અમદાવાદ: કિન્નરોની ખુલ્લી દાદાગીરી, રૂપિયા ન આપતા વેપારીને માર્યો માર

અમદાવાદમાં કિન્નરોની દાદાગીરી સામે આવી છે. ૩ મહિના અગાઉ નવી ઓફીસનું ઉદ્ઘાટન કર્યું હતું. જે અંગે વેપારી પાસે ૩૦,૦૦૦નું બોનસ માંગ્યું હતું. જે વેપારીએ રૂપિયા આપવાની ના પાડતા કિન્નરોએ વેપારી સાથે મારામારી કરી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં થઇ કેદ થઈ હતી. પારીએ આ અંગે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોધાવી છે.

અમદાવાદ: કિન્નરોની ખુલ્લી દાદાગીરી, રૂપિયા ન આપતા વેપારીને માર્યો માર

મૌલિક ધામેચા/અમદાવાદ: અમદાવાદમાં કિન્નરોની દાદાગીરી સામે આવી છે. ૩ મહિના અગાઉ નવી ઓફીસનું ઉદ્ઘાટન કર્યું હતું. જે અંગે વેપારી પાસે ૩૦,૦૦૦નું બોનસ માંગ્યું હતું. જે વેપારીએ રૂપિયા આપવાની ના પાડતા કિન્નરોએ વેપારી સાથે મારામારી કરી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં થઇ કેદ થઈ હતી. પારીએ આ અંગે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોધાવી છે.

શહેરના એસ.જી.હાઈવે પર એક વેપારીએ ૩ મહિનાથી પોતાની નવી આર્કિટેકચેરની ઓફિસનું ઉદ્ઘાટન કર્યું હતું ત્યારે ૮ કિન્નરો પણ પહોચ્યા હતા. કિન્નરોએ વેપારી પાસે નવી ઓફીસના ઉદ્ઘાટન માટે ૩૦,૦૦૦ રૂપિયા બોનસની માંગણી કરી હતી. જે વેપારીને આપવાનો ઇનકાર કર્યો હતો. ત્યારબાદ કિન્નરો અનેક વખત વેપારીના ત્યાં પૈસા લેવા જતા હતા અને ૩૦,૦૦૦રૂપિયાની જ માંગણી કરતા હતા. વેપારીએ ૧૦૦૦-૧૫૦૦આપવાની પણ વાત કરી હતી પરંતુ કિન્નરોને ૩૦,૦૦૦ રૂપિયા જ લેવા હતા. વેપારી જયારે ઓફિસમાંનાં હોય ત્યારે પણ કિન્નરો ઓફિસમાં પહોચી જતા હતા અને ઓફીસના સ્ટાફને હેરાન-પરેશ કરતા હતા

સોમવારે ફરીએક વાર કિન્નરો વેપારીની ઓફીસ પહોચ્યા હતા. ત્યારે વેપારી ઓફીસ હાજર ન હતો તેના જાણ થતાં તે ઓફીસ આવ્યો અને અવતાની સાથેજ કિન્નરો દ્વારા પૈસાની માંગણી કરી હતી. જે અંગે વેપારોએ ફરીવાર ઇનકાર કર્યો હતો. માટે આ બાબતે કિન્નરોએ વેપારી સાથે ઝગડો પણ કર્યો અને અભદ્ર વર્તન કર્યું હતું. ઉપરાંત વેપારી સાથે મારામારી પણ કરી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. વેપારીએ પણ આ બનાવ અંગે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી અને પોલીસે આ અંગે ફરિયાદ નોધી કાર્યવાહી હાથ ધરી છે.
 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news