શિક્ષણ વિભાગના આદેશોને ઘોળીને પી ગઈ અમદાવાદની સ્કૂલો, 3 સ્કૂલોના વિવાદ સામે આવ્યા

શિક્ષણ વિભાગના આદેશોને ઘોળીને પી ગઈ અમદાવાદની સ્કૂલો, 3 સ્કૂલોના વિવાદ સામે આવ્યા
  • અનન્ય વિદ્યાલય કલોલના પૂર્વ ધારાસભ્ય અતુલ પટેલની હોવાનું વાલીઓએ જણાવ્યું, જેના કારણે વાલીઓનું કોઈ સાંભળતું ના હોવાનો આક્ષેપ તેઓએ કર્યો છે. 
  • અમદાવાદમાં આવેલી ઉદગમ અને ઝેબર સ્કૂલે શિક્ષકોના પગારમાં કાપ મૂક્યો છે. બંને સ્કૂલોએ 350 જેટલા શિક્ષકોનો 10 ટકા પગાર કાપની જાહેરાત કરી

અતુલ તિવારી/અમદાવાદ :સરકારે 25 ટકા ફી માફી કરી છે, ત્યારે સ્કૂલો હજી પણ ફી મામલે મનમાની કરી રહી છે. અમદાવાદની ન્યૂ ઝુંડાલમાં આવેલી અનન્ય સ્કૂલ ખાતે વાલીઓ આજે એકઠા થયા હતા. CBSE
સ્કૂલ હોવાનું કહી ગેરમાર્ગે દોરી, મંજૂરી કરતા વધુ ફી ઉઘરાવ્યાંનો વાલીઓએ સ્કૂલ પર આક્ષે કર્યો છે. ન્યૂ ઝુંડાલમાં આવેલી સ્કૂલમાં ધોરણ 10 થી 12માં વિદ્યાર્થીઓને પ્રવેશ આપી અભ્યાસ કરાવવામાં આવે છે. પરંતુ વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન કલોલની અનન્ય વિદ્યાલયમાં કરાવવામાં આવતો હોવાનો વાલીઓનો આક્ષેપ છે. 

આ પણ વાંચો : પેટાચૂંટણીના પ્રચારમાં એડીચોટીનું જોર લગાવશે ભાજપ, રૂપાણી-પાટીલ સંયુક્ત સભા કરશે 

સ્કૂલ ઝુંડાલમાં, અને પરીક્ષા કલોલમાં...
હવે હાલત એવી છે કે, સ્કૂલ ન્યૂ ઝુંડાલમાં અને બાળકો પરીક્ષા આપવા માટે કલોલમાં જાય છે. FRC એ સ્કૂલને 15 હજાર, 17 હજાર અને 25 હજાર રૂપિયા ફી લેવા માટેનો આદેશ કરાયો છતાં 38 હજાર જેટલી ફી વસુલવામાં આવતી હોવાનો આક્ષેપ વાલીઓએ કર્યો છે. વાલીઓને શાળાએ લીધેલી ફી માટે બે રસીદ આપવામાં આવી છે. જેમાં 23,000 અને 15,000 ફી લીધાના રસીદ આપી છે. સ્કૂલ દ્વારા ચલાવવામાં આવતી એક્ટિવિટીની ફી ઉઘરાવી લેવાય છે, પરંતુ કોઈ સુવિધા પૂરી ના આપવામાં આવતી હોવાનો પણ વાલીઓએ મીડિયાને જણાવ્યું છે. અનન્ય વિદ્યાલય કલોલના પૂર્વ ધારાસભ્ય અતુલ પટેલની હોવાનું વાલીઓએ જણાવ્યું, જેના કારણે વાલીઓનું કોઈ સાંભળતું ના હોવાનો આક્ષેપ તેઓએ કર્યો છે. 

આ પણ વાંચો : ‘બળાત્કારની ઘટનામાં સરકાર કંઈ ચલાવી નહિ લે, બનાસકાંઠા હત્યા કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચાલશે’

શિક્ષકોના પગારમાં કાપ મૂકાયો
ફી વધારાની વચ્ચે અમદાવાદની બે સ્કૂલોની દાદાગીરી સામે આવી છે. આ વખતે દાદાગીરી શિક્ષકો સાથે કરાઈ છે. અમદાવાદમાં આવેલી ઉદગમ અને ઝેબર સ્કૂલે શિક્ષકોના પગારમાં કાપ મૂક્યો છે. બંને સ્કૂલોએ 350 જેટલા શિક્ષકોનો 10 ટકા પગાર કાપની જાહેરાત કરી છે. 35 હજાર કરતા વધુ પગાર હોય તો 15 ટકાનો કાપ મૂકાશે તેવું કહ્યું છે. સ્કૂલ તરફથી પગારમાં કાપ અંગેના મેસેજ શિક્ષકોને મોકલ્યા
 છે. સ્કૂલ તરફથી સ્પષ્ટતા કરતા સંચાલક મનન ચોક્સીએ જણાવ્યું કે, સરકારે 25 ટકા ફી માફીની જાહેરાત કરી છે. સાથે જ આ વર્ષે ફીમાં વધારો FRC તરફથી મળ્યો નથી, આ સ્થિતિમાં આર્થિક ભારણ ઘટાડવા અમે શિક્ષકોના પગારમાં 10 ટકાનો કાપ મૂક્યો છે. જોકે શિક્ષકોના પગારમાં કાપ મૂકાયાની ફરિયાદો જુદી જુદી ખાનગી શાળાઓ તરફથી સમયાંતરે મળતી જ રહી છે. સરકારે જ્યારે વાલીઓને 25 ટકા ફીમાં રાહત આપી ત્યારે સ્પષ્ટ કહ્યું હતું કે, કોઈ શાળા શિક્ષકોને છુટા ના કરે કે તેમનો પગાર કાપે નહીં તે ઈચ્છનીય છે. શું હવે આ બાબત સામે આવ્યા બાદ ગુજરાત સરકાર પગલા લેશે કે નહિ તે જોવું રહ્યું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news