થે જામનગરના ત્રણ બાઇક પર સવાર 6 શ્રદ્ધાળુઓ આજે જામનગરના સિદ્ધનાથ મહાદેવના મંદિરેથી પૂજા અર્ચના કર્યા બાદ અમરનાથની યાત્રાએ મોટરસાયકલ પર જવા રવાના થયા છે.

1/5
image

જામનગરથી છેલ્લા 13 વર્ષ બાઈકમાં અમરનાથ યાત્રાએ જતા દિલીપસંગ ભીમસંગ જાડેજા દર્શન માટે જાય છે. અગાઉ તેઓ એકલા અને મિત્રો સાથે જામનગર થી અમરનાથ બાઇક યાત્રા કરી ચૂક્યા છે આ વર્ષે ધર્મેન્દ્રસિંહ રાઠોડ, કિશોરસિંહ રાઠોડ, વિજેન્દ્રસિંહ દિલીપસિંહ જાડેજા, જયરાજસિંહ પિંગળ, દુર્લભભાઈ પટેલ ત્રણ બાઈકો લઈ જામનગરથી અમરનાથ રવાના થયા છે. 

2/5
image

જામનગર થી નીકળેલા ત્રણેય શિવ ભક્તો સામખયારી, રાધનપુર થઈ સૂઈ, વાવ, થરાદ, સાચોડ, રામદેવડા, બિકાનેર સુરજગઢ, હનુમાનગઢ, ગંગા નગર, ફીરોજપુર, અમૃતસર, પઠાણકોટ, જમ્મુ, શ્રીનગર, બાલતાલ પહોંચી અંદાજે 10 થી 11 દિવસે રસ્તામાં રાત્રી રોકાણ કરતા કરતા અમરનાથ દર્શનાર્થે પહોંચશે. આગામી 17 જુલાઈએ અમરનાથ રજીસ્ટ્રેશન પણ કરવામાં આવ્યું છે. જ્યાં જામનગર થી અમરનાથ જતા શિવભકતો દર્શન કરશે. 

3/5
image

4/5
image

5/5
image