Costliest House: એન્ટીલિયાને ટક્કર આપે તેવા ભારતના 7 મોંઘાદાટ ઘર, Pics જોઈને આંખો પહોળી થઈ જશે

Costliest House: મુકેશ અંબાણીના એન્ટીલિયા સિવાય પણ દેશમાં અનેક એવા ઘર છે જે મોંઘાદાટ ઘરોની શ્રેણીમાં આવે છે અને એન્ટીલિયાને ટક્કર આપે છે. આ ઘર એટલા બધા સુંદર છે કે જોઈને તમારું દિલ ખુશખુશાલ થઈ જાય. જાણો ભારતના આ મોંઘાદાટ ઘરો વિશે...

Costliest House: એન્ટીલિયાને ટક્કર આપે તેવા ભારતના 7 મોંઘાદાટ ઘર, Pics જોઈને આંખો પહોળી થઈ જશે

મોંઘા ઘરોની વાત કરીએ તો પહેલા તો આપણા ધ્યાનમાં મુકેશ અંબાણીનું એન્ટીલિયા જ આવશે. મુકેશ અંબાણી અને નીતા અંબાણીનું આ મોંઘુદાટ ઘર માત્ર દેશનું જ નહીં પરંતુ દુનિયાના મોંઘા ઘરી યાદીમાં સામેલ છે. જો કે તમને જણાવી દઈએ કે મુકેશ અંબાણીના આ એન્ટીલિયા સિવાય પણ દેશમાં અનેક એવા ઘર છે જે મોંઘાદાટ ઘરોની શ્રેણીમાં આવે છે અને એન્ટીલિયાને ટક્કર આપે છે. આ ઘર એટલા બધા સુંદર છે કે જોઈને તમારું દિલ ખુશખુશાલ થઈ જાય. જાણો ભારતના આ મોંઘાદાટ ઘરો વિશે...

જે કે હાઉસ
જે કે હાઉસ દેશના ટોપ લક્ઝરી ઘરોની યાદીમાં સામેલ છે. આ દેશનું બીજું સૌથી મોટું ઘર ગણાય છે. આ ઘર રેમન્ડ ગ્રુપના ચેરમેન ગૌતમ સિંઘાનિયાનું છે. તેઓ અહીં રહે છે અને મુકેશ અંબાણીના પાડોશી પણ છે. 30 માળના આ બંગલામાં રેસિડેન્શિયલ સ્પેસ, સ્વીમિંગ પુલ, પાર્કિંગ, હેલીપેડ, સ્પા અને જિમ પણ છે. તમામ પ્રકારની સુવિધાઓ અહીં છે. 

અબોડ
મુકેશ અંબાણીનું ઘરે ભલે મોટું હોય પરંતુ નાના ભાઈ અનિલ અંબાણીનું ઘર પણ કઈ કમ નથી. આ ઘરને બનાવવામાં 5000 કરોડ રૂપિયા ખર્ચાયા હતા. 16000 સ્ક્વેર ફૂટના આ બંગલામાં હેલીપેડ, જિમ, સ્વિમિંગ પુલ, સ્પા જેવી અનેક લક્ઝરી સુવિધાઓ છે. અનિલ અંબાણીનું આ સુંદર ઘર 17 માળનું છે. એન્ટીલિયા અગાઉ મુકેશ અંબાણીનો પરિવાર પણ અહીં રહેતો હતો. 

લિંકોલીન હાઉસ
લિંકોલીન હાઉસ દક્ષિણ મુંબઈના પોશ વિસ્તારમાં છે. અહીં વેક્સીન બનાવનારી કંપનીના માલિક સાઈરસ પુનાવાલા રહે છે. ઈન્ડિયન એક્સપ્રેસના એક રિપોર્ટ મુજબ સાયરસ પુનાવાલાએ આ ઘર 750 કરોડમાં ખરીદ્યું હતું. આજે તેની કિંમત 1000 કરોડ રૂપિયા કરતા પણ વધુ છે. આ ઘર નહીં પણ બિલકુલ મહેલ છે. અહીંથી સમુદ્રનો નજારો  ખુબ જ સુંદર દેખાય છે. 

પટૌડી પેલેસ
સૈફ અલી ખાનના પિતા મન્સૂર અલી ખાન પટોડીનું પૈતૃક ઘર એ પટૌડી હાઉસ તરીકે ઓળખાય છે. આ ઘરની કિંમત 800 કરોડ રૂપિયા છે. આ પ્રાઈવેટ હાઉસ ખુબ જ આલીશાન છે. મન્સૂર અલી ખાન બાદ આ ઘર સૈફ અલી ખાનના નામે છે. પટૌડી હાઉસનો એક હિસ્સો ટુરિસ્ટ માટે ખુલ્લો છે. બાકી હિસ્સો પ્રાઈવેટ છે. જ્યાં ખાન પરિવાર ક્યારેક ક્યારેક રજાઓ ગાળવા આવે છે. 

જટિયા હાઉસ
જટિયા હાઉસ કુમાર મંગલમ બીરલાનું ઘર છે. આ ઘર મુંબઈમાં છે. આ ઘર એટલું મોટું છે કે ઘરમાં 500થી 600 લોકો એક સાથે હોસ્ટ થઈ શકે છે. 20 બેડરૂમવાળું આ ઘર સમુદ્રના કિનારે છે. બહારથી જોવામાં આવે તો આ ઘર બોલીવુડ ફિલ્મના સેટ જેવો લાગે છે. 

જિંદાલ હાઉસ
જિંદાલ હાઉસ ભારતના સૌથી મોંઘા ઘરોમાં ગણાય છે. તે  દિલ્હીના લૂટિયંસ હાઉસમાં 3 એકર ક્ષેત્રમાં ફેલાયેલો આલીશાન બંગલો છે. જેને બનાવવામાં 150 કરોડ રૂપિયા સુધીનો ખર્ચ થયો હતો. અત્રે જણાવવાનું કે વર્તમાન જિંદાલ હાઉસ માત્ર ઘર જ નહીં પરંતુ જેએસડબલ્યુ ગ્રુપનું મુખ્યાલય પણ છે. 

એન્ટીલિયા
હવે વાત કરીએ માત્ર ભારતના જ નહીં પરંતુ દુનિયાના સૌથી મોંઘા ઘરની તો તે છે એન્ટીલિયા. આ ઘરને બનાવવામાં 6000 કરોડથી 12000 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. આ ઘર ખુબ જ આલીશાન અને મોંઘુ છે. જે મુંબઈના અલ્ટામાઉન્ટ રોડ પર આવેલું છે. આ ઘરને શિકાગો સ્થિત આર્કિટેક્ટ વિલ અને પર્કિંસે ડિઝાઈન કરેલું છે. આ ઘરમાં 9 હાઈ સ્પીડ એલિવેટર્સ છે તથા 3 હેલીપેડ પણ છે. આ ઘરની ખાસિયત એ છે તે ભૂકંપ ખમી શકે તેવું છે એટલે કે એન્ટીલિયા 8 મેગ્નીટ્યૂડનો ભૂકંપ પણ સરળતાથી ઝેલી શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news