જો આ 6 સંકેત જોવા મળે તો સમજી લેવું કે પત્નીને તમારામાં નથી રસ! પારકા પુરુષ સાથે ચાલી રહ્યું છે અફેર

Relationship Tips: ક્યાંક તમારી પત્ની તો તમારી સાથે બેવફાઈ નથી કરી રહી ને? એ વાતને સુનિશ્ચિત કરવા માટે તમે કેટલાક સંકેતો જાણી શકો છો. સામાન્ય રીતે આવા સંકેતો મહિલાઓના વ્યવહારમાં ત્યારે જોવા મળતા હોય છે જ્યારે તે તેના પાર્ટનરથી કઈક છૂપાવીને કરતી હોય છે...જેમ કે બીજા પુરુષ સાથે સંબંધ. 

જો આ 6 સંકેત જોવા મળે તો સમજી લેવું કે પત્નીને તમારામાં નથી રસ! પારકા પુરુષ સાથે ચાલી રહ્યું છે અફેર

પતિ અને પત્નીનો સંબંધ ભરોસા પર ટકેલો છે, આવામાં તમારા પાર્ટનરનું દગો કરવો એ કોઈ જુલ્મથી જરાય કમ નથી. પરંતુ અનેકવાર વ્યક્તિ પોતાના સંબંધમાં ખુશ ન હોય કે તેના પાર્ટનરની અપેક્ષાઓને પૂરી ન કરી શકે તો કોઈ અન્ય વ્યક્તિ સાથે નીકટતા વધવા લાગે છે. આ પ્રકારના એક્સ્ટ્રા મેરિટલ અફેર ફક્ત પુરુષો જ નહીં પરંતુ સ્ત્રીઓ પણ કરે છે. જો કે અનેક સ્ટડી મુજબ લગ્ન બાદ પતિને દગો આપનારી મહિલાઓની સંખ્યા પત્નીને દગો કરનાર પુરુષોની સરખામણીમાં ઓછી છે. 

આવામાં ક્યાંક તમારી પત્ની તો તમારી સાથે બેવફાઈ નથી કરી રહી ને? એ વાતને સુનિશ્ચિત કરવા માટે તમે કેટલાક સંકેતો જાણી શકો છો. સામાન્ય રીતે આવા સંકેતો મહિલાઓના વ્યવહારમાં ત્યારે જોવા મળતા હોય છે જ્યારે તે તેના પાર્ટનરથી કઈક છૂપાવીને કરતી હોય છે...જેમ કે બીજા પુરુષ સાથે સંબંધ. 

નાની નાની ચીજો કરીને પ્રેમ જતાવતી નથી
નાની નાની ચીજોથી જ પતિ અને પત્નીનો પ્રેમ મજબૂત થતો હોય છે. સવારે એક બીજા માટે ચા બનાવવી, કામ પહેલા ગુડબાય કિસ આપવી, વખાણ કરવા, સરપ્રાઈઝ કરવું, ભેટવું એ ખુશખુશાલ સંબંધોની કૂંજી છે. આવામાં જ્યારે તમારી પત્ની નાની નાની ચીજો કરવાનું બંધ કરી દે જે પહેલા કરતી હતી તો એ સંકેત હોઈ શકે કે તે કોઈ અન્ય પુરુષ માટે આ બધુ કરી રહી છે. આ સંકેતનો બીજો અર્થ એ થઈ શકે કે તે તમારી સાથે સંબંધમાં ખુશ ન હોય. 

અચાનક પ્રાઈવસીને લઈને ચિંતિત રહેવું
જો તમારી પત્ની મોબાઈલ કે લેપટોપ જેવા ગેઝેટ્સની પ્રાઈવસીને લઈને વધુ ચિંતિત રહેવા લાગી હોય તો 99 ટકા ચાન્સ છે કે તે દગો કરી રહી છે. આ ઉપરાંત ફોન આવતા જ એકાંતમાં જતા રહેવું, ફોનને બીજા કોઈને આપવાથી બચવું, લેપટોપ કે ટેબલેટની બ્રાઉઝર હિસ્ટ્રી હટાવી દેવી એ પણ એકસ્ટ્રા મેરિટલ અફેરના સંકેત છે. ધ્યાન રાખવું કે પતિ અને પત્ની હોવાનો અર્થ એ નથી કે તમામ પાસવર્ડ એકબીજા સાથે શેર કરવામાં આવે પરંતુ પાર્ટનર સાથે તેને શેર કરવામાં કોઈ મુશ્કેલી પણ ન  હોવી જોઈએ. 

ઓછો સમય આપો તો પણ ફરિયાદ ન કરે
પત્નીઓને એ પસંદ હોય છે કે પતિ તેમની સાથે વધુમાં વધુ સમય પસાર કરે. આવામાં જો તમારી પત્ની હવે તમારી સાથે ક્યાંક જવામાં બચતી હોય કે સાથે ઓછો સમય વિતાવવા પર કોઈ ફરિયાદ ન કરતી હોય, તમારા મોડા ઘરે આવવા ઉપર પણ કોઈ વાંધો ન ઉઠાવતી હોય તો સાવધાન  થઈ જજો. કારણ કે આ ફેરફાર કોઈ અન્ય પુરુષ સાથે સંબંધ હોવાનું પરિણામ હોઈ શકે છે. 

આખો દિવસ ફોન પર વ્યસ્ત રહેવું
જો આજકાલ તમે તમારી પત્નીને મોટાભાગે ફોન પર વાત કરતા કે મેસેજ કરતા જોતા હોવ તો સતર્ક થઈ જજો. કારણ કે આ સંકેત છે કે તે કોઈ અન્ય વ્યક્તિની નજીક જઈ રહી છે. આ સાથે જ તેમના મૂડ પર ધ્યાન આપજો. જો તે કોઈ પણ કારણવગર ખુશ રહેતી હોય કે દુખી નજરે ચડે તો એ વાત પણ પાક્કી કરે છે કે તેનું કોઈ અન્ય પુરુષ સાથે અફેર છે. 

ઘરથી દૂર રહેવું
જો ઘરથી દૂર જવા માટે નાના મોટા બહાના કાઢવામાં આવતા હોય કે પછી ઓફિસના બહાને વધુ ટાઈમ પત્ની બહાર રહેતી હોય તો આ તમારા માટે એક ખરાબ સંકેત છે. બની શકે કે આ બધા બહાના તેના બોયફ્રેન્ડ સાથે સમય વિતાવવા માટે તે બનાવતી હોય. 

સંબંધ બનાવવાથી બચતી હોય
પોતાના પાર્ટનર સાથે સેક્સ ન કરવું કે હંમેશા તેનાથી બચવાની કોશિશ કરવી એ દગાબાજ વ્યક્તિની સૌથી મોટી ઓળખ છે. જો કે તેના બીજા પણ કારણો હોઈ શકે છે જેમ કે તમારું નજીક આવવું પસંદ ન પડતું હોય. પરંતુ જો એક સમયે પત્ની સાથે તમારી સેક્સ લાઈફ સારી ચાલતી હોય અને અચાનક તેના વ્યવહારમાં આ ફેરફાર આવે તો તે તમારા માટે સાવધાન થવાનો સંકેત છે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news