સરસવના તેલમાં આ એક વસ્તુ મિક્સ કરી માથે લગાવો, ટાલ પર ફરી ઉગી જશે વાળ, સફેદ વાળ થશે કાળા

એક સમયે જ્યાં ટાલિયાપણું વધતી ઉંમરનું એક લક્ષણ ગણાતું હતું ત્યાં હવે આજના સમયમાં તે કહેવું ખોટું પણ બની શકે છે. આ સમસ્યાથી છૂટકારો મેળવવા માટે લોકો સારવાર કરાવતા હોય છે જેથી કરીને વાળ ફરી પાછા આવે. 

સરસવના તેલમાં આ એક વસ્તુ મિક્સ કરી માથે લગાવો, ટાલ પર ફરી ઉગી જશે વાળ, સફેદ વાળ થશે કાળા

Hair Regrowth Remedies: વાળ ખવા અને ત્યારબાદ ઊભી થતી ટાલિયાપણાની સમસ્યા ખુબ સતાવતી હોય છે. અત્યારના સમયમાં આ સમસ્યાઓ મોટાભાગે લોકોમાં જોવા મળતી કોમન સમસ્યા છે. જેનું કારણ વધતું પ્રદૂષણ, કેમિકલ પ્રોડક્ટ્સનો વધુ પડતો ઉપયોગ, લાઈફસ્ટાઈલ અને ખરાબ ખાણીપીણી હોઈ શકે છે. શરીરમાં કેટલાક પોષકતત્વોની કમીથી પણ ટાલિયાપણું અને વાળ ખરવાની સમસ્યા આવી શકે છે. એક સમયે જ્યાં ટાલિયાપણું વધતી ઉંમરનું એક લક્ષણ ગણાતું હતું ત્યાં હવે આજના સમયમાં તે કહેવું ખોટું પણ બની શકે છે. આ સમસ્યાથી છૂટકારો મેળવવા માટે લોકો સારવાર કરાવતા હોય છે જેથી કરીને વાળ ફરી પાછા આવે. 

જો તમારે પણ વાળ ખરી ગયા હોય અને તમે તેને ફરીથી ઉગાડવા માંગતા હોવ તો અમે તમને એક એવો તિબ્બતી નુસ્ખો જણાવીશું કે જેનાથી વાળને કાળા, ભરાવદાર અને લાંબા તથા ગયેલા વાળને પાછા પણ લાવી શકવામાં મદદરૂપ થઈ શકે છે. 

વાળ માટે ઘરેલું નુસ્ખો
વાળ માટેના આ તિબ્બતી નુસ્ખા માટે તમને અમરબેલ, આંબળા, શિકાકાઈ, અરીઠા અને રતનજોતની જરૂર પડશે. 

કેવી રીતે બનાવવો
આ નુસ્ખાને બનાવવા માટે સૌથી પહેલા આ તમામ ચીજોને ધોઈને સૂકવી લો. ત્યારબાદ તેમને મિક્સરમાં કે હાથેથી બારીક પીસી લો. હવે આ પાઉડરને સરસવના તેલમાં નાખી દો. થોડા દિવસ બાદ તમને જોઈ શકશો કે આ તેલનો રંગ લાલ થઈ જશે. તેનો અર્થ એ થયો કે હવે તમારા માટે આ તેલ તૈયાર છે. 

કેવી રીતે કરવો ઉપયોગ
આ તેલને અઠવાડિયામાં તમે 3 વાર વાપરી શકો છો. તેનાથી પરિણામ સારું મળશે. રાતે સૂતા પહેલા આ તેલથી માથામાં માલિશ કરો અને કપડાને માથા પર બાંધીને સૂઈ જાઓ. સવારે ઉઠીને માઈલ્ડ શેમ્પુથી વાળને ધોઈ નાખો. થોડા દિવસમાં તમને અંતર સ્પષ્ટપણે જોવા મળશે. 

(Disclaimer: અહીં આપેલી જાણકારી ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news