રાજ્યના કલાકારો બેરોજગાર બનતાં ગાંધીનગર ઉપવાસ છાવણીએ ધરણા પર બેઠા

કોરોનાની પરિસ્થિતિને કારણે રાજ્યના કલાકારો બેરોજગાર બનતાં ગાંધીનગર ઉપવાસ છાવણી પર ધરણા પર બેઠા છે. છેલ્લા નવ મહિનાથી રોજગારી નહીં મળવાને કારણે ઘર ચલાવવાની મુશ્કેલી પડી રહી છે. કલાકારો દ્વારા રાજ્ય સરકાર અને મુખ્યમંત્રી સમક્ષ અનેક વખત રજુઆત કરવા છતાં પરિણામ નહીં આવતા ધરણા પર જવાનો નિર્ણય લીધો છે.
રાજ્યના કલાકારો બેરોજગાર બનતાં ગાંધીનગર ઉપવાસ છાવણીએ ધરણા પર બેઠા

હિતલ પારેખ, ગાંધીનગર: કોરોનાની પરિસ્થિતિને કારણે રાજ્યના કલાકારો બેરોજગાર બનતાં ગાંધીનગર ઉપવાસ છાવણી પર ધરણા પર બેઠા છે. છેલ્લા નવ મહિનાથી રોજગારી નહીં મળવાને કારણે ઘર ચલાવવાની મુશ્કેલી પડી રહી છે. કલાકારો દ્વારા રાજ્ય સરકાર અને મુખ્યમંત્રી સમક્ષ અનેક વખત રજુઆત કરવા છતાં પરિણામ નહીં આવતા ધરણા પર જવાનો નિર્ણય લીધો છે.

ગુજરાત સરકારે જાહેર કરેલી ગાઈડલાઈનમાં નવરાત્રિથી લઈને દિવાળી સુધીના તહેવારો પર પ્રતિબંધ મૂક્યો છે. જેનાથી ખેલૈયાઓના મન ઉદાસ થયા છે. તો બીજી તરફ, નવરાત્રિમાં ગરબાના આયોજનને પરવાનગી ન મળવા અને કોરોનાની પરિસ્થિતિને કારણે રાજ્યના કલાકારો બેરોજગાર બનતાં ગાંધીનગર ઉપવાસ છાવણી પર ધરણા પર બેઠા છે. 

છેલ્લા નવ મહિનાથી રોજગારી નહીં મળવાને કારણે ઘર ચલાવવાની મુશ્કેલી પડી રહી છે. કલાકારો દ્વારા રાજ્ય સરકાર અને મુખ્યમંત્રી સમક્ષ અનેક વખત રજુઆત કરવા છતાં પરિણામ નહીં આવતા ધરણા પર જવાનો નિર્ણય લીધો છે. કલાકાર આંદોલન અધિકારી સમિતિના નેજા હેઠળ આંદોલન કરી રહ્યા છે.

રાજ્યમાં ગરબા કે શેરી ગરબાની મંજૂરી નહીં હોવાના કારણે આગામી દિવસો પણ તે લોકો માટે મુશ્કેલ કર્યા હોવાનો દાવોએ કર્યો છે. રાજ્ય સરકાર દ્વારા સહાય પેકેજ આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. જે ગામડાઓમાં કોરોના સંક્રમિત નથી ત્યાં કાર્યક્રમ આપવાની પણ મંજૂરી આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news