Kitchen Tips: માર્કેટમાંથી માલ ખતમ થઇ જાય તે પહેલાં ઘરે બનાવી લો કસૂરી મેથી, આખું વર્ષ લાગશે કામ

Homemade Kasuri Methi: મેથીની ભાજીમાંથી જ કસૂરી મેથી તૈયાર થાય છે. જો તમને કસૂરી મેથી બનાવવાની પરફેક્ટ રીત ખબર હોય તો તમે ઘરે સરળતાથી કસૂરી મેથી તૈયાર કરી શકો છો. તો આ વર્ષે જો તમારે બજારમાંથી કસૂરી મેથી ન લેવી હોય તો લીલી મેથીની ભાજી લઈ અને ઘરે જ આ રીતે કસૂરી મેથી બનાવીને સ્ટોર કરી લો. 

Kitchen Tips: માર્કેટમાંથી માલ ખતમ થઇ જાય તે પહેલાં ઘરે બનાવી લો કસૂરી મેથી, આખું વર્ષ લાગશે કામ

How to make Kasuri Methi: ભોજનનો સ્વાદ વધારવા માટે અલગ અલગ પ્રકારના મસાલા નો ઉપયોગ થાય છે. આ મસાલામાંથી એક છે કસૂરી મેથી. કસૂરી મેથીનો પણ અલગ અલગ પ્રકારની વાનગીઓમાં ઉપયોગ થાય છે અને તેનાથી વાનગીનો સ્વાદ વધી જાય છે. સામાન્ય રીતે લોકો કસૂરી મેથી બજારમાંથી ખરીદીને લાવે છે. પરંતુ તમે સરળતાથી કસૂરી મેથી ઘરે પણ બનાવી શકો છો અને તેને સ્ટોર પણ કરી શકો છો.

સૌથી મહત્વની વાત એ છે કે આ કસૂરી મેથી તમને બજાર કરતાં ખૂબ જ સસ્તી પડશે. મેથીની ભાજીમાંથી જ કસૂરી મેથી તૈયાર થાય છે. જો તમને કસૂરી મેથી બનાવવાની પરફેક્ટ રીત ખબર હોય તો તમે ઘરે સરળતાથી કસૂરી મેથી તૈયાર કરી શકો છો. તો આ વર્ષે જો તમારે બજારમાંથી કસૂરી મેથી ન લેવી હોય તો લીલી મેથીની ભાજી લઈ અને ઘરે જ આ રીતે કસૂરી મેથી બનાવીને સ્ટોર કરી લો.

કસૂરી મેથી બનાવવાની રીત
હજુ મેથીની સિઝન પૂરી થઈ નથી તેથી બજારમાં તાજી લીલી મેથી મળી રહે છે. તમે બજારમાંથી આ ભાજી ખરીદીને ઘરે એકવારમાં જ કસૂરી મેથી બનાવીને એક વર્ષ માટે સ્ટોર કરી શકો છો. કસુરી નથી બનાવવી મુશ્કેલ કામ લાગે છે પરંતુ હકીકતમાં આ પદ્ધતિ એકદમ સરળ છે. આજે તમને એકદમ સરળ રીતે કસૂરી મેથી તૈયાર કરવાની રીત જણાવીએ. 

સૌથી પહેલા મેથીના પાનને અલગ કરી અને બરાબર રીતે ધોઈને સાફ કરી લો. આ પાણીને બે થી ત્રણ વખત સારા પાણીથી ધોઈ લેવા. મેથીના પાન બરાબર સાફ થઈ જાય પછી તેને સુકાવા માટે અલગથી રાખી દો. તમે તેને કપડાં પર પાથરીને પણ સુકાવી શકો છો જેથી તેમાંથી બધું જ પાણી નીકળી જાય. મેથીને બરાબર કપડા પર પાથરી દેવી. જ્યારે તેનું બધું જ પાણી નીકળી જાય તો પછી પાનને માઇક્રોવેવ ની ટ્રેમાં ફેલાવી દો. 

માઇક્રોવેવ માં મુકો તે પહેલા જરૂરી છે કે મેથીના પાનમાંથી પાણી સુકાઈ ગયું હોય. હવે માઇક્રોવેવ ને બે થી ત્રણ મિનિટ હાઈ ટેમ્પરેચર પર રાખી અને ચાલુ કરો. ત્યાર પછી ફરી એકવાર પાનને બરાબર હલાવી અને માઈક્રોવેવ ને બે મિનિટ માટે ચાલુ કરો. ત્યાર પછી ટ્રેને બહાર કાઢો અને મેથીના પાનને ઠંડા થવા દો. જ્યારે પાન બરાબર ઠંડા થઈ જાય તો તે થોડા કડક પણ થઈ જશે. ત્યાર પછી તેને હાથ વડે મસળી અને પાવડર તૈયાર કરી લો. તૈયાર છે તમારી કસૂરી મેથી. આ મેથીને તમે એર ટાઈટ કન્ટેનરમાં ભરીને એક વર્ષ સુધી સાચવી શકો છો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news