Drinking Water Benefits: શું બ્રશ કર્યા વિના ખાલી પેટ પાણી પીવાય? શું કહે છે ડોક્ટર?

તમે મોટાભાગે મોટા વડીલોને કહેતાં સાંભળ્યા હશે કે સવારે ઉઠીને ખાલી પેટ બ્રશ કર્યા વિના પાણી પીવું જોઇએ કારણ કે આમ કરવાથી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. પાણી વિના જીવન અસંભવ છે. શરીરને હેલ્ધી રાખવા માટે વધુમાં વધુ પાણી પીવું જોઇએ. જે લોકો જરૂરિયાત કરતાં ઓછું પાણી પીવે છે તેમને પેટ અને સ્કીન સંબંધી (skin problem) સમસ્યા થાય છે. એક દિવસમાં 10 થી 12 ગ્લાસ પીવું જોઇએ.  શું ખરેખર આવું છે. આવો જાણીએ. 
Drinking Water Benefits: શું બ્રશ કર્યા વિના ખાલી પેટ પાણી પીવાય? શું કહે છે ડોક્ટર?

Health Tips: તમે મોટાભાગે મોટા વડીલોને કહેતાં સાંભળ્યા હશે કે સવારે ઉઠીને ખાલી પેટ બ્રશ કર્યા વિના પાણી પીવું જોઇએ કારણ કે આમ કરવાથી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. પાણી વિના જીવન અસંભવ છે. શરીરને હેલ્ધી રાખવા માટે વધુમાં વધુ પાણી પીવું જોઇએ. જે લોકો જરૂરિયાત કરતાં ઓછું પાણી પીવે છે તેમને પેટ અને સ્કીન સંબંધી (skin problem) સમસ્યા થાય છે. એક દિવસમાં 10 થી 12 ગ્લાસ પીવું જોઇએ.  શું ખરેખર આવું છે. આવો જાણીએ. 

જે લોકો ખાલી પેટ બ્રશ કર્યા વિના પહેલાં પાણી પીવે છે તેમની પાચન શક્તિ (digestive system) મજબૂત થાય છે. આ ઉપરાંત તેમના મોંઢાના ગંદા બેક્ટેરિયા  (bacteria) પણ જમા થતા નથી.  સવારે ખાલી પેટ બ્રશ કર્યા વિના પાણી પીવાથી બોડીની ઇમ્યૂનિટી વધી જાય છે. જે લોકોને વધુ શરદી ખાંસી રહે છે અને જેમની રોગ પ્રતિરોધક ક્ષમતા નબળી છે તેમને રોજ બ્રશ કર્યા વિના પાણી પીવું જોઇએ. આર્યુર્વેદમાં પણ કહ્યું છે અને ઘણીવાર ડોક્ટરો પણ આપણને પેટની તકલીફ હોય ત્યારે વાંસી મોઢે નરણાં કોઠે પાણી પીવાની સલાહ આપે છે. આમ કરવાથી મોંઢામાં રહેલી લાળમાં બનેલાં બેક્ટેરિયા આપણાં પેટમાં જઈને એમાંથી અશુદ્ધિઓને બહાર કાઢે છે. અને ખરાબ બેક્ટેરિયાને પણ ખતમ કરવાનું કામ કરે છે.

બ્રશ કર્યા વિના પીવાથી તમારા વાળ મજબૂત અને ચમકદાર થાય છે અને સ્કીનમાં પણ ગ્લો રહે છે. આ ઉપરાંત પેટ સંબંધી પરેશાની જેમ કે કબજિયાત, મોંઢામાં છાળા, ઓડકાર વગેરે નહી થાય.  ખાલી પેટ સવારે બ્રશ કર્યા વિના પાણી પીવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. આમ કરવાથી શરીરના બધા ટોક્સિનસ બહાર નિકળી જાય છે. તમારે તેને રૂટિન ભાગ બનાવી દેવો જોઇએ. જે લોકોને હાઇ બ્લડ પ્રેશર (high blood pressure) અને સુગર (sugar) ની બિમારી છે, તેમને બ્રશ કર્યા વિના પાણી પીવું જોઇએ. બ્રશ કર્યા વિના ખાલી પેટ પાણી પીવાથી ફેટ ઓછો થાય છે.

(Discalmair: અહીં આપવામાં આવેલી માહિતી જનરલ જાણકારી પર આધારિત છે. ઝી24કલાક આ અંગેની પુષ્ટી કરતુ નથી. કોઈપણ પ્રયોગ કરતા પહેલાં નિષ્ણાતની સલાહ અચુક લેવી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news