CM કેજરીવાલના હ્રદયના ધબકારા વધારનારો છે આજનો દિવસ, સેવા બિલ મુદ્દે BJP ને કોનો મળશે સાથ?

Delhi Service Bill In Rajya Sabha: દિલ્હીમાં ચાલી રહેલા વટહુકમ વિવાદમાં આજે સૌથી મોટો વળાંક આવશે. જ્યાં વિપક્ષી ગઠબંધન  I.N.D.I.A. ની પરીક્ષા થશે. ગૃહમંત્રી અમિત શાહ આજે રાજ્યસભામાં દિલ્હી સેવા બિલ રજૂ કરશે. જો રાજ્યસભામાં આંકડાનું ગણિત સમજીએ તો આમ આદમી પાર્ટીને સૌથી મોટો રાજકીય ફટકો પડી શકે તેમ છે

CM કેજરીવાલના હ્રદયના ધબકારા વધારનારો છે આજનો દિવસ, સેવા બિલ મુદ્દે BJP ને કોનો મળશે સાથ?

Delhi Service Bill In Rajya Sabha: દિલ્હીમાં ચાલી રહેલા વટહુકમ વિવાદમાં આજે સૌથી મોટો વળાંક આવશે. જ્યાં વિપક્ષી ગઠબંધન  I.N.D.I.A. ની પરીક્ષા થશે. ગૃહમંત્રી અમિત શાહ આજે રાજ્યસભામાં દિલ્હી સેવા બિલ રજૂ કરશે. જો રાજ્યસભામાં આંકડાનું ગણિત સમજીએ તો આમ આદમી પાર્ટીને સૌથી મોટો રાજકીય ફટકો પડી શકે તેમ છે. કઈ સ્થિતિમાં બિલ પાસ થવાની શક્યતા છે તે જાણીએ. દિલ્હી સેવા બિલ એટલે કે દિલ્હી સરકાર સંશોધન વિધેયકને લોકસભામાં પહેલી ઓગસ્ટે રજૂ કરવામાં આવ્યું હતું. જે 3 ઓગસ્ટે લોકસભામાં ધ્વનિ મતથી પાસ થઈ ગયું. હવે આ બિલનો બીજો પડાવ રાજ્યસભા છે. જ્યાં અમિત શાહ આજે આ બિલ રજૂ કરશે. લોકસભામાં પાસ થવાની સાથે જ વિપક્ષને જ્યાં એકબાજુ મોટો ઝટકો મળ્યો હતો ત્યાં વિપક્ષ હવે રાજ્યસભામાં તેને પાસ થતું અટકાવવા માટે તૈયારીમાં લાગ્યું છે. 

શું છે રાજ્યસભાની નંબર ગેમ?
આમ તો લોકસભામાં તેના પર જોરદાર ચર્ચા જોવા મળી હતી. ગૃહમંત્રી અમિત શાહે એક બાજુ બિલ પર વાત તો કરી જ પરમતુ સાથે સાથે ચૂંટણી ભાષણ પણ આપી દીધુ અને 2024માં થનાર લોકસભા ચૂંટણીના પ્રચારનું જાણે બ્યુગલ પણ ફૂંકી દીધુ. દિલ્હીમાં અધિકારીઓના ટ્રાન્સફર-પોસ્ટિંગનો અધિકાર કેન્દ્ર સરકાર પાસે રહેશે કે પછી દિલ્હી સરકાર પાસે એ નક્કી કરનારા આ વિધેયકમાં પાસ અને રાજકીય ચર્ચા વચ્ચે હવે રાજ્યસભાનું હાલનું ગણિત સમજવું ખુબ જરૂરી છે. 

કોની પાસે કેટલા સાંસદ?
હાલના સમયમાં રાજ્યસભામાં કુલ 238 સાંસદ છે, જેમાં ભાજપના 92 સાંસદો સાથે તે સૌથી મોટો પક્ષ છે. 31 સીટ સાથે કોંગ્રેસ બીજા નંબરે છે. ટીએમસીના રાજ્યસભામાં 13 સાંસદ છે. આમ આદમી પાર્ટી અને ડીએમકેના 10-10 તો વાયએસઆર અને  બીજેડીના 9-9 સાંસદ છે. બીઆરએસના 7, આરજેડીના 6, જ્યારે CPI(M) અને જેડીયુના 5-5 સાંસદ છે. AIDMK અને NCP ના 4-4 સાંસદ છે. આ સાથે જ સમાજવાદી પાર્ટી અને શિવસેના ઉદ્ધવ જૂથના 3-3 સાંસદ છે. અન્ય કેટલીક પાર્ટીઓના પણ 1-1 સાંસદ છે. જેમાંથી બીએસપીએ આ બિલના બોયકોટની જાહેરાત કરી છે. આ સ્થિતિમાં બહુમત માટે 119 સાંસદોની જરૂર પડશે. 

કોણ કોણ આપી શકે છે ભાજપને સાથ?
એવું માનવામાં આવી રહ્યું છે કે ભાજપે રાજ્યસભામાં બહુમતનો આંકડો ભેગો કરી લીધો છે. જેનાથી દિલ્હી સેવા બિલ હવે કાયદો  બનવા જઈ રહ્યો છે. ભાજપના જીતવાળા ફોર્મ્યુલા પર નજર ફેરવી જુઓ. રાજ્યસભામાં ભાજપના પોતાના જ 92 સાંસદ છે. અને તેના ઘટક પક્ષો ભેગા થઈને આ આંકડો 103 સુધી પહોંચે છે. આવામાં તેમને બહુમત માટે વધુ 16 સાંસદોની જરૂર પડશે. જ્યાં તેને આશા મુજબ નવીન પટનાયકની બીજેડી, અને જગનમોહન રેડ્ડીની YSR કોંગ્રેસનું સમર્થન મળી ગયું છે. જેમના રાજ્યસભામાં 9-9 સાંસદ છે. આ બંને પાર્ટીઓના સાંસદો જે ભાજપના પક્ષમાં મતદાન કરે તો ભાજપને સરળતાથી બહુમત મળી જશે. 

I.N.D.I.A. ને મળશે કોનું-કોનું સમર્થન?
બીજી બાજુ NDA ને પડકારનારું I.N.D.I.A. ગઠબંધન જો એકજૂથ થઈને પણ આ બિલનો વિરોધ કરે તો તે સ્થિતિમાં પણ NDA નો રસ્તો રોકવામાં નિષ્ફળ નજરે ચડી રહ્યું છે. કારણ કે I.N.D.I.A. ગઠબંધનમાં સામેલ કોંગ્રેસના રાજ્યસભામાં તો 31 સાંસદ છે, જ્યારે TMC ના 13, આમ આદમી પાર્ટી અને ડીએમસેના 10-10 સાંસદ છે. ટીઆરએસના 7 અને લાલુની આરજેડીના 6 સાંસદ છે. નીતિશકુમારની જેડીયુ અને CPI(M) ના 5-5 સાંસદ છે. શરદ પવારની એનસીપીના 4 અને સમાજવાદી પાર્ટીના 3 સાંસદ છે. શિવસેના ઉદ્ધવ જૂથના 3 સંસદમાં એનડીએની વિરુદ્ધમાં છે. આવામાં બધા મળીને વિપક્ષ પાસે ફક્ત 103 સાંસદ હશે. આ સ્થિતિમાં વિપક્ષ બહુમતથી દૂર રહેશે. 

રાજ્યસભામાં નંબર ગેમ વચ્ચે દિલ્હી સેવા બિલ આજે રાજ્યસભામાં પાસ થતા પહેલા વિપક્ષે 10વાગે એક મહત્વની બેઠક બોલાવી છે. I.N.D.I.A. ના ફ્લોર લીડર્સની આ બેઠક કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેની ઓફિસમાં થશે. તેના બરાબર અડધા કલાક બાદ કોંગ્રેસ સાંસદોની બેઠક થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news