Gold Price: સોનું ખરીદવા જ્વેલર્સના ત્યાં થશે પડાપડી! કાલે એક ઝાટકે થશે કરોડોના સોનાનું વેચાણ

Gold Price: અખાત્રીજ વણજોયું મુહૂર્ત હોવાથી લોકો નવી પ્રોપર્ટી, વાહન તેમજ સોનાની ખરીદી કરતાં હોય છે. અખાત્રીજને દિવસે શહેરમાં અંદાજે 30થી 35 કિલો સોનાનું વેચાણ થવાની શક્યતા છે. વેપારીઓ અનુસાર, ગત વર્ષ કરતા આ વર્ષે ભાવમાં રૂ.11 હજારનો વધારો થયો છે.

Gold Price: સોનું ખરીદવા જ્વેલર્સના ત્યાં થશે પડાપડી! કાલે એક ઝાટકે થશે કરોડોના સોનાનું વેચાણ

ઝી બ્યૂરો, અમદાવાદઃ વર્ષોથી આપણે ત્યાં સોનું ખરીદીને બચત કરવાની સિસ્ટમ ચાલતી આવી છે. એટલું જ નહીં સારા પ્રસંગે, ખાસ કરીને લગ્ન પ્રસંગે પણ લોકો સોનું ખરીદીને તેનાથી વ્યવહાર કરતા હોય છે. ત્યારે આવતીકાલનો દિવસ સોનું ખરીદવા માંગતા લોકો માટે અને સોની વેપારીઓ માટે પણ આંનદ આપનારો રહેશે. ગુજરાતમાં એક જ દિવસમાં એક સાથે થશે કરોડો રૂપિયાના સોનાનું વેચાણ.

જીહાં, આવતીકાલે એક જ દિવસમાં ગુજરાતમાં કંઈક કેટલાંય કિલો સોનાનું વેચાણ થઈ જશે. માત્ર અમદાવાદની વાત કરીએ તો સોની વેપારીઓના અંદાજ મુજબ આવતીકાલે શહેરમાં અંદાજે 40 કિલો સોનાનું વેચાણ થવાની સંભાવના છે. તોલા સોનું ખરીદવા માટે પણ લોકો પડાપડી કરતા હોય છે. ત્યારે આવતીકાલે અખાત્રીજે શહેરમાં 40 કિલો સોનાનું વેચાણ થઈ શકે. આ અંદાજ માત્ર અમદાવાદનો છે, રાજ્યના અન્ય શહેરોનો આંકડો આમાં ઉમેરાશે તો સોનાની ખરીદીનો આંકડ કરોડો રૂપિયાને પણ આંબી જશે. લાઈટ વેટ જવેલરીનો ટ્રેન્ડ અત્યાર ખુબ ચાલી રહ્યો છે. આ ટ્રેન્ડને પગલે મોટી સંખ્યામાં લોકો શુભ મુહૂર્તનો લાભ લેવા સોનું ખરીદશે એવી આશા વેપારીઓ પણ સેવી રહ્યાં છે. 

અખાત્રીજ વણજોયું મુહૂર્ત હોવાથી લોકો નવી પ્રોપર્ટી, વાહન તેમજ સોનાની ખરીદી કરતાં હોય છે. અખાત્રીજને દિવસે શહેરમાં અંદાજે 30થી 35 કિલો સોનાનું વેચાણ થવાની શક્યતા છે. વેપારીઓ અનુસાર, ગત વર્ષ કરતા આ વર્ષે ભાવમાં રૂ.11 હજારનો વધારો થયો છે.

અખાત્રીજ પછી લગ્નનું મુહૂર્ત નહીં હોવાથી તેની અસર પણ બજારમાં જોવામળી છે. આ અંગે શહેરના બુલિયન વેપારી નિશાંત ધોળકિયાએ કહ્યું, દર વર્ષે અખાત્રીજે શહેરમાં 100-125 કિલો સોનું વેચાતું હોય છે. સોનના ભાવમાં વધારો હોવાથી ઘરાકી નથી, જે ખરેદી થશે તેમાં લાઈટ વેટ જ્વેલરીની ખરીદોની આશા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news