દ્વારકાના દરિયાથી શંકાસ્પદ ઈરાની બોટ ઝડપાઈ, પાંચ યુવકો પાસેથી મળ્યો સેટેલાઈટ ફોન

Dwarka News : દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા નજીક દરિયામાંથી એક શંકાસ્પદ ઈરાની બોટ ઝડપાઈ છે  
 

દ્વારકાના દરિયાથી શંકાસ્પદ ઈરાની બોટ ઝડપાઈ, પાંચ યુવકો પાસેથી મળ્યો સેટેલાઈટ ફોન

iran boat caught in dwaka જયદીપ લાખાણી/દ્વારકા : દેવભૂમિ દ્વારકા જિલ્લા ના ઓખા નજીક દરિયામાંથી એક શંકાસ્પદ ઈરાની બોટ ઝડપાઈ છે. બોટમાં 3 ઈરાની અને બે ભારતીયો પડાયા છે. હાલ આ પાંચેય શખ્શોની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. ગત મોડી રાત્રિના બોટને ઓખા લાવવામાં આવી હતી. હાલ વિવિધ એજન્સીઓ તપાસ કરવામાં આવી રહી છે. જિલ્લા પોલીસ વડા ઓખા પહોંચ્યા છે, પકડાયેલ શખ્શો કોણ છે અને અહી કેવી રીતે આવ્યા અને શા માટે તે અંગેની પૂછપરછ હાથ ધરાઈ છે. 

આ ઈરાની બોટમાંથી અનેક પ્રકારની વસ્તુઓ મળી આવી છે. શંકાસ્પદ બોટમાંથી માદક પદાર્થ, સેટેલાઇટ ફોન સહિતનો સરસામાન મળી આવ્યો છે. બોટમાં 3 ઇરાની સહિત 5 ઇસમોને પકડી લેવાયા છે. પ્રાથમિક તપાસમાં આ બોટમાંથી શંકાસ્પદ સામાન અને માદક પદાર્થ મળી આવ્યો છે. મામલાની ગંભીરતા જોતા દ્વારકા પોલીસ, એલસીબી, એસઓજી, મરીન પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓ તપાસમાં જોડાઈ છે. શંકાસ્પદ બોટમાથી મળી આવેલા શખ્સોની આ મામલે પુછપરછ કરવામાં આવી રહી છે. 

પકડવામા આવેલ આરોપીઓ
*ભારતિય આરોપીઓ 

(૧) અશોકકુમાર સઓફ અય્યપન મુચુરેલા, જાતે.તેવર, ઉં.વ.૩૭. ધંધો.મેકેનીકલ એન્જીનિયર અન્નાઇનગર, પેરીયાનાયકન-પાલયમ, કોઇમ્બતુર, તમિલનાડુ ૬૪૧૦૨૦
(૨) આનંદકુમાર સ.ઔફ અય્યપન મુથુરેલા, જાતે.તેવર, ઉ.વ.૩૫. ધંધો.ઇલેક્ટ્રીક્લ એન્જીનિયર મસ્કત, દેશ.ઓમાન (કંપનીએ પ્રોવાઇડ કરેલ મકાનનું એડ્રેસ) પરીયાનાયકન-પાલયમ, કોઇમ્બતુર, તમિલનાડુ-૬૪૧૦૨૦
(૩) મુસ્તફા સ.ઓફ મહંમદ સઇદ બલુચી, મુસ્લિમ, ઉં.વ.૩૮, ધંધો.માછીમારી,બંદર અબ્બાસ, દેશ ઈરાન

ઈરાની આરોપી 
(૪) જાશેમ સ.ફ અલી ઇશાક બલુચી, મુસ્લિમ, ઉં.વ.૨૫, ધંધો.માછીમારી,જસ્ક શહેર, ડિસ્ટ્રીક.બંદર અબ્બાસ, દેશ ઇરાન
(૫) અમીરહુશેન સ.ઓફ અલી શાહકરમ બલુચી, મુસ્લિમ, ઉં.વ.૧૯, ધંધો.માછીમારી, દેશ ઇરાન

આરોપીઓ પાસેથી બોટમાંથી અનેક સામાન મળી આવ્યો છે. જેનાથી તેમના પર શંકા વધુ મજબૂત ગઈ છે. તેમની પાસેથી એક થુરાયા રોટલાઇટ ફોન, 10 ગ્રામ માદક પદાર્થ, 8 મોબાઈલ, 2 લેપટોપ,  ઇરાની ચલણની નોટ કુલ રકમ 2,50,000 (ઇરાની રીયાલ), બોટ તથા એન્જિન,  પેટ્રોલના બરેલ તથા કેન, જી.પી.એરા ડીવાઇઝ, 15 એ.ટી.એમ કાર્ડ / ડેબીટ કાર્ડ તથા 2 પાસપોર્ટ મળી આવ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news