વહેલું મળશે બોર્ડનું પરિણામ, આજથી પેપર ચેકિંગ શરૂ કરાયું, પેપર ચકાસણી માટે લેવાયો મોટો નિર્ણય

Board Exam Result : આજથી ગુજરાત બોર્ડના પેપર તપાસવાનો કરાયો પ્રારંભ,,, પેપર ચકાસણીના દરમાં 1 રૂપિયાનો કરાયો વધારો,,, ધો-10 માટે શિક્ષકોને એક પેપર દીઠ 8 રૂપિને 50 પૈસા મળશે,,, ધો-12 સામાન્ય પ્રવાહમાં શિક્ષકને પેપર દીઠ 9 રૂપિયા અને વિજ્ઞાન પ્રવાહના શિક્ષકને મળશે 10 રૂપિયા 

વહેલું મળશે બોર્ડનું પરિણામ, આજથી પેપર ચેકિંગ શરૂ કરાયું, પેપર ચકાસણી માટે લેવાયો મોટો નિર્ણય

Board Exam 2024 : ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાના મૂલ્યાંકન કામગીરીમાં મોટો ફેરફાર કરાયો છે. આ આયોજન મુજબ હવે ધોરણ 10 અને 12 ની પરીક્ષાનું પરિણામ દર વર્ષની સરખામણીએ દોઢ મહિના વહેલુ જાહેર થશે. એટલે કે તારીખ 15 થી 20 એપ્રિલની વચ્ચે પરિણામ આપી દેવામાં આવશે. પરિણામ વહેલા આપવાથી ઉચ્ચ અભ્યાસમાં થતા પ્રવેશની પ્રક્રિયામાં પણ ઝડપ આવશે. ત્યારે આજથી જ પેપર ચેકિંગની કામગીરી શરૂ કરી દેવાઈ છે. 

ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનું પરિણામ 1 મહિનો વહેલાં જાહેર થશે. એપ્રિલના બીજા કે ત્રીજા અઠવાડિયામાં પરિણામ જાહેર થઈ શકે છે. પેપર મૂલ્યાંકનમાં ફેરફાર થયા હોવાથી પરિણામ વહેલું આવવાની શક્યતા છે. ત્યારે આજથી ગુજરાત બોર્ડની પરીક્ષાના પેપર તપાસવાની શરૂઆત કરાઈ છે. આ સાથે જ પેપર ચકાસણીના દરમાં 1 રૂપિયાનો વધારો કરાયો છે. 

  • ધો.10ના પેપર તપાસવાના શિક્ષકોને 8.50 રૂપિયા મળશે
  • ધો.12 સામાન્ય પ્રવાહના પેપર માટે 9 રૂપિયા અપાશે
  • ધો.12 વિજ્ઞાન પ્રવાહના પેપર માટે 10 રૂપિયા મળશે

મહત્વનું છે કે ગુજરાત શિક્ષણ બોર્ડે આ વર્ષે વિદ્યાર્થીઓનું પરિણામ દર વર્ષ કરતાં 1 મહિનો વહેલા આપવાનું આયોજન કર્યુ છે. જેના પગલે પેપર પૂરા થાય તેની સાથે જ પેપર ચકાસણીનું કામકાજ શરૂ કરી દીધું છે. ધોરણ 10 ની પરીક્ષાના પ્રશ્નપત્રોની ઉત્તરવહી 204 મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો પર થશે. તો ધોરણ-12 સામાન્ય પ્રવાહની ચકાસણી 184 મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો પર થશે. 

ધોરણ 10 અને 12ની પરીક્ષા બહુ જ મહત્વની ગણવામાં આવે છે. ત્યારે આ પરીક્ષાની પ્રોસેસ બહુ જ લાંબી હોય છે. પરીક્ષાના પરિણામની પણ લાંબી રાહ જોવી પડે છે. જેથી તેની અસર તેના બાદના એડમિશન પ્રોસેસ પર થાય છે. તેથી આ પ્રોસેસ ઝડપી બનાવવા માટે બોર્ડનું પરિણામ વહેલુ આપવામાં આવશે. આ વર્ષે બોર્ડનું પરિણામ સવાથી દોઢ મહિનો વહેલુ એટલે કે 20 એપ્રિલ પહેલા જાહેર થઈ જાય તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે લગભગ બે મહિના જેટલા લાંબા ગાળા બાદ પરિણામ આપવામાં આવ્યુ હતું. ત્યારે હવે નવા આયોજન મુજબ, પરીક્ષા પૂર્ણ થતાના માત્ર 20 દિવસમાં પરિણામ જાહેર થઈ જશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news