ટાલિયાપણાથી શરમ આવે છે? લગાવો આ એક વસ્તુ...ફરી ઉગી જશે ગાયબ થયેલા વાળ!

Healthcare: વાળને સ્વસ્થ રાખવામાં ડુંગળીનો રસ ખુબ કારગર છે. ડુંગળીના રસમાં વિટામીન, એન્ટી ઈન્ફ્લેમેટરી અને એન્ટી માઈક્રોબિયલ ગુણ હોય છે. તેના ઉપયોગથી તમે વાળ ખરતા રોકી શકો છો. વાળને ખરતા રોકવા માટે ડુંગળીના રસનો કેવી રીતે ઉપયોગ કરવો જોઈએ તે ખાસ જાણો. 

ટાલિયાપણાથી શરમ આવે છે? લગાવો આ એક વસ્તુ...ફરી ઉગી જશે ગાયબ થયેલા વાળ!

ડુંગળી ફક્ત ખાવામાં સ્વાદ વધારે છે એટલું જ નહીં પરંતુ તેનાથી તમે વાળની પણ સારી રીતે માવજત કરી શકો છો. વાળને સ્વસ્થ રાખવામાં ડુંગળીનો રસ ખુબ કારગર છે. ડુંગળીના રસમાં વિટામીન, એન્ટી ઈન્ફ્લેમેટરી અને એન્ટી માઈક્રોબિયલ ગુણ હોય છે. તેના ઉપયોગથી તમે વાળ ખરતા રોકી શકો છો. વાળને ખરતા રોકવા માટે ડુંગળીના રસનો કેવી રીતે ઉપયોગ કરવો જોઈએ તે ખાસ જાણો. 

ગુણોની ખાણ છે ડુંગળી
એન્ટી બેક્ટીરિયલ ગુણોથી ભરપૂર ડુંગળી તમારા સ્કલ્પને દરેક પ્રકારના સંક્રમણથી રાહત અપાવશે. તેના એન્ટીબેક્ટીરિયલ અને એન્ટીફંગલ ગુણ ખોડો ઓછી કરે છે. ડુંગળીના રસથી માથામાં માલિશ કરવાથી વાળ ઝડપથી વધે છે અને વાળ ખરતા પણ અટકે છે. ડુંગળીના રસમાં રહેલું સલ્ફર વાળને પાતળા થતા અને ખરતા અટકાવવામાં ખુબ મદદ કરે છે. તે વાળના મૂળમાં પ્રાણ પૂરવામાં મદદ કરે છે. 

ડુંગળીના રસને રૂમાં લઈને વાળના સ્કલ્પ પર લગાવો. ત્યારબાદ હળવા હાથે મસાજ કરો. 15 મિનિટ સુધી રહેવા દો અને  પછી વાળને શેમ્પુ કરી ધોઈ લો. સપ્તાહમાં ત્રણવાર ડુંગળીનો રસ લગાવો. આમ કરવાથી વાળ તૂટવા, ખરવાની સમસ્યા બંધ થઈ જશે. 

આ રીતે બનાવો ડુંગળીનો રસ
ડુંગળીનો રસ ખુબ સરળતાથી કાઢી શકાય છે. એક ડુંગળી લો. તેના છોતરા ઉતારી લો અને ડુંગળીને બ્લેન્ડરમાં પીસીને પેસ્ટ બનાવી લો. ત્યારબાદ પેસ્ટને એક સ્વચ્છ કપડાંમાં નાખીને તેમાંથી રસ નીચોવી લો. આ ઉપરાંત તેને તમે છીણીથી છીણી લઈને પણ રસ કાઢી શકો છો. 

ડુંગળીનો રસ અને નારિયેળનું તેલ
નારિયેળનું તેલ એટલે કે કોપરેલમાં એન્ટીફંગલ અને એન્ટીબેક્ટીરિયલ ગુણ હોય છે જે ખોડો, ઈન્ફેક્શનથી બચાવવામાં અને તેને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. એક વાટકીમાં ટી ટ્રી ઓઈલના 4-5 ટીપા, 2 ચમચી ડુંગળીનો રસ અને 2 ચમચી નારિયેળનું તેલ લો. તેને સારી રીતે મિક્સ કરી લો. આ મિશ્રણને વાળના સ્કલ્પ પર સારી રીતે લગાવો. લગભગ અડધા કલાક બાદ વાળ ધોઈ લો. 

(Disclaimer: અહીં આપેલી જાણકારી ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news