હચમચાવતી નાંખે તેવી ઘટના! ઘરમાં જ એકલવાયું જીવન જીવતા આધેડની ક્રૂર હત્યા, આરોપી તાળું મારીને ફરાર

Ahmedabad News: અમદાવાદના કૃષ્ણનગરવિસ્તારમાં આવેલ શ્રીજી પાર્ક સોસાયટીમાં 55 વર્ષના આધેડની બોથડ પદાર્થ અને તીક્ષણ હથિયારથી હુમલો કરીને હત્યાની ઘટના સામે આવી છે.

હચમચાવતી નાંખે તેવી ઘટના! ઘરમાં જ એકલવાયું જીવન જીવતા આધેડની ક્રૂર હત્યા, આરોપી તાળું મારીને ફરાર

મૌલિક ધામેચા/અમદાવાદ: વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. ઘરમાં જ આધેડની હત્યા કરીને કોઈ અજાણ્યો વ્યક્તિ ઘરમાં તાળું મારીને ફરાર થયો હતો. જોકે કૃષ્ણનગર પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે.

અમદાવાદના કૃષ્ણનગરવિસ્તારમાં આવેલ શ્રીજી પાર્ક સોસાયટીમાં 55 વર્ષના આધેડની બોથડ પદાર્થ અને તીક્ષણ હથિયારથી હુમલો કરીને હત્યાની ઘટના સામે આવી છે. આ સોસાયટીમાં રહેતા મહેશ શાહનો ફોન બંધ આવતો હતો ત્યારે તેમના બેન અને બનેવી ચેક કરવા માટે ઘરે પહોંચ્યા હતા. પરંતુ ઘરમાં તાળું લગાવેલું હતુ. જેથી તેમને પાડોશી પાસે તાળાની ચાવી માંગી મહેશભાઈ પોતાના ઘરની ચાવી પાડોશીઓને આપીને જતા હોય છે. 

પરંતુ પાડોશીએ ઘરમાં લગાવેલું તાળું જોયું તો જાળીએ નવું તાળું લગાવેલું હતું. જેથી મહેશના બનેવીએ જાળીની અંદરના દરવાજા ધક્કો માર્યો તો મહેશ ભાઈનો લોહીમાં લથપથ મૃતદેહ મળી આવ્યો હતો. પરિવારે પોલીસને જાણ કરતા પોલીસ ઉચ્ચ અધિકારીઓ અને એફએસએલની ટીમે ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે અજાણ્યા વ્યકિત વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી.

પ્રાપ્ત માહિતી અનુસાર મૃતક 55 વર્ષના મહેશકુમાર શાહ છેલ્લા 15 વર્ષથી શ્રીજી પાર્ક સોસાયટીમા રહે છે. અને નરોડાની રિલાયન્સ કંપનીમાં નોકરી કરતા હતા. મૃતકના આધ્રપ્રદેશમા લગ્ન થયા હતા પરંતુ છેલ્લા 10 વર્ષથી તેમના પત્નિ તેમની સાથે રહેતા નથી અને માતા પિતા કોરોનામાં મૃત્યુ પામેલ છે. જેથી તેઓ એકલવાયું જીવન જીવતા હતાં. 

પાડોશીઓની પુછપરછમાં સામે આવ્યુ કે મહેશભાઈ ઘરે હતા ત્યારે કોઈક પુરુષ સાથે વાતો કરતા હતા તેવો અવાજ આવ્યો હતો. ત્યારબાદથી તેમનો અવાજ સાંભળવા મળ્યો નહતો. કુષ્ણનગર પોલીસે આ હત્યા અંગત અદાવતમા થઈ હોવાની શંકાના વ્યકત કરી છે. પોલીસે સીસીટીવી ફુટેજના આધારે શંકાસ્પદ આરોપીની પુછપરછ શરૂ કરી છે.

મૃતક મહેશ શાહના ઘરમાંથી કોઈ ચોરી કે લૂંટ થઈ નહિ હોવાથી કોઈ પરિચિત દ્રારા અદાવતામાં હત્યા કરવામા આવી હોવાની દિશામા પોલીસે તપાસ શરૂ કરી છે. મહેશભાઈના સોસીયલ મિડીયા પર કેટલાક શંકાસ્પદ મિત્રો અને સીસીટીવી ફુટેજમા શંકાસ્પદ લોકોની અવર-જવરને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news