આણંદમાં કલેક્ટર બાદ હવે અહીં DIG એ મહિલાની કરી છેડતી : સરકારે કરી દીધા સસ્પેન્ડ, હવે થશે કાર્યવાહી

Goa DIG Removed From The Post: ગુજરાતમાં આણંદ કલેક્ટરનો એક મહિલા સાથે વીડિયો વાયરલ થયા બાદ કલેક્ટરને સસ્પેન્ડ કરી દેવાયા છે ત્યાં એક ડીઆઈજીનો મહિલા સાથે એક ક્લબમાં છેડતીનો નવો મામલો સામે આવ્યો છે. હવે આ સમાચાર ગોવાથી આવ્યા છે. જાણો છે મામલો. 

આણંદમાં કલેક્ટર બાદ હવે અહીં DIG એ મહિલાની કરી છેડતી : સરકારે કરી દીધા સસ્પેન્ડ, હવે થશે કાર્યવાહી

ગુજરાતમાં આણંદ કલેક્ટરનો એક મહિલા સાથે વીડિયો વાયરલ થયા બાદ કલેક્ટરને સસ્પેન્ડ કરી દેવાયા છે ત્યાં એક ડીઆઈજીનો મહિલા સાથે એક ક્લબમાં છેડતીનો નવો મામલો સામે આવ્યો છે. ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે આશ્વાસન આપ્યું છે કે આરોપી IPS અધિકારી સામે 'કડક કાર્યવાહી' કરવામાં આવશે. અધિકારી પર સોમવારે રાત્રે રાજ્યની એક ક્લબમાં એક મહિલાની છેડતી કરવાનો આરોપ છે.

ગોવામાં તૈનાત ભારતીય પોલીસ સેવા (IPS) અધિકારી એ.કે. કોઆન પર ક્લબમાં એક મહિલાની છેડતી કરવાનો આરોપ લાગ્યા બાદ તેને ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ (ડીઆઈજી)ના પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. એ. કોઆનને રાજ્યના પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) સમક્ષ હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો છે. અધિકારીઓએ ગુરુવારે આ માહિતી આપી.

ગોવાના ડીજીપી જસપાલ સિંહે બુધવારે પત્રકારોને જણાવ્યું કે તેમણે રાજ્ય સરકારને વિગતવાર રિપોર્ટ મોકલી દીધો છે. ગોવા સરકારના અન્ડર સેક્રેટરી (કાર્મિક વિભાગ) નાથિન અરૌજોએ બુધવારે સાંજે કોઆનને તાત્કાલિક અસરથી DGP સમક્ષ હાજર થવાનો આદેશ આપ્યો હતો.

મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે આશ્વાસન આપ્યું છે કે આરોપી IPS અધિકારી સામે 'કડક કાર્યવાહી' કરવામાં આવશે. અધિકારી પર સોમવારે રાત્રે રાજ્યની એક ક્લબમાં એક મહિલાની છેડતી કરવાનો આરોપ છે.

વિધાનસભામાં મુદ્દો ઉઠાવ્યો
ગોવા ફોરવર્ડ પાર્ટી (GFP) ના ધારાસભ્ય વિજય સરદેસાઈ દ્વારા રાજ્ય વિધાનસભામાં આ મામલો ઉઠાવવામાં આવ્યા પછી, સાવંતે બુધવારે ગૃહમાં કહ્યું કે આ પ્રકારનું વર્તન સહન કરવામાં આવશે નહીં. અધિકારીનું નામ લીધા વિના સરદેસાઈએ ગૃહને જણાવ્યું હતું કે નાઈટ ક્લબમાં એક મહિલાએ આઈપીએસ અધિકારીને માર માર્યો હતો જ્યારે તેણે તેની છેડતી કરવાનો પ્રયાસ કર્યો હતો.

મહિલાઓ સાથે 'દુષ્કર્મ'નો જૂનો રેકોર્ડ
GFP ધારાસભ્યએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે અધિકારીનો મહિલાઓ સાથે "દુવ્યવહાર" કરવાનો ભૂતકાળનો રેકોર્ડ હતો. સરદેસાઈએ કહ્યું કે તેઓ આ ઘટનાનો વિડિયો પણ બતાવી શકે છે જેમાં આઈપીએસ અધિકારી ક્લબમાં એક મહિલા કર્મચારીને 'તેની પાસે બેસવા' કહેતા જોવા મળે છે. જો કે, કથિત ઘટના ક્યારે બની તે અંગે તેમણે જણાવ્યું ન હતું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news