લગ્ન ગીતો ગવાતા હતા, ત્યાં લોહીની નદીઓ વહી! વરરાજાએ લગ્નની કટારથી કર્યું યુવકનું ખૂન

Crime News : વડોદરાના કલાલી ગામમાં ડીજે બંધ કરાવ્યાની શંકાના આધારે વરરાજાએ લગ્નની કટારથી યુવકની હત્યા કરી નાંખી, મીંઢળ બાંધેલા હાથે જ વરરાજાએ ખુની ખેલ ખેલ્યો

લગ્ન ગીતો ગવાતા હતા, ત્યાં લોહીની નદીઓ વહી! વરરાજાએ લગ્નની કટારથી કર્યું યુવકનું ખૂન

Vadodara News : વડોદરાના કલાલી પાસે આવેલા ચાણક્ય વુડાના મકાનમાં ખૂની ખેલ ખેલાયો હતો. લગ્નમાં DJ બંધ કરાવવાની અદાવતે યુવક પર વરરાજા અને તેના ભાઈનો કટારથી હુમલો કર્યો હતો. વડોદરાના અટલાદરામાં મીંઢળ બાંધેલા હાથે જ વરરાજાએ એક યુવકની કટારથી હત્યા કરી હતી. 

લગ્નની પીઠીભર્યા વરરાજાએ હત્યા કરી 
મળતી માહિતી પ્રમાણે, અટલાદરા વિસ્તારમાં પ્રકાશ ચૌહાણના લગ્નની છેલ્લી તૈયારીઓ ચાલી રહી હતી. લગ્નમાં ડીજે બોલાવાયો હતો. વરરાજા અને તેના પરિવારને શંકા થઈ હતી કે, DJ બંધ કરાવવા માટે 22 વર્ષીય પવન ઠાકોર નામના યુવકે પોલીસને ફોન કર્યો હતો. શંકામાં જ વરરાજા પ્રકાશ ચૌહાણે પોતાની લગ્નની કટારી (ચપ્પુ) વડે મૃતક પવનના પેટના ભાગે ઉપરા છાપરી ઘા કર્યા હતા. લગ્નની પીઠીભર્યા વરરાજા, તેના ભાઈ અને માતાએ મળીને યુવક સાથે ઝઘડો કરી ચપ્પાના ઘા માર્યા હતા. ઉપરા-છાપરી માથા, ગળા અને છાતીના ભાગે ચપ્પાના ઘા મારતા યુવક ઘટનાસ્થળે જ બેભાન થઇને ઢળી પડ્યો હતો. લોહીલુહાણ પવન ઠોકરનું સયાજી હોસ્પિટલ લઈ જતા રસ્તામાં જ મોત નિપજ્યું હતુ. 

લગ્નના દિવસે જ માતમ છવાયો
22 વર્ષીય પવન ઠાકોર પર કટારી (ચપ્પુ) વડે હુમલો કરી વરરાજા પ્રકાશ ચૌહાણ અને તેનો ભાઈ અજય ચૌહાણ ફરાર થઈ ગયો હતો. ત્યારે જૂની અદાવતને કારણે પ્રકાશે પવનની હત્યા કરી હોવાના પવનના પરિવારજનોએ આક્ષેપ કર્યા હતા. આરોપીઓને કડક કડકમાં સજા થાય તેવી પરિવારની માંગ છે. સમગ્ર મામલે અટલાદરા પોલીસે આરોપીઓને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધર છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news