દુનિયાને ખૂબ જલદી મળશે કોરોનાની વેક્સીન, હવે WHO જણાવી હકિકત

અત્યારે દુનિયાભરમાં કોવિડ 19થી 1 કરોડથી વધુ લોકો સંક્રમિત થઇ ચૂક્યા છે 5 લાખથી વધુ લોકોના મોત થયા છે. એવામાં લોકો ગભરાયેલા છે આખરે ક્યારે અને કેવી રીતે કોરોના વાયરસથી છુટકારો મળશે. પરંતુ હવે જલદી કોરોનાથી સુરક્ષાનું કવચ મળવાનું છે. 

દુનિયાને ખૂબ જલદી મળશે કોરોનાની વેક્સીન, હવે WHO જણાવી હકિકત

નવી દિલ્હી: કોરોના વાયરસ (Coronavirus) સામે લડી રહેલી દુનિયા માટે એક સારા સમાચાર છે. દુનિયાને ખૂબ જલદી કોરોના વાયરસની વેક્સીન એટલે કે રસી મળી શકે છે. તમે વિચારતા હશો કે આ તો પહેલા ઘણીવાર સાંભળી ચૂક્યા છીએ કોરોનાની વેક્સીના આવવાની છે પરંતુ હવે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને તેની હકિકત જણાવી છે. 

અત્યારે દુનિયાભરમાં કોવિડ 19થી 1 કરોડથી વધુ લોકો સંક્રમિત થઇ ચૂક્યા છે 5 લાખથી વધુ લોકોના મોત થયા છે. એવામાં લોકો ગભરાયેલા છે આખરે ક્યારે અને કેવી રીતે કોરોના વાયરસથી છુટકારો મળશે. પરંતુ હવે જલદી કોરોનાથી સુરક્ષાનું કવચ મળવાનું છે. 

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર AstraZeneca  ફાર્મા કંપનીની કોવિડ 19ની વેક્સીન ChAdOx1 nCoV-19 જેને AZD1222 પણ કહેવામાં આવે છે. તેનું ટ્રાયલ છેલ્લા તબક્કામાં છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનમાં મુખ્ય વૈજ્ઞાનિકના પદ પર કામ કરી રહેલી ડોક્ટર સૌમ્યા સ્વામીનાથનના અનુસાર  AZD1222 રસી માણો પર ટ્રાયલના અંતિમ તબક્કામાં છે અને બાકી બનાવવામાં આવી રહેલી વેક્સીનના મુકાબલે ફાર્મા કંપની સૌથી આગળ છે. તેનું ટ્રાયલ બ્રિટન, દક્ષિણ આફ્રીક અને બ્રાજીલમાં ચાલી રહ્યું છે. તેની રસીને 10,.260 લોકોને આપવામાં આવશે. AZD1222 રસીને બ્રિટનની ઓક્સફોર્ડ યૂનિવર્સિટીના જેનેર ઇંસ્ટિટ્યૂટે બનાવી છે.  

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર એક બીજી દવા કંપની Moderna કંપની કોરોના વેક્સીન mRNA 1273 પર ખૂબ ખૂબ ઝડપથી કામ કરી રહી છે પરંતુ હાલ AstraZeneca ફાર્મા કંપની પર WHO ને વધુ વિશ્વાસ છે. 

AstraZeneca કંપનીનો દાવો છે કે કોવિડ 19 વાયરસની રસી આ વર્ષના અંત સુધી બજારમાં આવી જશે. આ વર્ષના અંત સુધી યૂરોપમાં કોરોના વાયરસની રસીના 40 કરોડ ડોઝની ડિલીવરી કરવામાં આવશે. 

તો બીજી તરફ WHOએ પણ મોટું નિવેદન આપતાં કહ્યું કે તે દુનિયાભરના દેશોમાં કોરોનાની 2 અરબથી વધુ રસી ઉપલબ્ધ કરાવશે પરંતુ આ આ અત્યારે નહી. WHO ના અનુસાર આ રસી 2021ના અંત પહેલાં દુનિયાને મળી જશે. 

WHOના આ નિવેદનથી કોરોના સામે યુદ્ધમાં નવી આશા અને નવી શક્તિ માફક છે. જો બધુ યોગ્ય રહ્યું તો ખૂબ જલદી દુનિયાને કોરોના વાયરસની રસી મળશે. એક એવું કવચ જેને ધારણ કર્યા બાદ કોરોના હારી જશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news