ભારે પવન અને વીજળીના ચમકારા તેમજ વાદળોના ગડગડાટ સાથે ભરશિયાળે મેઘસવારી આવી : ગુજરાતમાં ભરશિયાળે ધોધમાર વરસાદની એન્ટ્રી

Gujarat Weather Forecast : આજથી 3 દિવસ ગુજરાતમાં કમોસમી વરસાદની હવામાનની આગાહી,,,, કૃષિમંત્રીએ કહ્યું- કદાચ માવઠું આવશે તો પણ સરકારે કરી છે તમામ તૈયારીઓ
 

ભારે પવન અને વીજળીના ચમકારા તેમજ વાદળોના ગડગડાટ સાથે ભરશિયાળે મેઘસવારી આવી : ગુજરાતમાં ભરશિયાળે ધોધમાર વરસાદની એન્ટ્રી

Ambalal Patel Prediction : હવામાન વિભાગની આગાહી અનુસાર, ગુજરાતના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. ગુજરાતનું વાતાવરણ વહેલી સવારથી પલટાયું છે. જેને પગલે વહેલી સવારથી જ સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વરસાદ તૂટી પડ્યો છે. મોડી રાતથી લઈને સવાર સુધી ગુજરાતના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ આવ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગાહી અપાઈ હતી, તે બધી જગ્યાએ આ હાલ વરસાદી વાતાવરણ છે. 

જુનાગઢમાં ગિરનાર પરિક્રમાવાસીઓ અટવાયા 
જુનાગઢમાં વહેલી સવારથી જ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. એક તરફ શિયાળાની શરુઆત અને બીજી તરફ આ માવઠું ખેડૂતોની હાલત દયનીય બની છે. ગિરનાર પરિક્રમામાં હજુ એક લાખ યાત્રીઓ જંગલમાં હોવાથી આ માવઠું તેમની પરિક્રમામાં મુશ્કેલીઓ ઉભી કરી શકે છે. વરસાદની આગાહીને લીધે જ બે દિવસ વહેલી પરિક્રમા શરૂ કરાઇ હતી. તેથી મોટાભાગના લોકોએ પરિક્રમા પૂર્ણ કરી લીધી છે. નહિ તો ત્રણ થી પાંચ લાખ લોકો પરિક્રમા રૂટ પર હોત તો પ્રશાસન માટે મુશ્કિલ વધી જાત. જુનાગઢમાં કડકડતી ઠંડી પડવાને બદલે વરસાદ પડી રહ્યો છે. આ કારણે ગિરનાર પર પ્રવાસીઓને મુશ્કેલી પડી રહી છે. તો બીજી તરફ, ગિરનાર રોપ વે બંધ હોઈ ફરજ બજાવવા જતા પોલીસ જવાનો પણ સ્થળ પર પહોંચી શક્તા નથી. અચાનક મોસમના બદલાવે યાત્રિકોની મુશ્કેલી વધી રહી છે. 

સમગ્ર જુનાગઢ જિલ્લામાં વરસાદ
જુનાગઢ શહેરમાં ફરી વરસાદ શરૂ થયો છે. વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે. અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ આવી પડ્યો છે. તો બીજી તરફ, ધારી, સાવરકુંડલા, રાજુલા, ખાંભા સહિતના તાલુકામાં કમોસમી વરસાદ આવ્યો છે. સાવરકુંડલા, ખાંભા સહિતના શહેરમાં પણ વહેલી સવારે કમોસમી વરસાદ ખાબક્યો છે. કેશોદ તાલુકામાં વહેલી સવારથી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો છે. અનેક ખેડુતોના ઘાસચારા પલળી ગયા છે. વહેલી સવારે 3 વાગ્યાની આસપાસ ગળુ નજીક ખોરાસા ગામ અને આસપાસના વિસ્તારમા વરસાદ પડ્યો છે. જૂનાગઢ નજીકના વડાલ અને કાથરોટા ગામમાં પણ વરસાદ આવ્યો છે. 

ગોંડલમાં વરસાદ 
ગોંડલના અનેક વિસ્તારોના વાતાવરણમાં પલટો વહેલી સવારથી જ આવી ગયો છે. મોડી રાતથી વહેલી સવાર સુધીમાં અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. ગોંડલ, સહિતના અનેક વિસ્તારોમાં માવઠું આવ્યું છે. ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા સાથે માવઠું થતાં ચણા, જીરું અને કપાસ સહિતના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. ગોંડલમાં કમોસમી વરસાદની આગાહીના પગલે આજે વહેલી સવારે વરસાદ ચાલુ છે.

કચ્છમાં માવઠું
કચ્છમાં પણ કમોસમી વરસાદ જોવા મળ્યો. ભૂજમાં કડાકા ભડાકા સાથે વરસાદ ત્રાટકયો છે. માવઠાને લીધે ખેડૂતો પરેશાન થઈ રહ્યો છે. ઊભા પાકને માવઠાથી ભારે નુકસાન થઈ રહ્યું છે. વહેલી સવારે 4 વાગ્યાથી જ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ આવ્યો છે. 

અમરેલીમાં વરસાદ
અમરેલી જિલ્લામા કમોસમી વરસાદ ત્રાટક્યો છે. ધારી તાલુકાના સરસિયા અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદથી ચોમેર પાણી પાણી થયું છે. વહેલી સવારે સરસિયામાં વરસાદ નોંધાયો છે. સાવરકુંડલાના ધજડી ગામ અને આસપાસના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદનું આગમન થયું. 

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આગાહી મુજબ ગુજરાતના અનેક જિલ્લાઓમાં જોરદાર વરસાદ ખાબક્યો છે. ભારે પવન અને વીજળીના ચમકારા તેમજ વાદળોના ગડગડાટ સાથે ભરશિયાળે મેઘસવારી આવી છે. અચાનક આવેલ કમોસમી વરસાદના કારણે શિયાળુ વાવેતરને મોટું નુકસાન જોવા મળ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news