નર્મદામાં ડૂબેલો પરિવાર હજુ પણ લાપતા, નદીમાં નેટ નાંખી ટીમો કરી રહી છે શોધખોળ

Narmada River Tragedy: પોઈચામાં નર્મદા નદીમાં ડૂબ્યા સુરતના 8 પ્રવાસીઓ. એક વ્યક્તિનો બચાવ, 7 લોકોની શોધખોળ હજુ પણ ચાલુ છે. 3 બાળકો સહિત 8 લોકો પડ્યા હતા નાહવા પડ્યા ત્યારે આ બનાવ બન્યો હતો.

નર્મદામાં ડૂબેલો પરિવાર હજુ પણ લાપતા, નદીમાં નેટ નાંખી ટીમો કરી રહી છે શોધખોળ

Narmada River Tragedy: નર્મદા નદીમાં 8 એક જ પરિવારના 8 લોકોના ડૂબી જવાની ઘટના બની છે. સુરતમાં રહેતા પ્રવાસીઓ નર્મદા નદી પાસે આવેલ પોઈચામાં ફરવા આવ્યા હતા, ત્યારે આ ઘટના બની હતી. 3 નાનાં બાળકો સહિત 7 પાણીમાં ગરકાવ થયા છે. હજી એકનો જ બચાવ થયો છે. ડુબેલા લોકોને બચાવવા માટે NDRF ની મદદ લેવાઈ રહી છે. હાલ રાજપીપળા ટાઉન પોલીસ, રાજપીપળા નગરપાલિકાના ફાયર ફાઇટરો પોઈચા પહોંચીને રેસ્ક્યુ કાર્યવાહીમાં પોતાનાથી શક્ય તેટલા પ્રયાસો કરી રહી છે. ઉલ્લેખનીય છેકે, નર્મદા નદીમાં ડૂબતા લોકોનો સ્થાનિકો દ્વારા વીડિયો લેવાયો હતો. ત્યારે ડૂબતા લોકોની ચીચીયારીઓ અને સ્થાનિક તરવૈયાનો વીડિયોમાં બચાવતા નજરે પડ્યા છે. ચાંદોદના તરવૈયા બચાવ કામગીરીમાં લાગ્યા છે. તો વડોદરા ફાયર ફાઈટરની ટીમ પોઇચા માટે રવાના થઈ છે. 

ક્યાં આવેલું છે પોઈચા?
નિલકંઠ ધામ સ્વામિનારાયણ મંદિર નર્મદા નદીના કાંઠે પોઈચા ગામ પર સ્થિત છે. જે ભરૂચથી આશરે ૮૦ કિ.મી. અને વડોદરાથી ૬૦ કિમીના અંતરે આવેલું છે. વડોદરાથી રાજપીપળાના રસ્તે માત્ર 65 કિમી દૂર નર્મદા નદીના કિનારે પોઈચા ગામમાં ભવ્ય નિલકંઠ ધામ બનાવવામાં આવ્યું છે. ત્યાં દૂર દૂરથી દર્શનાર્થીઓ અને પ્રવાસીઓ હરવા ફરવા માટે આવતા હોય છે. ત્યાં નદી, મંદિર, વિશાળ, પરિસર, ઉપવન સહિતની અનેક જગ્યાઓ હરવા ફરવા માટે હોવાથી પ્રવાસીઓ અહીં ઉમટી પડતા હોય છે.

પોઈચા નર્મદા નદીમાં ડૂબેલો પરિવાર હજુ પણ લાપતા-
ઘટનાના લગભગ 22 કલાક બાદ પણ નથી મળ્યો પરિવારનો પતો. ગઈકાલે બપોરે 12 વાગ્યાથી નદીમાં તાપતા થયેલાં લોકોની શોધખોળ ચાલી રહી છે. NDRF, સ્થાનિકો, વડોદરાની ફાયર ટીમો હાલ આ નર્મદા નદીમાં આ લાપતા પરિવારની શોધખોળ કરી રહી છે. એટલું નહીં ઘટનાના આટલા કલાકો બાદ પણ પરિવારના લાપતા સભ્યોની ભાળ ના મળતા રેસ્ક્યુ ટીમો હજુ પણ વધુ પ્રયાસ કરી રહી છે. નર્મદા નદીમાં નેટ નાંખી ડૂબેલા લોકોને શોધવાનો પ્રયાસ લાંબા ટાઈમથી ચાલુ છે. મહત્વનું છે કે, પોઈચા પાસે આવેલી નર્મદા નદીમાં સુરતનો પરિવાર નહાવા પડ્યો હતો. જેમાંથી સાત લોકો ડૂબ્યાની ઘટના સામે આવી. જેમની શોધખોળ કરવામાં આવી રહી છે.

આખરે શું બન્યો હતો બનાવ?
અમરેલી જિલ્લાનાં મૂળ વતની અને હાલ સુરત રહેતા પ્રવાસીઓ પોઇચા ફરવા આવ્યા હતા. પોઇચામાં ફરી પરિવાર નર્મદા નદીમાં નાહવા ગયો હતો. જેમાં પરિવારના એક પછી એક મળીને કુલ 8 સભ્યો નદીમાં ડૂબ્યા હતા. ડૂબતા લોકોએ બચાવ બચાવની બૂમો પાડી હતી. જેથી  સ્થાનિક નાવિકો તેમને બચાવવા પાણીમાં કૂદ્યા હતા. એક યુવાનને સ્થાનિકો દ્વારા બચાવી લેવાયો છે, જોકે, 7 લોકો હજી પણ લાપતા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news