ગુજરાતના આ 14 IAS અધિકારીઓની બદલી-બઢતી; પંકજ જોશીને અપાયો વધારોનો હવાલો

ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ જોશીને વધારો હવાલો આપવામાં આવ્યો છે, જ્યારે IAS કમલ દયાનીને પણ વધારોનો હવાલો અપાયો છે. કમલ દયાનીને GSFCના MDનો ચાર્જ સોંપાયો છે. જ્યારે કે.કે.નિરાલાને નાણાં વિભાગના સચિવ બનાવાયા છે. આ સાથે જ  IAS કે.કે.નિરાલા વધારાનો હવાલો સંભાળશે. 

ગુજરાતના આ 14 IAS અધિકારીઓની બદલી-બઢતી; પંકજ જોશીને અપાયો વધારોનો હવાલો

ઝી બ્યુરો/ગાંધીનગર: લોકસભાની ચૂંટણી પહેલા ઉચ્ચ અધિકારીઓના બદલી અને પ્રમોશનનો સિલસિલો યથાવત રહ્યો છે. આજે 3 સિનિયર IAS અધિકારીઓની બદલીના આદેશ કરાયા છે. જી હા...ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ જોશીને વધારો હવાલો આપવામાં આવ્યો છે, જ્યારે IAS કમલ દયાનીને પણ વધારોનો હવાલો અપાયો છે. કમલ દયાનીને GSFCના MDનો ચાર્જ સોંપાયો છે. જ્યારે કે.કે.નિરાલાને નાણાં વિભાગના સચિવ બનાવાયા છે. આ સાથે જ  IAS કે.કે.નિરાલા વધારાનો હવાલો સંભાળશે. આ સિવાય ગૃહ વિભાગમાંથી અધિક મુખ્ય સચિવ પદે નિવૃત્ત થયેલા મુકેશપુરીને નિમણૂંક અપાઈ છે. મુકેશપુરીને નર્મદા વોટર રિસોર્સ અને કલસર યોજનાના MD તરીકે મુકાયા છે. આ સિવાય વધુ 11 IAS અધિકારીઓની બદલી કરાઈ છે. જે નીચે મુજબ છે.

નોંધનીય છે કે, વર્તમાન અધિક ગૃહ સચિવ મુકેશ પૂરી 31 જાન્યુઆરીના રોજ નિવૃત્ત થયા છે. ત્યારે નિર્વિવાદીત છબી ધરાવતાં પંકજ જોશી રાજ્યના નવા અધિક ગૃહ સચિવ બનવાની શક્યતા જોવામાં આવતી હતી. ત્યારે રાજ્ય સરકારે ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ જોશીને વધારો હવાલો આપ્યો છે. તમને જણાવી દઈએ કે પંકજ જોશી વર્ષ 1989 બેચના આઈએએસ છે. તેઓ હાલ મુખ્યમંત્રી કાર્યાલયમાં એસીએસ તરીકે ફરજ બજાવી રહ્યા છે. પંકજ જોશી અગાઉ નાણાં વિભાગ, એનર્જી અને પેટ્રોકેમિકલ વિભાગના પણ એસીએસ રહી ચૂક્યા છે.

No description available.

પંકજ જોશી, IAS (RR:GJ:1989)
મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ, સચિવાલય, ગાંધીનગર આગામી આદેશો સુધી મુકેશ પુરીની જગ્યાએ સરકારના ગૃહ વિભાગ, સચિવાલય, ગાંધીનગરના અધિક મુખ્ય સચિવના પદનો વધારાનો હવાલો સંભાળશે. , IAS નિવૃત્ત

કમલ દયાની, IAS (RR:GJ:1990) 
સરકારના અધિક મુખ્ય સચિવ, સામાન્ય વહીવટ વિભાગ (કાર્મિક), સચિવાલય, ગાંધીનગર મેનેજિંગ ડિરેક્ટર, ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિ., વડોદરાના પદનો વધારાનો હવાલો સંભાળશે. તે પોસ્ટના વધારાના ચાર્જના IAS મુકેશ પુરીને હટાવવાના વધુ આદેશો.

કે.કે. નિરાલા, IAS (RR:GJ:2005),
કમિશનર, મહિલા અને બાળ વિકાસ અને સરકારના સચિવ, મહિલા અને બાળ વિકાસ વિભાગ, સચિવાલય, ગાંધીનગર સરકારના સચિવ, નાણાં વિભાગ (ખર્ચ), સચિવાલયના પદનો વધારાનો હવાલો સંભાળશે. , ગાંધીનગર આગળના આદેશ સુધી કે.એમ. ભીમાજીયાણી, IAS નિવૃત્ત.

મહત્વનું છે કે, વધુ 11 IAS અધિકારીઓની બદલીના આદેશ કરાયા છે. પરંતુ કેટલાક આઈએસ અધિકારીઓને પ્રમોશન પણ આપવામાં આવ્યું છે.

No description available.

No description available.

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news