પાયલટ બની રાણા સમાજનું ગૌરવ વધાર્યુ આ દીકરીએ : કહ્યું, હું તો ઉડવા માટે જ બની છું

Surat Girl Become Poilot In America : રાણા સમાજમાંથી પહેલીવાર પાયલોટ બની દિપાલી દાળિયા. સુરતની દાપિલી અમેરિકામાં પાયલટ બની. માતાપિતાને ફ્લાઈટમાં બેસીને ઉડાન ભરી એ મારા માટે શ્રેષ્ઠ ક્ષણ..

પાયલટ બની રાણા સમાજનું ગૌરવ વધાર્યુ આ દીકરીએ : કહ્યું, હું તો ઉડવા માટે જ બની છું

Surat News ચેતન પટેલ/સુરત : જીત ઉસી કો મિલતી હૈ, જીસકે સપનો મેં જાન હોતી હૈ, પંખ સે કુછ નહીં હોતા, હોંસલો સે ઉડાન હોતી હૈ... આ પંક્તિને સુરતની દીકરીએ સાર્થક કરી બતાવી છે. સામાન્ય પરિવારની દિપાલી દાળિયાએ અનેક પડકારો-વિષમ પરિસ્થિતિનો સામનો કરી માત્ર ૨૨ વર્ષની ઉંમરે યુએસએના કેલિફોર્નિયાથી પ્રોફેશનલ પાઈલટ બનવાની ઊંચી ઉડાન ભરી છે. 

નારીશક્તિ, મહિલા સશક્તીકરણની ચોમેર વાતો થઈ રહી છે. મહિલાઓને પુરુષ સમોવડી ગણી સમાજમાં સમાન દરજ્જો આપવાની ગુલબાંગો પોકારાઈ રહી છે. જોકે, વાસ્તવિક સ્થિત કંઇક ઓર છે. હજુ પણ ઠેકઠેકાણે મહિલાઓનું શોષણ થવા સાથે ઓરમાયું વર્તન પણ કરાઈ રહ્યું છે. આ કડવી વાસ્તવિકતા વચ્ચે મૂળ સુરતી યુવતીએ આંતરરાષ્ટ્રીય કક્ષાએ અનેરી સિદ્ધિ મેળવી નામના મેળવી છે. 

તળ સુરતના બેગમપુરાના મુંબઇવડના વતની સંજય દાળિયાની ૨૨ વર્ષીય દીકરી દિપાલીએ યુએસએના કેલિફોર્નિયામાં શિફ્ટ થઈ પ્રોફેશનલ પાઈ લટ બનવાનું લાઈસન્સ મેળવ્યું છે. દિપાલીએ ધો. ૧૦ સુધીનો અભ્યાસ અઠવાગેટની વનિતાવિશ્રામ સ્કૂલમાં કર્યો હતો. ત્યાર બાદ વર્ષ ૨૦૧૭માં માતા-પિતા અને ભાઈ સાથે તે યુએસએ શિફ્ટ થઈ હતી. માતા-પિતા અને ભાઈ ન્યૂ જર્સીમાં રહેતા હતા તો દિપાલી પાઈલટ બનવાના અરમાનો સાથે કેલિફોર્નિયામાં એકલી સ્થાયી થઇ હતી. 

આખરે અનેક મહેણાં-ટોણા તથા પડકારોનો સામનો કરી દિપાલી પાઇલટ બનવાનું સાકાર કર્યુ છે. પ્રોફેશનલ પાઇલટ બન્યા પછી પહેલી વખત વતન સુરત આવેલી દિપાલીનું ઉષ્માભેર સ્વાગત કરાયું હતું. પરિવારના સભ્યો જ નહિ સમાજમાં પણ હરખ છવાયો હતો. રાણા સમાજની સૌથી પહેલી પાઇલટ હોય સમાજના આગેવાનો દ્વારા પણ દિપાલીનું સન્માન કરી હજુ વધુ ઊંચી ઉડાન ભરે તેવી શુભેચ્છા પાઠવાઈ હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news