સાળંગપુર અને અંબાજીમાં હોળીનું ખાસ આયોજન, બે પૂનમ હોઈ અંબાજીમાં આ દિવસે પ્રગટાવાશે હોળી

Holi 2024 : બોટાદમાં આવેલા સુપ્રસિદ્ધ સાળંગપુર ધામમાં ધુળેટીને રંગેચંગે ઉછવવા માટે તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે, અંબાજીમાં પણ હોળિકા દહનનો સમય જાહેર કરાયો 

સાળંગપુર અને અંબાજીમાં હોળીનું ખાસ આયોજન, બે પૂનમ હોઈ અંબાજીમાં આ દિવસે પ્રગટાવાશે હોળી

Ambaji Temple રઘુવીર મકવાણા/બોટાદ : સુપ્રસીદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે આ વર્ષે હોળીની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. 51000 હજાર કિલો નેચરલ કલર સાથે ધૂળેટી પર્વની ભવ્ય ઉજવણી કરાશે. વહેલી સવારે દાદાને ભવ્ય શણગાર સાથે દાદા સાથે ધુળેટી રમી સંતો દ્વારા હરિ ભક્તો સાથે ધુળેટી પર્વની ઉજવણી કરાશે. પરિવાર સાથે ધુળેટી પર્વની ઉજવણીમાં પધારવા મંદિર દ્વારા આમંત્રણ અપાયું છે. 

સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે છેલ્લા બે વર્ષથી ધુળેટી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આ ત્રીજા વર્ષે એટલે કે 25 માર્ચ 2024 ના રોજ ધુળેટી પર્વની ધામધૂમથી ઉજવણી કરવા માટે મંદિર વિભાગ દ્વારા ભવ્ય તૈયારીઓ કરવામાં આવી રહી છે. જેમાં સાળંગપુર હનુમાનજી મંદિર દ્વારા આ વર્ષે રંગોત્સવના થીમ સાથે ઉદયપુર થી 51 હજાર કિલો નેચરલ કલર લાવવામાં આવ્યો છે. તેમજ ધુળેટી પર્વના દિવસે 51,000 કિલો નેચરલ કલર સાથે 400 હવામા કલરના બ્લાસ્ટ કરવામાં આવશે. 

25 માર્ચ 2024 ધુળેટીના દિવસે પ્રથમ દાદાને દિવ્ય શણગાર સાથે સંતો દ્વારા દાદા સાથે ધુળેટીના રંગે રંગાઈ હરિભક્તો સાથે ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવશે. ડી.જે અને નાશિક ઢોલના તાલ સાથે આ ઉજવણી કરવામાં આવશે. ત્યારે સાળંગપુર હનુમાનજી મંદિરના શાસ્ત્રી હરિ પ્રકાશજી દ્વારા તમામ હરિભક્તોને પરિવાર સાથે ધુળેટીના આ પર્વમાં રંગે રંગાવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. 

અંબાજીમાં ક્યારે પ્રગટાવાશે હોળી 
હોળી આમતો ફાગણ સુદ પુર્ણીમાનાં દિવસે પ્રગટાવવામાં આવે છે. આ વખતે કેલેન્ડરમાં બે પુનમ એટલે કે તારીખ 24 અને 25 માર્ચ આમ બે દિવસ પુનમ છે. ફાગણ સુદ પુર્ણીમા 24 માર્ચે બપોરે 1.54 પુનમ પ્રારંભ થઈ બીજા દિવસ તા.25 માર્ચે બપોરે 12.21 કલાકે પુનમ પુર્ણ થશે. ત્યારે પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં હોળી પુર્ણીમાનાં આગલા દિવસે 24 માર્ચે સાંજ નાં 07.00 કલાકે પ્રગટાવવામાં આવશે. અંબાજી મંદિરમાં સાયંકાલ 06.30 કલાકે થતી આરતી પણ હોળી પ્રગટાવ્યા બાદ જ કરવામાં આવશે. અંબાજી મંદિર  પુનમની આરતી 25મી માર્ચે સવારે 6.00 કલાકે કરવામાં આવશે. વ્રતની પુનમ 25 મી માર્ચે ગણાશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news