તમારી એક ક્લિક કરી શકે છે તમારું એકાઉન્ટ સાફ! સુરતમાં પાર્ટ ટાઈમ કામના બહાને થયું મોટું ફ્રોડ

વર્તમાન સમયમાં સાઇબર ક્રાઇમના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે સોશિયલ મીડિયા પર એડ જોવાના બહાને અથવા તો વિડીયો કે ફોટો લાઇક કરવાના બહાને સારું વળતર મેળવવાની લાલાસામાં લોકો છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે.

તમારી એક ક્લિક કરી શકે છે તમારું એકાઉન્ટ સાફ! સુરતમાં પાર્ટ ટાઈમ કામના બહાને થયું મોટું ફ્રોડ

ચેતન પટેલ/સુરત: શહેરના એક વ્યક્તિને ઇ કોમર્સ પ્રોડક્ટને લાઈક કરવાનું કહી પાર્ટ ટાઈમ કામ કરવાથી સારું વળતર મળશે તેવી લોભામણી લાલચો આપીને કેટલાક ઈસમોએ 95 હજાર કરતાં વધારે રૂપિયા પડાવી લીધા હતા. આ બાબતે ભોગ બનનારે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી. તેથી પોલીસ દ્વારા તાત્કાલિક અસરથી કાર્યવાહી કરીને રાજસ્થાન ખાતેથી બે ઈસમોને ઝડપી પાડ્યા છે અને અલગ-અલગ બેંક એકાઉન્ટમાં રહેલ 1,26,534 ની રકમ ફ્રિજ કરાવી છે. 

સારા વળતરની લાલાસામાં લોકો બની રહ્યા છે ભોગ
વર્તમાન સમયમાં સાઇબર ક્રાઇમના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે સોશિયલ મીડિયા પર એડ જોવાના બહાને અથવા તો વિડીયો કે ફોટો લાઇક કરવાના બહાને સારું વળતર મેળવવાની લાલાસામાં લોકો છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે. ત્યારે સુરતના એક વ્યક્તિને અજાણ્યા ઈસમો ફોન કરીને સોશિયલ મીડિયા પર ઈ કોમર્સની પ્રોડક્ટ લાઈક કરવાથી સારું વળતર મળશે તેવી લાલચ આપી હતી. ત્યારબાદ એક લિંક મોકલી હતી અને આ લિંક પર આ વ્યક્તિએ રજીસ્ટ્રેશન કર્યું હતું અને શરૂઆતમાં ઈ કોમર્સ પ્રોડક્ટ લાઈક કરવા માટે અને તેના વળતર પેટે આરોપીઓ દ્વારા 1039 રૂપિયાનું કમિશન પણ આપવામાં આવ્યું હતું. 

ફરિયાદીને અલગ અલગ ટાસ્ક આપીને કામ કરવામાં આવ્યું
ત્યારબાદ આ વ્યક્તિએ વધુ રૂપિયાની લાલચમાં આવીને વધારે સમય કામ કરવાનો વિચાર કર્યો અને ત્યારબાદ આરોપીઓ દ્વારા પણ વ્યક્તિને અલગ અલગ ટાસ્ક આપીને કામ કરવામાં આવ્યું. ત્યારબાદ ફરિયાદીનું બેંકનું એકાઉન્ટનું બેલેન્સ એકાએક જ માઇનસ થઈ ગયું અને ત્યારબાદ બેન્ક અકાઉન્ટનું બેલેન્સ પ્લસમાં કરાવવાના બહાને આરોપીઓએ ફરિયાદી પાસેથી અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં 5,95,976 રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતા અને ત્યારબાદ આરોપીઓએ ફરિયાદીને એક પણ રૂપિયો પરત આપ્યો ન હતો. જેથી પોતે છેતરાયો હોવાની જાણ થતા ફરિયાદી દ્વારા આ મામલે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

આરોપીઓ પાસેથી થઈ શકે છે મોટા ખુલાસા
આ ફરિયાદ નોંધાયા બાદ સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા ટેકનિકલ સર્વેન્સના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી અને આ મામલે આરોપી રાજકુમાર બીશ્નોઈ અને રાકેશ બીશ્નોઈની ધરપકડ કરવામાં આવી છે. બંને આરોપી મૂળ રાજસ્થાનના જોધપુરના રહેવાસી છે અને રાજસ્થાન ખાતેથી જ સાયબર ક્રાઇમ દ્વારા બંને આરોપીને પકડવામાં આવ્યો છે. રાજકુમાર નામનો ઈસમ બેરોજગાર છે. તો બીજી તરફ સાયબર ક્રાઇમ દ્વારા બંને આરોપીના બે દિવસના રિમાન્ડ કોર્ટમાંથી મેળવી બંનેની વધુ પૂછપરછ કરવામાં આવી છે. જોકે આરોપીઓની પૂછપરછમાં જ ખુલાસા થશે કે આ જ પ્રકારે લોકોને લલચાવીને કેટલા લોકો સાથે તેમને ફ્રોડ કર્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news