શું દેશના તમામ વિદ્યાર્થીઓને સરકાર આપી રહી છે FREE Laptops? જાણો શું છે સચ્ચાઇ

PM Modi Free Laptop Scheme 2024: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર 'Teach Official' નામની યુટ્યુબ (Youtube) ચેનલના એક વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કેન્દ્રની મોદી સરકાર "પીએમ મોદી ફ્રી લેપટોપ સ્કીમ 2024" હેઠળ આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને મફત લેપટોપ આપવા જઈ રહી છે. પરંતુ હકીકતમાં આ સમાચાર નકલી હોવાનું જાણવા મળ્યું હતું.

શું દેશના તમામ વિદ્યાર્થીઓને સરકાર આપી રહી છે FREE Laptops? જાણો શું છે સચ્ચાઇ

Fact Check: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર 'Teach Official' નામની યુટ્યુબ (Youtube) ચેનલના એક વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કેન્દ્રની મોદી સરકાર "પીએમ મોદી ફ્રી લેપટોપ સ્કીમ 2024" હેઠળ આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને આર્થિક  મફત લેપટોપ આપવા જઇ રહી છે. જ્યારે PIB ફેક્ટ ચેક દ્વારા વાયરલ સમાચારની સત્યતા જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે જાણવા મળ્યું કે આ સમાચાર નકલી છે. ત્યારબાદ ટ્વિટમાં કહેવામાં આવ્યું હતું કે વાયરલ વીડિયો ફેક છે. કેન્દ્ર સરકાર દ્વારા આવી કોઈ યોજના ચલાવવામાં આવી રહી નથી. એવામાં, અમે તમને વિનંતી કરીએ છીએ કે આ પ્રકારના સમાચારો પર ત્યાં સુધી વિશ્વાસ ન કરો. જ્યાં સુધી વાયરલ સમાચારની સત્યતાની ચકાસણી કરવામાં ન આવે.

Free Laptop Scam: ઈન્ટરનેટ પર ભારત સરકારના નામે એક નવું કૌભાંડ કરવામાં આવી રહ્યું છે. સ્કેમર્સ લોકોને મેસેજમોકલી રહ્યા છે કે ભારત સરકાર વિદ્યાર્થીઓને મફત લેપટોપ આપી રહી છે અને લોકો સત્તાવાર વેબસાઇટ પર કેટલીક વિગતો સાથે નોંધણી કરીને આ ઑફરનો લાભ લઈ શકે છે. પરંતુ, PIB ફેક્ટ ચેક દ્વારા કરવામાં આવેલ બેકગ્રાઉન્ડ વેરિફિકેશન મુજબ, યૂઝર્સ સલાહ આપવામાં આવે છે કે તેઓ આ કૌભાંડનો શિકાર ન બને કારણ કે તે નકલી છે.

ભારત સરકાર વિદ્યાર્થીઓને મફત લેપટોપ આપી રહી નથી
પ્રધાનમંત્રી ફ્રી લેપટોપ યોજના 2023-24 સાથે એક પોસ્ટર ફરતું થઈ રહ્યું છે. નકલી પોસ્ટર PIB ફેક્ટ ચેક દ્વારા જોવામાં આવ્યું હતું, જેણે Twitter પર પુષ્ટિ કરી હતી કે ભારતનું શિક્ષણ મંત્રાલય મફત લેપટોપની આવી કોઈ યોજના ચલાવી રહ્યું નથી. સ્કેમર્સે મેસેજમાં એમ પણ લખ્યું છે કે ભારતના કોઈપણ રાજ્યમાં રહેતા વિદ્યાર્થીઓ આ ઑફરનો લાભ લઈ શકે છે.

સ્કેમર્સ લોકોને મોકલી રહ્યા છે આ ફેક મેસેજ 
નકલી પોસ્ટરમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે નવી યોજના હેઠળ સરકાર દ્વારા મફત લેપટોપ આપવામાં આવશે. પરંતુ, પોસ્ટર નકલી છે, જે એકદમ સ્પષ્ટ છે કારણ કે વાક્યો યોગ્ય રીતે રચાયા નથી અને વ્યાકરણ પણ ખોટું છે. ભારત સરકારે આ પ્રધાનમંત્રી મફત લેપટોપ યોજના શરૂ કરી છે જે ખાસ કરીને તમામ ભારતીય રાજ્યો માટે છે, બધા પાત્ર વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઇટ www.pmflsgovt.in દ્વારા PM ફ્રી લેપટોપ યોજના માટે અરજી કરી શકે છે.

▶️ यह वीडियो #फ़र्ज़ी है

▶️ केंद्र सरकार ऐसी कोई योजना नहीं चला रही है pic.twitter.com/7Co5ipT4kf

— PIB Fact Check (@PIBFactCheck) January 23, 2024

આ ફેક મેસેજમાં, કૌભાંડીઓએ જણાવ્યું છે કે ભારત સરકારે જાહેરાત કરી છે કે ધોરણ XI, XII, B.A-1st, B.A-2nd, B.A-3rd, B.A-4th, B.A-5 અને B.A-6ઠ્ઠા ધોરણના તમામ વિદ્યાર્થીઓ સેમેસ્ટર મફત લેપટોપ યોજના હેઠળ પ્રધાનમંત્રીની નોંધણી માટે પાત્ર હશે. તેમને પ્રધાનમંત્રી ફ્રી લેપટોપ યોજનાની મુલાકાત લેવાની નકલી લિંક આપવામાં આવી છે. જેના પર વિદ્યાર્થીઓએ લોગીન કરીને જરૂરી વિગતો ભરવાની રહેશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news