સુરતમાં ONGC બ્રિજ ચઢતા ગમખ્વાર અકસ્માત; 20 વર્ષીય યુવકનું મોત, મહિલા સહિત બે ગંભીર

સુરતમાં દીન-બદીન અકસ્માતોની ઘટનામાં વધારો જોવા મળી રહ્યો છે. સુરત શહેર ટ્રાફિક પોલીસ અને રોડ સેફ્ટી કાઉન્સિલ દ્વારા સમયાંતરે સેમિનારો યોજી અકસ્માતોની ઘટનામાં ઘટાડો થાય તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. પરંતુ આ પ્રયાસ હોવા છતાં અકસ્માતોની ઘટનામાં સતત વધારો જોવા મળી રહ્યો છે.

સુરતમાં ONGC બ્રિજ ચઢતા ગમખ્વાર અકસ્માત; 20 વર્ષીય યુવકનું મોત, મહિલા સહિત બે ગંભીર

ચેતન પટેલ/સુરત: ઇચ્છાપોર વિસ્તારમાં પૂરપાટ ઝડપે દોડતી ફોર વ્હીલ કારની મહિલા ચાલકે છોટા હાથી ટેમ્પોને અડફેટે લેતા ઘટના સ્થળે જ એક શ્રમિકનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. જ્યારે મહિલા સહિત બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા 108ની મદદથી સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી મહિલા ચાલકની પોલીસ દ્વારા અટકાયત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. ઘટનામાં છોટાહાથી ફોર વ્હીલ ટેમ્પોનો કચરધાણ વળી ગયો હતો. 

સુરતમાં દીન-બદીન અકસ્માતોની ઘટનામાં વધારો જોવા મળી રહ્યો છે. સુરત શહેર ટ્રાફિક પોલીસ અને રોડ સેફ્ટી કાઉન્સિલ દ્વારા સમયાંતરે સેમિનારો યોજી અકસ્માતોની ઘટનામાં ઘટાડો થાય તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. પરંતુ આ પ્રયાસ હોવા છતાં અકસ્માતોની ઘટનામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જ્યાં આજરોજ સુરતના ઈચ્છાપોર સ્થિત ઓએનજીસી બ્રિજ ઉપરથી પૂરપાટ ઝડપે દોડી આવેલી ફોર વ્હીલ કારની મહિલા ચાલકે શ્રમિકો ભરેલા ટેમ્પોને અડફેટ લેતા ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી. જે ઘટનામાં પંકજ રાઠોડ નામના શ્રમિક નું ઘટના સ્થળે જ કમ કમાટી ભર્યું મોત નીપજ્યું હતું. 

અકસ્માતની ઘટનાના પગલે ભારે લોક ટોળું એકઠું થઈ ગયું હતું. જ્યાં ઘટનામાં ઇજાગ્રસ્ત મહિલા સહિત બે લોકોને 108 એમ્બ્યુલન્સ સેવાની મદદથી તાત્કાલિક ધોરણે સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની ઘટના બનતા ડુમ્મસ પોલીસ સહિત સુરત શહેર ટ્રાફિક પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને રસ્તા પર રહેલ ફોર વ્હીલ કાર અને કચ્ચરધાન વળી ગયેલા ફોર વ્હીલ ટેમ્પોને ક્રેનની મદદથી રસ્તાની બાજુએ ખસેડી રાહત કામગીરી હાથ ધરવામાં આવી હતી. 

એટલું જ નહીં પરંતુ અકસ્માતની ઘટનાના પગલે ટ્રાફિક જામની સ્થિતિ ઊભી થતા તાકીદે રાહત કામગીરી હાથ ધરી ટ્રાફિક રાબેતા મુજબ કર્યું હતું. જ્યારે પૂરપાટ ઝડપે કાર હંકારી ગંભીર અકસ્માત કરનાર કારની મહિલા ચાલકની ડુમ્મસ પોલીસ દ્વારા અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news