માનવતા મહેંકાવતો અનોખો કિસ્સો : અંબાજીમાં રૂપિયાનો થેલો ભૂલી ગયેલા શ્રદ્ધાળુને શોધીને પરત કરાયો

યાત્રાધામ અંબાજીમાં રોજ હજારો શ્રદ્ધાળુઓ આવે છે અને શ્રદ્ધાથી મા અંબાની સામે માથુ ટેકવે છે. આવામાં અંબાજી પોલીસ ખડેપગે દરેક શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે ઉભી હોય છે. અંબાજી પોલીસે એક કિસ્સામાં માનવતાની મિસાલ કાયમ કરી છે. મહારાષ્ટ્રથી અંબાજી દર્શન કરવા આવેલા એક શ્રદ્ધાળુ 30 હજાર ભરેલી થેલી ત્યાં જ ભૂલીને જતા રહ્યા હતા. ત્યારે અંબાજી પોલીસે આ શ્રદ્ધાળુઓને શોધીને તેમનો રૂપિયા ભરેલો થેલો પરત સોંપ્યો હતો. 
માનવતા મહેંકાવતો અનોખો કિસ્સો : અંબાજીમાં રૂપિયાનો થેલો ભૂલી ગયેલા શ્રદ્ધાળુને શોધીને પરત કરાયો

Ambaji Police : યાત્રાધામ અંબાજીમાં રોજ હજારો શ્રદ્ધાળુઓ આવે છે અને શ્રદ્ધાથી મા અંબાની સામે માથુ ટેકવે છે. આવામાં અંબાજી પોલીસ ખડેપગે દરેક શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે ઉભી હોય છે. અંબાજી પોલીસે એક કિસ્સામાં માનવતાની મિસાલ કાયમ કરી છે. મહારાષ્ટ્રથી અંબાજી દર્શન કરવા આવેલા એક શ્રદ્ધાળુ 30 હજાર ભરેલી થેલી ત્યાં જ ભૂલીને જતા રહ્યા હતા. ત્યારે અંબાજી પોલીસે આ શ્રદ્ધાળુઓને શોધીને તેમનો રૂપિયા ભરેલો થેલો પરત સોંપ્યો હતો. 

અંબાજી દર્શાનાર્થે આવેલા નાશિકના એક યુગલ શ્રદ્ધાળુ માતાજીના દર્શન કરવા આવ્યુ હતું. આ યુગલ મંદિર બહાર ફોટા પાડવામાં મશગૂલ હતુ. ફોટો પાડવાના ચક્કરમાં તેઓ રૂપિયા 30 હજાર જેટલી માતબર રકમ ભરેલી થેલી મંદિર આગળ જ ભૂલીને ચાલ્યા ગયા હતા. આ બાબતે તેમને પોતાના રોકડ નાણાં ખોયા હોવાની પોલીસને જાણ કરવામાં આવી હતી અને શ્રદ્ધાળુ પરત નાસિક ચાલ્યા ગયા હતા.

અંબાજી મંદિરની સધન સુરક્ષા પોલીસે તાકીદે CCTV કેમેરા ની તપાસ કરતા પીળાં રંગની એક પ્લાસ્ટિકનું થેલી કોઈ એક શ્રદ્ધાળુ ભૂલી ગયા હોવાનું જોવા મળ્યું હતું. જેને પોલીસે તપાસ હાથ ધરતા થેલીમાં રૂપિયા 500, 500 ની 60 નોટો જેટલી જોવા મળી હતી. ત્યારે કોઈક શ્રદ્ધાળુએ જાણવા જોગ પોલીસને આ ખોવાયેલા નાણાં બાબતે જાણ કરી હતી. 

આ બાબત ધ્યાને આવતા મંદિરના PSI માયાબેન વ્યાસે નાશિક ચાલ્યા ગયેલા યાત્રિક શીતલ રાવલને ટેલિફોનિક જાણ કરી 10 દિવસ બાદ પણ ભૂલી ગયેલા નાણાં પરત કરી માનવતાનો ઊંડા દાખલો બેસાડ્યો છે. જોકે યાત્રિકે પણ આજના સમયમાં 30 હજાર જેટલી મોટી રકમ હેમખેમ અને પુરેપુરી પરત મળતા પોલીસની ભારે પ્રશંસા કરી હતી. તેમજ પોતે ભૂલી ગયેલા નાણાં આ જ હોવાનું જણાવી નાણાં ગણીને પરત મેળવ્યા હતા. આમ અંબાજી મંદિરની સધન સુરક્ષા પોલીસે યાત્રિકો સાથેનો માનવતા ભર્યો દાખલો બેસાડ્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news