જબરા ફેન! સુરતીલાલાએ વિરાટ કોહલી માટે તૈયાર કરાવ્યું રીયલ ડાયમંડનું શાનદાર બેટ

1.04 કેરેટ કુદરતી હીરાને બેટ તરીકે કટિંગ અને  પોલિશ કર્યું છે. અગત્યની વાત છે કે આને દરેક ખૂણાઓથી બેડને પોલિશ કર્યું છે. આ રિયલ ડાયમંડ છે એ સ્પષ્ટ પણે જોવા મળે આ માટે અમે તેનાં વ્યૂહાત્મક ક્ષેત્રોને જાણી જોઈને હીરાના સ્કીન જાળવી રાખ્યા છે. એક મહિનામાં આ રિયલ ડાયમંડને બેટ આકાર આપ્યો છે.

જબરા ફેન! સુરતીલાલાએ વિરાટ કોહલી માટે તૈયાર કરાવ્યું રીયલ ડાયમંડનું શાનદાર બેટ

ચેતન પટેલ, સુરતઃ ક્રિકેટ પ્રેમીઓ વર્લ્ડ કપ ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ત્યારે સુરત ખાતે એક ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડી વિરાટ કોહલી માટે તેમના ચાહક એ જે સુરત હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે તેઓએ 1.04 કેરેટના રીયલ ડાયમંડમાંથી બેટ તૈયાર કરાવ્યું છે. સુરતના એક હીરાઉદ્યોગપતિએ ભારતીય ક્રિકેટ સ્ટાર ખિલાડી વિરાટ કોહલી માટે આ ઉપહાર તરીકે રિયલ ડાયમંડની બેટ તૈયાર કરાવી છે. સુરતની એક જાણીતી લેકસસ ટેકનોમિસ્ટ ડાયમંડ મેન્યુફેક્ચરર કંપનીને આ માટે ઓર્ડર પણ આપી છે.

જે રીતે આખા વિશ્વમાં હીરાની ચમક માટે સુરત જાણીતો છે તે જ રીતે હાલના દિવસોમાં જ્યારે ક્રિકેટની વાત કરવામાં આવે તો સ્ટાર ક્રિકેટર તરીકે વિશ્વભરમાં વિરાટ કોહલીએ પોતાની અલગ છવી બનાવી છે અને વિરાટ કોહલી ના ચાહકો તેમની માટે કંઈક પણ કરવા માટે તૈયાર હોય છે. સુરતમાં તેમના એક એવા ચાહકે તેમની માટે રીયલ હીરામાંથી બેટ તૈયાર કરાવ્યું છે. જાણીને આશ્ચર્ય થશે કે સિંગલ નેચરલ ડાયમંડમાંથી આ ક્રિકેટ બેટ તૈયાર કરાવવામાં આવી છે. 

બેટ ઉપહાર તરીકે આપનાર સુરતના એક જાણીતા હીરા પતિ છે. આ હીરા ભેટ સ્વરૂપ આપવા માટે તેઓએ સુરત શહેરની જાણીતી કંપની કે જે ઈચ્છાપુર ખાતે આવેલી હીરા સ્થાપિત છે તેવી લેકસસ ટેકનોમિસ્ટ ડાયમંડ મેન્યુફેક્ચરર કંપની ને બેડ બનાવવા માટે ઓર્ડર આપ્યા હતા જેથી બેટમાં કોઈપણ પ્રકારની કચાસ ન રહી જાય. આ બેડ ની કિંમતની બજારમાં જો કિંમત એ વાત કરવામાં આવે તો તેની કિંમત દસ લાખથી પણ વધુ હોઈ શકે છે. રીયલ ડાયમંડને સિંગલ પીસ માં બેટ નું સ્વરૂપ આપનાર કંપનીના ડિરેક્ટર ઉત્પલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, શકાય કે વિશ્વનું આ પ્રથમ હીરા છે જે સિંગલ પીસ છે અને કુદરતી પણ છે અને તેને ક્રિકેટ બેટનો આકાર આપવામાં આવ્યો છે. 

1.04 કેરેટ કુદરતી હીરાને બેટ તરીકે કટિંગ અને  પોલિશ કર્યું છે. અગત્યની વાત છે કે આને દરેક ખૂણાઓથી બેડને પોલિશ કર્યું છે. આ રિયલ ડાયમંડ છે એ સ્પષ્ટ પણે જોવા મળે આ માટે અમે તેનાં વ્યૂહાત્મક ક્ષેત્રોને જાણી જોઈને હીરાના સ્કીન જાળવી રાખ્યા છે. એક મહિનામાં આ રિયલ ડાયમંડને બેટ આકાર આપ્યો છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, રીયલ ડાયમંડ કી તૈયાર આ બેટ કયા ભારતીય ક્રિકેટ ખેલાડી માટે છે તે અમે આપને જણાવી શકતા નથી પરંતુ ચોક્કસથી આ ખાસ બેટ ખાસ ક્રિકેટર માટે છે. આ બેડ સુરતના ડાયમંડ ઉદ્યોગપતિ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. 

આ બેટ બનાવવા પાછળ બે ઉદ્દેશ છે એક તો ઉદ્યોગપતિ પોતાના ક્રિકેટપ્રેમને પોતાના પ્રિય ક્રિકેટ ખેલાડીને બતાવવા માંગે છે અને બીજું કે હાલ જે રીતે લેબગ્રોન ડાયમંડ કિંમત ઘટી છે અને રિયલ ડાયમંડની કિંમતમાં વધારો થયો છે. રીયલ ડાયમંડની ગુણવત્તા તેની કિંમત અને અન્ય વસ્તુઓ અંગે લોકોને કઈ રીતે માહિતી મળી રહે તે માટે આ ખાસ ઉદ્દેશ છે. રીયલ ડાયમંડ થી બેટ બનાવવા માટે અમે અગાઉ એક કેરેટ નેટ બનાવવાની હતી. પરંતુ જોકે શક્ય નહીં રહેતા અમે ટેકનિકલ કારણસર 1.04 કેરેટ આ બેટ તૈયાર કર્યું છે.
--------------------------

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news