VIDEO: લોક ડાયરામાં ઢોલ પર બેઠેલા મંત્રી જયેશ રાદડિયા ઉપર નોટોનો વરસાદ

લોકડાયરામાં ગુજરાત રાજ્યના મંત્રી જયેશ રાદડીયા ( Jayesh Radadiya) ઢોલ ઉપર બેઠેલા જોવા મળ્યાં. જયેશભાઈના મિત્ર એવા પિયુષ રૈયાણીએ આ વીડિયો ટિકટોકમાં મૂક્યો જે વાઈરલ થયો. ઢોલ પર બેઠેલા જયેશ રાદડિયા પર નોટોનો વરસાદ થયેલો જોવા મળી રહ્યો છે.

VIDEO: લોક ડાયરામાં ઢોલ પર બેઠેલા મંત્રી જયેશ રાદડિયા ઉપર નોટોનો વરસાદ

નરેશ ભાલીયા, જામકંડોરણા: લોકડાયરામાં ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી જયેશ રાદડીયા ( Jayesh Radadiya) ઢોલ ઉપર બેઠેલા જોવા મળ્યાં. જયેશભાઈના મિત્ર એવા પિયુષ રૈયાણીએ આ વીડિયો ટિકટોકમાં મૂક્યો જે વાઈરલ થયો. ઢોલ પર બેઠેલા જયેશ રાદડિયા પર નોટોનો વરસાદ થયેલો જોવા મળી રહ્યો છે.

જુઓ VIDEO...

વાત જાણે એમ છે કે અત્રે સમૂહ લગ્નનું આયોજન હતું જેમાં લોકડાયરાનું આયોજન પણ કરાયું હતું. લોકોએ મનભરીને કાર્યક્રમને માણ્યો. આ કાર્યક્રમ દરમિયાન જયેશ રાદડિયા ઢોલ પર બેઠેલા જોવા મળ્યાં. ડાયરામાં લોકગાયિકા ફરીદા મીરે રમઝટ બોલાવી હતી. તેણે એવું ગીત પણ ગાયું હતું કે જયેશભાઈ છે મનડાના મીઠા... 

આ VIDEO પણ થયો વાઈરલ...

ગઈ કાલે જ આવો એક અન્ય વીડિયો પણ જયશે રાદડિયાનો વાઈરલ થયો હતો અને તે પણ સમૂહ લગ્નના કાર્યક્રમનો જ હતો. જેમાં કિર્તીદાન ગઢવીનો ડાયરો હતો અને તેમાં જયેશ રાદડિયા પર નોટોનો વરસાદ થયેલો જોવા મળ્યો હતો. ગુજરાતમાં લોકગાયકોના ડાયરામાં નોટોનો વરસાદ થતો જોવા મળતો હોય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news