ગુજરાતમાં આ તારીખથી પડશે માથુ ફાડી નાંખે એવી ગરમી, ભયાનક હિટવેવની આગાહી

Gujarat Weather Update: ગુજરાતમાં પર આવશે મોટું સંકટ. અત્યારે જે ગરમી છે એ તો કંઈ જ નથી, આગામી આ તારીખથી તો ગુજરાતમાં રીતસર મોત બોલાવી દે એવી ગરમી આવશે. રસ્તાઓ થઈ જશે સૂમસામ...તમે પણ નોંધી લેજો આ તારીખ...

ગુજરાતમાં આ તારીખથી પડશે માથુ ફાડી નાંખે એવી ગરમી, ભયાનક હિટવેવની આગાહી

Gujarat Weather Update: ગ્લોબલ વોર્મિંગની અસર સતત વર્તાઈ રહી છે. બીજી તરફ ચારેય બાજુ વધતા જતા કોંક્રિંટના જંગલો અને વૃક્ષોનું નિકંદન પર્યાવરણની પથારી ફેરવી રહ્યું છે. આપણે પોતે જ આપણી ઘોર ખોદી રહ્યાં છે. આ સ્થિતિની વચ્ચે ગુજરાત પર તોળાઈ રહ્યું છે મોટું સંકટ. અત્યારે જે લોકો ગરમીથી પરેશાન હોવાની બુમો પાડે છે એમના માટે તો આ સમાચાર ખુબ જ આઘાત જનક છે. કારણકે, આગામી સમયમાં ગુજરાતમાં દુબઈ કરતા પણ ખતરનાક ગરમી પડી શકે છે. જાણો ગુજરાતમાં ગરમી અંગે શું છે હવામાન વિભાગની આગાહી...

હવામાન વિભાગની આગાહી સાંભળતા જ તમને ગરમી માથે ચઢી શકે છે. કારણકે, હવામાન વિભાગે કહ્યું છેકે, ગુજરાતની પબ્લિકે હજુ વધારે ગરમી સહન કરવા માટે તૈયાર રહેવું પડશે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના લોકોએ આગામી દિવસોમાં વધુ ગરમીનો સામનો કરવાનો વારો આવશે.

નોંધી લેજો આ તારીખઃ
હવામાન વિભાગ દ્વારા ગરમીને લઈને મહત્ત્વની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે વેધર ફોરકાસ્ટના આધારે ગરમી અંગે મહત્ત્વનું અલર્ટ પણ આપી દીધું છે. હવામાન વિભાગે આગાહી કરી છેકે, આગામી 5 મેથી ગુજરાતમાં ખતરનાક ગરમી પડી શકે છે. એટલેકે, અત્યારે જે સ્થિતિ છે એના કરતા પણ ત્રણથી ચાર ડિગ્રી ગરમીમાં વધારે થઈ શકે છે. તેથી આવી કાળઝાળ ગરમીમાં શક્ય હોય તો ઘરથી બહાર ન નીકળવું. 

મતદાનના દિવસે ભુક્કા બોલાવશે ગરમીઃ
આગામી 5 મી મે ના રોજ લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન છે. ત્રીજા તબક્કામાં ગુજરાતમાં મતદાન થનાર છે. ત્યારે હવામાન વિભાગની આ આગાહીની અસર લોકસભાની ચૂંટણીના પરિણામ પર પણ પડી શકે છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છેકે, આગામી 7 મે ના રોજ ગુજરાતમાં ભયાનક ગરમી પડશે. ખાસ કરીને ગરમી અગાઉના રેકોર્ડ પણ તોડ઼ી શકે છે. એટલું નહીં 5 મેથી રાજ્યમાં કાળઝાડ ગરમીની આગાહી કરાઈ છે. જેમાં ખાસ કરીને આગામી 7 મે ના રોજ અમદાવાદનું તાપમાન 43 ડિગ્રી સુધી જઈ જશે. ઉલ્લેખનીય છેકે, 7 મેના રોજ ગુજરાતમાં મતદાન યોજાનાર છે. ત્રણ દિવસ બાદ ફરી એકવાર હિટવેવની આગાહી કરવામાં આવી છે. 

ગુજરાતના આ વિસ્તારો ગરમીથી બફાઈ જશેઃ
હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે દાસએ જણાવ્યુંકે, રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી યેલો અલર્ટ અપવામાં આવ્યું છે. 5 મે થી કચ્છ, પોરબંદર, ગીરસોમનાથ અને, ભાવનગરમાં રહેશે હિટવેવની આગાહી. સુરેન્દ્રનગર અને અમદાવાદમાં પણ ગરમી રેકોર્ડ તોડી શકે છે.

હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છેકે, આગામી 5 મે બાદ ગુજરાતમાં ભુક્કા બોલાવે તેવી ગરમી પડશે. ખાસ કરીને 7 મી મે ના મતદાનના દિવસે તો સુરજદાદ જમીન પર અગનગોળા વરસાવી શકે છે. એમાંય આ સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રમાં હોટ અને હ્યુમિડ વાતાવરણ રહેવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news