Parenting Tips: માતા-પિતાની આ 10 આદતો બરબાદ કરી શકે છે બાળકોનું ભવિષ્ય, ધ્યાનથી વાંચો

Parenting Tips for parents: કોઈપણ બાળકના પ્રથમ શિક્ષક તેના માતા-પિતા હોય છે. માતા-પિતા બાળક સાથે જે રીતે વર્તે છે. બાળકના મન પર તેની બરાબર એવી જ અસર થાય છે. આવી સ્થિતિમાં, અમે તમને માતા-પિતાની તે આદતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે તેમના બાળકોનું જીવન બગાડી શકે છે.

Parenting Tips: માતા-પિતાની આ 10 આદતો બરબાદ કરી શકે છે બાળકોનું ભવિષ્ય, ધ્યાનથી વાંચો

Parenting Tips for parents: આજના યુગમાં બાળકને યોગ્ય રીતે ઉછેરવું એ સરળ કાર્ય નથી. તમે જે રીતે બાળકો સાથે વર્તશો, તેઓ પણ તે જ રીતે અન્ય લોકો સાથે વર્તશે. આજના વ્યસ્ત જીવનમાં માતા-પિતા પાસે તેમના બાળકો માટે એમ પણ સમયનો અભાવ હોય છે. આવી સ્થિતિમાં ઘણા પડકારો વચ્ચે ઘણા માતા-પિતા ઘણીવાર આવી ભૂલો કરે છે જેના કારણે તેમના બાળકો બગડે છે. ચાલો તમને ભારતીય માતા-પિતાની તે આદતો વિશે જણાવીએ, જે બાળકોનું જીવન બરબાદ કરી શકે છે.

1. ફોનનો ઉપયોગ કરવાની છૂટ
આજકાલ લાખો બાળકો ખાસ કરીને કોરોના મહામારી બાદ મેદાનમાં રમવાથી તેમના માનસિક અને શારીરિક સ્વાસ્થ્યમાં સુધારો થાય છે. પરંતુ મેદાનમાં રમવાને બદલે બાળકો સ્માર્ટફોન, લેપટોપ અથવા કમ્પ્યુટર પર ગેમ રમવાનું પસંદ કરે છે. જે બાળકો ગેમ્સ રમવાનું પસંદ નથી કરતા તેઓ યુટ્યુબ પર કલાકો સુધી વીડિયો જુએ છે. જેના કારણે ના માત્ર બાળકની આંખો અને માનસિક સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે પરંતુ તેમના સર્વાંગી વિકાસ પર અસર પડે છે.

2. શીખવવાને બદલે ઠપકો
ઘણા માતા-પિતા નાની-નાની વાત પર તેમના બાળકોને ઠપકો આપવાનું શરૂ કરી દે છે, ખાસ કરીને ભણતી વખતે કંઈ સમજતું ન હોય તો તેને ઠપકો આપવા લાગે છે. આનાથી બાળક આગળ કંઈપણ પૂછતા ડરે છે. માતા-પિતાની ચીસો અને ગુસ્સાની આડ અસર એ થઈ શકે છે કે આગળ જતાં તમારું બાળક પણ ખૂબ ગુસ્સવાળી વૃતિ ધરાવતો થઈ શકે છે.

3. ધીરજ રાખતા ન શીખવાડવું
આજની પેઢીને એક બાબતનો સામનો કરવો પડે છે તે છે ધીરજનો અભાવ. આવી સ્થિતિમાં તે મહત્વપૂર્ણ છે કે તમે પોતે ધીરજ રાખો, એટલે કે સૌથી પહેલા તમારામાં ધીરજ લાવો, ખાસ કરીને તે પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં જ્યારે તમે પરેશાન હોવ. એટલે કે, તમારા માટે એ ધ્યાનમાં રાખવું પણ ખૂબ જ જરૂરી છે કે તમારે તમારા બાળકને ધીરજ રાખવાનું શીખવવું જોઈએ.

4. હંમેશા જીતવાની પ્રેરણા
આજના બાળકોમાં વાત-વાત પર જીતવાની ભાવના ઝડપથી વધી છે. આ સ્પર્ધાના યુગની મજબૂરી નથી, પરંતુ આ એક એવો ટ્રેન્ડ છે જેનું ચલણ ઘણું વધી ગયું છે. કારણ કે આવા કિસ્સાઓમાં મોટાભાગના વાલીઓ બાળકોને જીતવા માટે પ્રોત્સાહિત કરે છે. આવું કરવું ખોટું નથી, પરંતુ તેની સાથે માતા-પિતાએ પણ પોતાના બાળકોને નિષ્ફળતા જેવી પરિસ્થિતિનો સામનો કરવાનું શીખવવું જોઈએ. કારણ કે અમુક કિસ્સામાં નિષ્ફળતામાંથી શીખવું પણ બાળકના ગ્રોથ અને વિકાસ માટે ખૂબ જ જરૂરી છે.

5. જીદને પ્રેમ સમજવો
ઘણા માતા-પિતા પોતાના માથાનો દુખાવો અને સમય બચાવવા માટે પોતાના બાળકોની દરેક જીદને પ્રેમ સમજીને તેને કંઈપણ કહ્યા વગર પૂરી કરી દે છે. આવી સ્થિતિમાં, તેમના બાળકો શીખી શકતા નથી કે તેમની લાગણીઓને કેવી રીતે નિયંત્રિત કરવી. સાથે જ એ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે બાળકોની દરેક જીદ તરત પૂરી થવાને કારણે તેઓ પોતાના જીવનમાં સાચા-ખોટાનો ભેદ કરતા શીખતા નથી.

6. સરખામણી
બધા બાળકો સરખા હોતા નથી. દરેક વ્યક્તિમાં કંઈક સારું કે ખરાબ હોઈ શકે છે. તમારું બાળક કોઈપણ એક કાર્યમાં અન્ય કરતા શ્રેષ્ઠ ન હોઈ શકે, પરંતુ કેટલીક બાબતો એવી હશે જેમાં તે સૌથી આગળ અને શ્રેષ્ઠ હશે. તેથી આ સ્થિતિમાં તમારા બાળકની સરખામણી બીજા કોઈ સાથે ન કરો.

7. વસ્તુઓનો ત્યાગ ન કરવો
બાળકોના સારા સ્વાસ્થ્ય અને ભવિષ્ય માટે તમારે તમારામાં પણ પરિવર્તન લાવવું જરૂરી છે. આવી સ્થિતિમાં બાળકો પર કંઈપણ લાદતા પહેલા તમારે બાળકની સામે તમારી કેટલીક આદતો બદલવી જરૂરી છે.

8. માંગ કરતા પહેલા ઈચ્છા પુરી કરવી
ઘણી વખત માતા-પિતા બાળકોના માંગતા પહેલા વસ્તુઓ લાવી આપે છે. આવી સ્થિતિમાં ધ્યાનમાં રાખો કે તમે તમારા બાળકની ફક્ત તે જ જરૂરિયાતો પૂરી કરો જે યોગ્ય છે અને તે વસ્તુઓ જેની તેને ખરેખર જરૂર છે.

9. બાળકને દોષ આપવો
જો તમને તમારા બાળકનું વર્તન ખરાબ લાગતું હોય તો તેના માટે તેને ખરાબ ન બોલો કારણ કે ક્યાંક ને ક્યાંક તેણે તે વસ્તુ જે તમને તમારા માટે ગમે છે પરંતુ બીજા માટે નહીં, તે તેણે તમારી પાસે અથવા તમારી નજીકના લોકો પાસે શીખી હશે. સારું પેરેંટિંગ એ છે કે તમે ગમે તેટલા ગુસ્સામાં હોવ, પરંતુ તે ગુસ્સો બાળકો પર ન કાઢો.

10. નિર્ણય લેવાની આઝાદી
કેટલીકવાર માતા-પિતા બાળકને કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે ઘણા વિકલ્પો આપે છે અને તેને જાતે નિર્ણય લેવાનું કહે છે. જોકે, જાતે નિર્ણય લેવા પર બાળકમાં એક સમજણ આવે છે, પરંતુ ઘણી વખત તેનાથી બાળક કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવાની જગ્યાએ અને અન્ય લોકો સાથે એડજસ્ટ થવાને બદલે બીજો વિકલ્પ પસંદ કરવાનું શરૂ કરે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news