જામકંડોરણાના ડાયરામાં થપ્પડકાંડ મામલે જયેશ રાદડિયાએ શું કર્યો મોટો ખુલાસો, જાણો સમગ્ર વિગત

જયરાજસિંહ જાડેજા અને જયેશ રાદડીયાએ કરેલા ખુલાસામાં જાણવા મળી રહ્યું છે કે, ગૌશાળાના લાભાર્થે યોજાયેલ સપ્તાહમાં આવી કોઈ ઘટના બની ન હોવાના બંનેએ ખુલાસો કર્યો છે. વિઘ્ન સંતોષી લોકોએ સોશિયલ મિડીયામાં ખોટી પોસ્ટ રજૂ કરી હોવાનો બંને પરિવારે જણાવ્યું છે. 

 જામકંડોરણાના ડાયરામાં થપ્પડકાંડ મામલે જયેશ રાદડિયાએ શું કર્યો મોટો ખુલાસો, જાણો સમગ્ર વિગત

ગૌરવ દવે/રાજકોટ: રાજકોટ જિલ્લાના જામકંડોરણામાં યોજાયેલ ડાયરામાં થપ્પડ કાંડની સોશિયલ મિડીયામાં વાયરલ થયેલ પોસ્ટ મામલે હાલ જયેશ રાદડિયા દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે. ગોંડલના ધારાસભ્યના પુત્ર એ જયેશ રાદડીયાના કાકાને ફડાકા માર્યા હોવાની પોસ્ટ સોશિયલ મિડીયામાં વાયરલ થઈ હતી. જેણા કારણે ખળભળાટ મચી જવા પામ્યો હતો. વાયરલ થયેલ પોસ્ટને લઈને જયરાજસિંહ જાડેજા અને જયેશ રાદડીયાએ ખુલાસો કર્યો છે. 

જયરાજસિંહ જાડેજા અને જયેશ રાદડીયાએ કરેલા ખુલાસામાં જાણવા મળી રહ્યું છે કે, ગૌશાળાના લાભાર્થે યોજાયેલ સપ્તાહમાં આવી કોઈ ઘટના બની ન હોવાના બંનેએ ખુલાસો કર્યો છે. વિઘ્ન સંતોષી લોકોએ સોશિયલ મિડીયામાં ખોટી પોસ્ટ રજૂ કરી હોવાનો બંને પરિવારે જણાવ્યું છે. 

જયરાજસિંહ જાડેજા અને જયેશ રાદડીયા પરિવાર વચ્ચે બે બે પેઢીથી સંબંધો હોવાના બંને રાજકીય આગેવાનોએ જણાવ્યું છે. જેણા કારણે જયેશ રાદડીયા અને જયરાજસિંહ જાડેજાએ લોકોને ખોટા ગેરમાર્ગે ન દોરાવાની અપીલ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news