થિયેટરમાં ગદર-2 મૂવી જોવા ગયેલા યુવકને બિલ્લીપગે આવી ગયું મોત, હચમચાવી નાખે તેવો Video

Watch Video: મોતનો કોઈ ભરોસો નથી. ગમે ત્યારે આવી જાય. યુપીના લખીમપુરમાં ફિલ્મ જોવા ગયેલા એક યુવકનું થિયેટરમાં જ હાર્ટએટેકથી મોત નિપજ્યું. આ સમગ્ર ઘટના થિયેટરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ પણ થઈ ગઈ.

થિયેટરમાં ગદર-2 મૂવી જોવા ગયેલા યુવકને બિલ્લીપગે આવી ગયું મોત, હચમચાવી નાખે તેવો Video

મોતનો કોઈ ભરોસો નથી. ગમે ત્યારે આવી જાય. યુપીના લખીમપુરમાં ફિલ્મ જોવા ગયેલા એક યુવકનું થિયેટરમાં જ હાર્ટએટેકથી મોત નિપજ્યું. આ સમગ્ર ઘટના થિયેટરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ પણ થઈ ગઈ. સીસીટીવી ફૂટેજમાં જોવા મળી રહ્યું છે કે સિનેમા હોલમાં ગદર-2 ફિલ્મ જોવા ગયેલો યુવક ફિલ્મની રાહ જોતો હોય છે અને અચાનક તેને છાતીમાં દુખાવો ઉપડે છે અને તે ખુરશીઓ પર પટકાય છે. 

આ ઘટના ત્યાં લાગેલા કેમેરામાં કેદ થઈ ગઈ. યુવક દ્વારકાપુરી મોહલ્લાનો રહીશ હતો અને 32 વર્ષના આ યુવકની ઓળખ અક્ષત તિવારી તરીકે થઈ છે. અક્ષત તિવારી મહેવાગંજમાં રજ મેડિકલ સ્ટોર નામની દવાની દુકાન ચલાવતો હતો. ઘટના ફન મોલની હોવાનું કહેવાય છે. 

न जाने कब मौत आ जाये! यूपी के लखीमपुर खीरी में फिल्म देखने गए युवक की हार्ट अटैक से मौत, CCTV में कैद हुई घटना. pic.twitter.com/lvp0ZQNRRA

— Utkarsh Singh (@UtkarshSingh_) August 27, 2023

અક્ષત શનિવારે સાંજે 7.50 વાગે ગદર 2 ફિલ્મ જોવા માટે ફન સિનેમા હોલ ગયો હતો. જેવો તે કોઈની સાથે ફોન પર વાતો કરતો કરતો સિનેમા હોલના ગેટ પાસે પહોંચ્યો કે હાર્ટ એટેકના કારણે તેનું મોત નિપજ્યું. ત્યાં હાજર લોકોએ તેને સંભાળવાની કોશિશ કરી પરંતુ ત્યાં સુધીમાં તો  ખુબ મોડું થઈ ગયું હતું. 

તેનો ફોન લોક નહતો. ઘટનાસ્થળ પર હાજર ગાર્ડ્સ અને બાઉન્સર્સે તેના ફોનથી જ કોલ કરીને પરિવારને જાણકારી આપી. અફરાતફરીમાં પરિજનો થિયેટર પહોંચ્યા અને તેને ખાનગી હોસ્પિટલ લઈ ગયા જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો. 

આ ઘટનાની સૂચના મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને સીસીટીવી ફૂટેજ ચેક કર્યા. આ મામલે જિલ્લાના એડિશનલ એસપી નેપાલ સિંહે કહ્યું કે યુવક મૂવી જોવા ગયો હતો. ત્યાં તેનું મોત નિપજ્યું. આ મામલે તપાસ થઈ રહી છે. 

 લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news