અમદાવાદમાં રથયાત્રા પહેલાં આતંકી મોડ્યૂલ એક્ટિવ! જાણો શું હતો ગુજરાતમાં ISISનો ટાર્ગેટ?

Ahmedabad News:  ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે. અમદાવાદ એરપોર્ટથી 4 આઈએસઆઈએસના આતંકી ઝડપી પાડ્યા છે. ચારેય આંતકી મૂળ શ્રીલંકાના વતની છે.  

અમદાવાદમાં રથયાત્રા પહેલાં આતંકી મોડ્યૂલ એક્ટિવ! જાણો શું હતો ગુજરાતમાં ISISનો ટાર્ગેટ?

ઉદય રંજન/અમદાવાદ: ગુજરાત એટીએસને અમદાવાદ એરપોર્ટ પરથી 4 ISISના આતંકીઓ ઝડપી પાડીને મોટી સફળતા હાથ લાગી છે. ચારેય આંતકી મૂળ શ્રીલંકાના વતની હોવાનો ખુલાસો થયો છે. આ સંદર્ભે ડીજી વિકાસ સહાયે પ્રેસ કોન્ફરન્સમાં કરીને આતંકીઓ વિશે વિગતવાર માહિતી આપી છે. આતંકી સંગઠન સાથે જોયેલા શખ્સોની અમદાવાદ એરપોર્ટ પરથી ધરપકડ કરાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. હાલ આરોપીઓની વધુ તપાસ શરૂ કરાઈ છે.

વિકાસ સહાયે કહ્યું હતું કે અમને નુસરત, ફરીશ, સહિતના ચાર લોકો આવવાના હતા એવી બાતમી મળી હતી. જેઓ ગુજરાત સહિત ભારતમાં આતંક ફેલાવવા આવવાના છે અને 18મી અને 19મીએ આવવાના છે અને રેલવે અથવા હવાઈ માર્ગે આવશે એવી માહિતી ગુજરાત એટીએસને મળી હતી. જેના કારણે અમે અલગ અલગ ટીમ બનાવી અને દક્ષિણ તરફથી આવતા લોકોની માહિતી ભેગી કરી હતી. ટ્રેન અને પ્લેનમાં આવતા તમામ પેસેન્જરની એક લિસ્ટ બનવવામાં આવી હતી. આ કામ કરતા કરતા એક ટીમને મોટી સફળતા મળી હતી અને અમને ચાર લોકોની માહિતી મળી હતી. 

  • ગુજરાતમાં ફરી આતંકી મોડ્યૂલ એક્ટિવ
  • ગુજરાત આતંકીઓનું સોફ્ટ ટાર્ગેટ
  • આજે 4 આતંકીઓ અમદાવાદ એરપોર્ટથી પકડાયા
  • ગુજરાતમાં 2023માં ત્રણ આતંકવાદી મોડ્યૂલ પકડાયા
  • અમદાવાદ,પોરબંદર,રાજકોટમાં આતંકવાદી મોડ્યૂલ પકડાયા હતા
  • 2023માં 4 આતંકીઓ અમદાવાદમાં પકડાયા હતા
  • 2023માં રાજકોટમાં 3 આતંકીઓ પકડાયા હતા
  • 2023માં પોરબંદરથી 4 આતંકીઓ પકડાયા હતા
  • પોરબંદર અને સુરતથી ISKIPના આતંકીઓ પકડાયા હતા

વિકાસ સહાયે વધુમાં જણાવ્યું હતું કે, ISISના ચારેય આતંકીઓ ગઈ કાલ સાંજે ઇન્ડિગો ફલાઇટમાં આવ્યાં હતા. કોલંબોથી પણ ખરાઈ કરવામાં આવી હતી. ચારેય આતંકીઓ કોલંબોથી ચેન્નાઇ આવાનાં છે એ માહિતી અમારી પાસે હતી. આ ચાર લોકો 19 મીએ સવારે ત્રણ વાગે ચેન્નાઈ પહોંચ્યા ત્યાંથી 8 વાગે અમદાવાદ આવ્યા હતા. જેમણે એરપોર્ટેથી ડિટેન કરવામાં આવ્યા હતા. ચારેય આરોપીઓને અંગ્રેજી કે હિન્દી આવડતું નથી અને તેઓ તમિલ બોલી રહ્યા છે. જેમની પૂછપરછમાં આ ચાર લોકો નુસરત ઉંમર 33, ફરીશ 35, નફરાન 27, રશદીન 43 હોવાનું જણાવ્યું છે. તમામ આરોપીઓ મૂળ કોલંબોના રહેવાસી છે. એમના પાસેથી બે મોબાઇલ, ચાર પાસપોર્ટ અને શ્રીલંકા અને ભારતનું ચલણ મળી આવ્યું છે. એટલું જ નહીં, તેમની બેગમાંથી ISISનો ઝંડો પણ મળી આવ્યો છે. 

વધુમાં જાણવા મળી રહ્યું છે કે, ચારેય આતંકીઓને અબુ આઈએસના હેન્ડલ છે. અબુએ આ ચાર લોકોને ભારતમાં આતંકી કૃત્યું કરવા કહ્યું હતું. સુસાઈડ બોમ્બર તરીકે કામ કરવા તૈયાર થયા હતા અને બદલામાં શ્રીલંકા ચલણમાં 4 લાખ આપ્યા છે. બે phone, વિડિયો અને ફોટો મળ્યા છે. નાના ચિલોડા પાસે પાકિસ્તાન હેન્ડલ એ હથિયાર લઈને મુક્યા હતા, જે ત્યાંથી લેવાના હતા. જેના ફોટો પણ મોકલવામાં આવ્યા હતા. પોલીસે હથિયાર પણ કબ્જે કર્યા છે, જેમાં ત્રણ પિસ્તોલ છે. 20 કારતૂસ મળી આવ્યા છે અને લોડેડ હતા. 

સૂત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાનના એજન્ટોએ તેમને કેટલાક હથિયારો આપવાનું વચન આપ્યું હતું. આ આતંકવાદીઓ અમદાવાદમાં હુમલામાં આ હથિયારોનો ઉપયોગ કરવાના હતા, પરંતુ એટીએસએ પહેલા જ તેમને પકડી લીધા હતા. આ આતંકવાદીઓ કથિત રીતે શ્રીલંકાથી ચેન્નાઈ થઈને અમદાવાદ પહોંચ્યા હતા.

  • ATS શું કરશે પૂછપરછ? 
  • આતંકીઓનો પ્લાન?
  • ATS આતંકવાદીઓની પૂછપરછ કરશે
  • આતંકવાદીઓના ATS રિમાન્ડ મેળવશે
  • આતંકીઓના આકાઓ કોણ હતા? 
  • હથિયાર ક્યાંથી મેળવશે? 
  • તેમનો ટાર્ગેટ શું હતો? 
  • તેમની સાથે અન્ય કોઈ લોકોની સંડોવણી છે કે કેમ ? 
  • કેટલા લોકોને જેહાદી પ્રવૃત્તિ સાથે સંકળાવવા પ્રયાસ કર્યો?

એટીએસ દ્વારા ચાર આતંકીઓની ધરપકડ બાદ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ એટીએસને અભિનંદન આપ્યા છે. હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને કહ્યું કે ડ્રગ્સ માફીયા કે આતંકીઓ સામે ગુજરાત પોલીસ સક્ષમ. ગુજરાત ATS સતર્કતા અને શૌર્ય સાથે ગુજરાત સહિત દેશની રક્ષા કરવા માટે નિરંતર કટિબદ્ધ છે! 

The Gujarat Police & ATS team is continually committed to defending Gujarat and the nation with vigilance and bravery.

Their recent detention of four Islamic State… pic.twitter.com/QY9NvH1T0t

— Harsh Sanghavi (Modi ka Parivar) (@sanghaviharsh) May 20, 2024

આજરોજ ગુજરાત ATS દ્વારા અમદાવાદ એરપોર્ટ પરથી મૂળ શ્રીલંકન એવા મહમદ નુસરત, મહમદ નફરન, મહમદ ફરિસ, મહમદ રસદીન નામક ચાર આતંકવાદીની ધડપકડ કરવામાં આવી છે. ગુજરાત ATS ની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ, ડ્રગ્સ માફિયાના વિરુદ્ધમાં લડત હોય કે પછી આતંકવાદ સામે, ગુજરાત પોલીસ તેની હિંમત અને નીડરતાથી બધાનો જડબાતોડ જવાબ આપી રહી છે.

અગાઉ, 6 મે, 2024 ના રોજ અમદાવાદની 36 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની અને 12 મેના રોજ અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો ઈ-મેલ મળ્યો હતો. જો કે તપાસ દરમિયાન કોઈપણ શાળામાંથી કોઈ વાંધાજનક વસ્તુ મળી ન હતી. એરપોર્ટ પર બોમ્બ હોવાની વાત પણ અફવા જ નીકળી હતી. આ કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે દાવો કર્યો છે કે પાકિસ્તાનથી ધમકીભર્યા ઈ-મેલ મોકલવામાં આવ્યા હતા.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news