ટેટ-2ની પરીક્ષાના ઉમેદવારોને લઈ મોટા સમાચાર: વધુ લાયકાતનો ઉમેરો, શિક્ષણ વિભાગે જાહેર કર્યો પરિપત્ર

શૈક્ષણિક લાયકાતને લઈ સુધારો બહાર પાડવામાં આવ્યો છે જે સુધારા અનુસાર હવે ટેટ 2ની પરીક્ષા માટે બી.ફાર્મ, એમ ફાર્મ અને MSCના ઉમેદવારો ફોર્મ ભરી શકશે. થોડા દિવસ અગાઉ એન્જિનિયરિંગ ડિગ્રીનો સમાવેશ કર્યો હતો.

ટેટ-2ની પરીક્ષાના ઉમેદવારોને લઈ મોટા સમાચાર: વધુ લાયકાતનો ઉમેરો, શિક્ષણ વિભાગે જાહેર કર્યો પરિપત્ર

ઝી ન્યૂઝ/ગાંધીનગર: ટેટ-2ની પરિક્ષાના ઉમેદવારોને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. ટેટ 2ની પરીક્ષામાં હવે વધુ લાયકાતનો ઉમેરો કરાયો છે. એન્જિનિયરીંગ ડિગ્રી બાદ હવે મેડિકલ વિભાગના વિદ્યાર્થીઓ પણ TET-2ની પરીક્ષા આપી શકશે. બી.ફાર્મ,  એમ ફાર્મ અને MSC તથા MBBSનો પણ સમાવેશ કરાયો છે. 

No description available.

ટેટ 2ની પરીક્ષામાં હવે વધુ લાયકાતનો ઉમેરો કરાયો છે. શૈક્ષણિક લાયકાતને લઈ સુધારો બહાર પાડવામાં આવ્યો છે જે સુધારા અનુસાર હવે ટેટ 2ની પરીક્ષા માટે બી.ફાર્મ, એમ ફાર્મ અને MSCના ઉમેદવારો ફોર્મ ભરી શકશે. થોડા દિવસ અગાઉ એન્જિનિયરિંગ ડિગ્રીનો સમાવેશ કર્યો હતો.

No description available.

શિક્ષણ વિભાગ દ્વારા સત્તાવાર રીતે એક ઠરાવ બહાર પાડવામાં આવ્યો છે જેમાં ટેટ-2ના ફોર્મ ભરવાની મુદત 29મી સુધી લંબાવવામાં આવી છે. તેમજ નવી લાયકાતનો પણ ઉમેરો કરવાનો ઉલ્લેખ્યો છે હવે આગામી ભરતીમાં પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે બી.ઈ., બી.ટેક. થયેલા ઈજનેરો પણ જોવા મળશે. તમને જણાવી દઈએ કે, ધો.6થી8ના શિક્ષકો માટે ટેટ-2 લેવામાં આવે છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news