Baroda Cricket Team: કૃણાલ પંડ્યા સાથે વિવાદ મોંઘો પડ્યો, દીપક હુડ્ડા ટીમમાંથી બહાર

સૈયદ મુશ્તાલ અલી પહેલા કેપ્ટન કૃણાલ પંડ્યા અને ઓલરાઉન્ડર દીપક હુડ્ડા વચ્ચે વિવાદ થયો હતો. હવે બરોડા ક્રિકેટ એસોસિએશનની એપેક્સ કાઉન્સિલો મોટો નિર્ણય કર્યો છે. 
 

Baroda Cricket Team: કૃણાલ પંડ્યા સાથે વિવાદ મોંઘો પડ્યો, દીપક હુડ્ડા ટીમમાંથી બહાર

હાર્દિક દીક્ષિત, વડોદરાઃ સૈયદ મુશ્તાક અલી ટી-20 ટ્રોફીના (Syed Mushtaq Ali T20 Trophy) પહેલા બરોડા ક્રિકેટ ટીમના કેપ્ટન કૃણાલ પંડ્યા (Krunal Pandya) અને ઓલરાઉન્ડર દીપક હુડ્ડા (Deepak Hodda) વચ્ચે વિવાદ થયો હતો. બંન્ને વચ્ચે ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા બંન્ને સીનિયર ખેલાડીઓ વચ્ચે થયેલો ઝગડાનો મામલો બરોડા ક્રિકેટ એસોસિએશન પાસે પહોંચ્યો હતો. હવે આ મુદ્દે બરોડા ક્રિકેટ એસોસિએશનની એપેક્ષ કાઉન્સિલે મોટો નિર્ણય લીધો છે. તેમણે દીપક હુડ્ડાને ટીમમાંથી બહાર કરી દીધો છે. 

દીપક હુડ્ડા બહાર
પ્રાપ્ત માહિતી અનુસાર 9 જાન્યુઆરીના દિવસે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી માટે તૈયારી કરી રહેલી બરોડાની ટીમના કેપ્ટન કૃણાલ પંડ્યા અને ટીમના ઓલરાઉન્ડર દીપક હુડ્ડા વચ્ચે બબાલ થઈ હતી. ટીમની પ્રેક્ટિસ ચાલી રહી હતી ત્યારે આ બન્ને ખેલાડીઓ વચ્ચે વિવાદ થયો હતો. ત્યારબાદ બરોડા ક્રિકેટ એસોસિએશને આ મુદ્દે તપાસ શરૂ કરી હતી. આજે બરોડા ક્રિકેટ એસોસિએશનની એપેક્ષ કાઉન્સિલે દીપક હુડ્ડાને આ સીઝનમાટે બહાર કરી દીધો છે. હવે તે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી રમી શકશે નહીં. 

ENG vs IND: પ્રથમ બે ટેસ્ટ માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર, આ સ્ટાર ખેલાડીની વાપસી  

સૈયદ મુશ્તાલ અલી ટ્રોફીમાં બરોડાનું દમદાર પ્રદર્શન
આ વર્ષે રમાઈ રહેલી સૈયદ મુશ્તાલ અલી ટી20 ટ્રોફીમાં બરોડાની ટીમે શાનદાર પ્રદર્શન કર્યુ છે. બરોડાની ટીમે લીગ રાઉન્ડની પાંચ મેચ જીતીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. તો ટીમના કેપ્ટન કૃણાલ પંડ્યાના પિતાનું નિધન થવાથી તે હાલ ટીમ સાથે નથી. કૃણાલ બાદ ટીમની કમાન ઓપનિંગ બેટ્સમેન કેદાર દેવધરને સોંપવામાં આવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news