એ IAS-IPS ઉમેદવારો જે 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં રાજકીય પક્ષો પર પડ્યા ભારે

ASSEMBLY ELECTION 2023: રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, તેલાંગણા અને મિઝોરમ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાઈ. આ ચૂંટણીઓ આઈએએસ અને આઈપીએસ ઉમેદવારોએ સૌનું ધ્યાન ખેંચ્યું.

એ IAS-IPS ઉમેદવારો જે 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં રાજકીય પક્ષો પર પડ્યા ભારે

ASSEMBLY ELECTION 2023/નવી દિલ્લી: આ વખતની ચૂંટણીએ વિશેષ ચૂંટણી હતી. કારણકે, આ પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીની સીધી અસર આગામી લોકસભામાં પડવાની છે. ત્યારે આ વખતની ચૂંટણીઓમાં કેન્દ્ર મંત્રીઓ, લોકસભાના સાંસદો અને પૂર્વ પ્રદેશ પ્રમુખોએ પણ જંપલાવ્યું હતું. જોકે, કેટલાંક એવા ઉમેવારો હતા જેમણે સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું એ ઉમેદવારો હતા આઈએએસ અને આઈપીએસ અધિકારી તરીકે સેવા આપી ચુકેલાં વરિષ્ઠ અધિકારીઓ.

રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, તેલાંગણા અને મિઝોરમ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાઈ. આ ચૂંટણીઓ આઈએએસ અને આઈપીએસ ઉમેદવારોએ સૌનું ધ્યાન ખેંચ્યું. આ છે IAS-IPS ઉમેદવારો, જેમણે 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં બતાવી તાકાત, જાણો કોણ જીત્યું અને કોણ હાર્યું.
ભારતના પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી 2023 યોજાઈ હતી, જેના પરિણામો તાજેતરમાં જાહેર કરવામાં આવ્યા હતા. આજે અમે તમને એવા નેતાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમણે IAS-IPS જેવા પદ પરથી રાજીનામું આપીને રાજકારણનો અખાડો પસંદ કર્યો.

ભૂતપૂર્વ IAS નીલકંઠ ટેકમ-
ભાજપે છત્તીસગઢના કોંડાગાંવ જિલ્લાની કેશકલ વિધાનસભા બેઠક પરથી પૂર્વ IAS નીલકંઠ ટેકામને ટિકિટ આપી હતી. 1994 બેચના IAS અધિકારી નીલકંઠ ટેકમ આ વર્ષે છત્તીસગઢ ભાજપમાં જોડાયા હતા. તે નક્સલ પ્રભાવિત બસ્તર જિલ્લામાંથી આવે છે અને તેણે દંતેવાડા જેવા જિલ્લામાં સેવા આપી છે.

નિરંજન આર્ય, ભૂતપૂર્વ મુખ્ય સચિવ-
કોંગ્રેસે રાજસ્થાનની સોજત વિધાનસભા બેઠક પર પૂર્વ મુખ્ય સચિવ નિરંજન આર્યને મેદાનમાં ઉતાર્યા હતા. તેમની સામે ભાજપે શોભા ચૌહાણને ટિકિટ આપી હતી. મુખ્ય સચિવ પદ પરથી નિવૃત્ત થયા બાદ નિરંજન સીએમ અશોક ગેહલોતના સલાહકાર બન્યા. આ વખતે પણ શોભા ચૌહાણે કોંગ્રેસના ઉમેદવારને હરાવીને જીત મેળવી છે.

ભૂતપૂર્વ IPS લક્ષ્મણ મીણા-
બસ્સી વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસે પૂર્વ આઈપીએસ લક્ષ્મણ મીણાને અને ભાજપે નિવૃત્ત આઈએએસ ચંદ્ર મોહન મીણાને મેદાનમાં ઉતાર્યા હતા. આ પહેલીવાર હતું જ્યારે બંને મુખ્ય પક્ષોએ ભૂતપૂર્વ IAS અને IPS ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં સામસામે મેદાનમાં ઉતાર્યા છે. આ બેઠક પર 15 વર્ષથી અપક્ષ ઉમેદવારો ધારાસભ્ય બની રહ્યા છે, પરંતુ આ વખતે કોંગ્રેસના ઉમેદવારનો વિજય થયો છે. અહીં કોંગ્રેસના ઉમેદવાર લક્ષ્મણે હરીફ ભાજપના ઉમેદવાર પૂર્વ IAS અધિકારી ચંદ્રમોહન મીણાને હરાવ્યા છે.

પિતરમ કાલા-
જોઈન્ટ ડાયરેક્ટરના પદ પરથી નિવૃત્ત થયેલા પીતરામ કાલા કોંગ્રેસની ટિકિટ પર પિલાની વિધાનસભા બેઠક પરથી ઊભા હતા. તેઓ લાંબા સમયથી આ જિલ્લામાં પોસ્ટીંગ હતા. પિલાની રાજસ્થાનના ઝુનઝુનુ સંસદીય મતવિસ્તારનો ભાગ છે, જ્યાંથી કોંગ્રેસના પીતરામ કાલા જીત્યા છે. રાજ્યના શિક્ષણ વિભાગમાં સંયુક્ત નિયામક તરીકે ફરજ બજાવતા પીતરામ કલાએ તાજેતરમાં જ સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી હતી અને નોકરી છોડીને રાજકારણમાં પ્રવેશ કર્યો હતો.

પૂર્વ IAS ઓ.પી. ચૌધરી-
ઓપી ચૌધરીએ પ્રથમ પ્રયાસમાં UPSC પાસ કરી અને 22 વર્ષની ઉંમરે IAS બની ગયા. છત્તીસગઢમાં ભારતીય જનતા પાર્ટીએ રાયગઢ વિધાનસભા બેઠક પરથી ઓપી ચૌધરીને ટિકિટ આપી અને તેઓ જીત્યા. 2005 બેચના IAS અધિકારી ઓપી ચૌધરીએ વહીવટી પદ છોડીને રાજકારણનો અખાડો પસંદ કર્યો. તેમણે વર્ષ 2018માં રાજીનામું આપ્યું હતું. ઓપી ચૌધરીને લઈને ચર્ચાઓ તેજ છે કે પાર્ટી સીએમ પદની કમાન ઓપી ચૌધરીને સોંપી શકે છે. બાળકોને શિક્ષણ આપવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. રાયપુરની પ્રયાસ સ્કૂલમાં તેમનું મહત્વનું યોગદાન છે. આ માટે તેમને વડાપ્રધાનના શ્રેષ્ઠતા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news