શું તમારા ઘરે તો નથી લગાવ્યા'ને પ્રિપેઇડ સ્માર્ટ મીટર? નહીં તો થશે વડોદરાવાસીઓ જેવી દશા!

MGVCL દ્વારા લગાવવામાં આવેલ સ્માર્ટ મીટરનો વિરોધ કરતા ગ્રાહકો જીઈબી ખાતે વિરોધ નોંધાવવા માટે પહોંચી રહ્યા છે. શહેરના પાતળિયા હનુમાન રોડ સહિતના વિસ્તારોમાં રહીશોના સ્માર્ટ મીટરમાં ચાર ઘણું બિલ આવતું હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે.

શું તમારા ઘરે તો નથી લગાવ્યા'ને પ્રિપેઇડ સ્માર્ટ મીટર? નહીં તો થશે વડોદરાવાસીઓ જેવી દશા!

ઝી બ્યુરો/વડોદરા: રાજ્યભરમાં સ્માર્ટ મીટરનો વિરોધ દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા જુના મીટર કાઢી લગાવવામાં આવેલા લગાવવામાં આવેલા સ્માર્ટ મીટરમાં બિલ વધુ આવતું હોવાના આરોપ થવા પામ્યા છે. MGVCL દ્વારા લગાવવામાં આવેલ સ્માર્ટ મીટરનો વિરોધ કરતા ગ્રાહકો જીઈબી ખાતે વિરોધ નોંધાવવા માટે પહોંચી રહ્યા છે. શહેરના પાતળિયા હનુમાન રોડ સહિતના વિસ્તારોમાં રહીશોના સ્માર્ટ મીટરમાં ચાર ઘણું બિલ આવતું હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે.

પાદરાના વોર્ડ નંબર ત્રણમાં આવેલ પાટડીયા હનુમાન રોડ પર વુડા હાઉસિંગ બોર્ડમાં 380 મકાનો આવેલા છે. જેમાં મધ્યમ તેમજ ગરીબ પરિવાર રહે છે. જ્યાં પાદરા તાલુકામાં આ વિસ્તારમાં 350 ઉપરાંતના સ્માર્ટ મિત્રો લગાવવામાં આવ્યા છે ત્યારે સ્માર્ટ મીટરમાં જૂના મીટર કરતા ચાર ઘણું બિલ આવતું હોવાના આરોપ સ્થાનિકો વીજ કંપની પર લગાવી રહ્યા છે. સ્માર્ટ મીટર હટાવવા માટે લોકો માંગ કરવામાં આવી રહી છે. 

કેટલાક પરિવારોમાં સ્માર્ટ ફોન ન હોવાથી તેઓ સ્માર્ટ મીટરનું બેલેન્સ પણ કરી શકતા નથી ત્યારે તેઓના ઘરે લાઈટ વારંવાર બંધ થઈ જવાની પણ ઘટનાઓ બનવા પામી રહી છે . હાઉસિંગ બોર્ડના રહેશો એમ કહી રહ્યા છે કે વહેલી તકે આ મીટર કાઢી જુના મીટરો પરત લગાવી આપવામાં આવે.

પાતળિયા હનુમાન રોડ પર આવેલ હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં સૌપ્રથમ એમજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત કરવામાં આવી હતી ત્યારે સ્થાનિકો દ્વારા સ્માર્ટ મીટરો લગાવવા માટે પણ રજૂઆત કરવામાં આવી હતી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news