Signs of a Heart Attack: શરીરમાં આવા ફેરફાર થવા હાર્ટ એટેકના શરુઆતી લક્ષણ, તુરંત પહોંચવું સારવાર માટે

Signs of a Heart Attack:નિષ્ણાંતો અનુસાર હાર્ટ અટેક આવવાનો હોય તે પહેલા શરીરમાં કેટલાક લક્ષણો જોવા મળે છે. જો આ લક્ષણો પ્રત્યે બેદરકારી રાખવામાં ન આવે અને તુરંત જ એક્સપર્ટની મદદ લેવામાં આવે તો વ્યક્તિનો જીવ પણ બચી શકે છે. તો ચાલો તમને જણાવીએ એ લક્ષણો વિશે જે હાર્ટ એટેક આવવાનો હોય તે પહેલા શરીરમાં જોવા મળે છે. 

Signs of a Heart Attack: શરીરમાં આવા ફેરફાર થવા હાર્ટ એટેકના શરુઆતી લક્ષણ, તુરંત પહોંચવું સારવાર માટે

Signs of a Heart Attack: ખરાબ ડાયટ અને લાઈફ સ્ટાઈલના કારણે હાર્ટ અટેકના કેસમાં સતત વધારો નોંધાવા લાગ્યો છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં તો નાની ઉંમરમાં જ લોકો હાર્ટ અટેકનો શિકાર થઈ જાય છે. હાર્ટ એટેકને સાઇલેન્ટ કિલર તરીકે જોવામાં આવે છે. હાર્ટ એટેક કોઈપણ પ્રકારની ચેતવણી વિના અચાનક આવે છે. જોકે એક અધ્યયનમાં દાવો કરવામાં આવ્યો છે કે હાર્ટ અટેક જેવી સ્થિતિ સર્જાવાની હોય તેના મહિનાઓ પહેલા શરીરમાં ફેરફાર થવા લાગે છે. 

જે લોકોને કોલેસ્ટ્રોલ હોય તેમને હાર્ટ એટેક આવવાનું જોખમ પણ વધારે હોય છે. જોકે ફક્ત કોલેસ્ટ્રોલના કારણે જ હાર્ટ એટેક આવે તેવું નથી. અન્ય કારણોસર પણ આ સમસ્યા થઈ શકે છે. હાર્ટ એટેકથી બચવું હોય તો તેના લક્ષણોને પણ ઓળખવા જરૂરી છે. ખાસ તો હાર્ટ અટેક આવવાનો હોય તે પહેલા શરીરમાં કેટલાક સંકેત જોવા મળે છે જેને ઓળખી લેવામાં આવે તો હાર્ટ એટેકથી બચાવ શક્ય છે. 

નિષ્ણાંતો અનુસાર હાર્ટ અટેક આવવાનો હોય તે પહેલા શરીરમાં કેટલાક લક્ષણો જોવા મળે છે. જો આ લક્ષણો પ્રત્યે બેદરકારી રાખવામાં ન આવે અને તુરંત જ એક્સપર્ટની મદદ લેવામાં આવે તો વ્યક્તિનો જીવ પણ બચી શકે છે. તો ચાલો તમને જણાવીએ એ લક્ષણો વિશે જે હાર્ટ એટેક આવવાનો હોય તે પહેલા શરીરમાં જોવા મળે છે. 

હાર્ટ અટેક પહેલા શરીરમાં જોવા મળે છે આ લક્ષણો

- છાતીમાં હળવો હળવો દુખાવો અથવા તો છાતીમાં ભારેપણું અનુભવવું. 

- માથામાં દુખાવો થવો અને નબળાઈ આવી જવી. 

- અચાનક પરસેવો થવો અને ગભરામણ થવી. આ સ્થિતિ પછી બેભાન અવસ્થામાં હાર્ટ અટેક આવી શકે છે. 

- હાર્ટ અટેક આવવાનો હોય તે પહેલા ખભામાં પણ દુખાવો થાય છે અને બંને હાથના બાવડા પણ દુખે છે. 

- હાર્ટ અટેક આવવાનો હોય તે પહેલા જડબામાં, કમરમાં અને ખાસ કરીને ડાબા હાથમાં તીવ્ર દુખાવો અનુભવાય છે.

- હાર્ટ એટેક આવવાનો હોય તેની પહેલા શરીર ઠંડુ પડી જાય છે. 

- ગભરામણ થયા પછી અચાનક ઉલટી જેવું થવું હાર્ટ એટેકની ચેતવણીનો સંકેત છે. 

આ લક્ષણ જોવા મળે તો શું કરવું ? 

જો કોઈપણ વ્યક્તિને ઉપર જણાવ્યા અનુસારના લક્ષણ શરીરમાં અનુભવાય તો સમય બગાડ્યા વિના હોસ્પિટલ જવું અને ડોક્ટરનો સંપર્ક કરી જરૂરી ટેસ્ટ કરાવી લેવા. કેટલાક ટેસ્ટ પરથી જાણી શકાય છે કે તમને હાર્ટ એટેક આવ્યો છે કે નહીં. સાથે જ તમારા હૃદયનું સ્વાસ્થ્ય કેવું છે તે પણ ટેસ્ટ વડે જાણી શકાય છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news